Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાતમાં શાતિપૂર્ણ માહોલમાં તલાટીની પરીક્ષા સંપન્ન, પેપર લાંબુ હોવાનો ઉમેદવારોનો મત

રાજ્યમાં આજે તલાટી કમ મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ છે. ઉમેદવારોને પેપર લાંબુ લાગ્યું હતું અને તેમાં સમય ઘટ્યો હોવાનું જણાયુ હતું. એકદંરે ક્યાંય પણ ગેરરિતીની ફરિયાદ જાણવા મળી ન હતી. પેપર થોડુ અઘરું જણાયું બપોરે 12-30 વાગે તલાટીની...
02:23 PM May 07, 2023 IST | Vipul Pandya
રાજ્યમાં આજે તલાટી કમ મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ છે. ઉમેદવારોને પેપર લાંબુ લાગ્યું હતું અને તેમાં સમય ઘટ્યો હોવાનું જણાયુ હતું. એકદંરે ક્યાંય પણ ગેરરિતીની ફરિયાદ જાણવા મળી ન હતી.
પેપર થોડુ અઘરું જણાયું
બપોરે 12-30 વાગે તલાટીની પરીક્ષા શરુ થઇ હતી અને 1.30 વાગે પેપર પુરુ થયું હતું. ઉમેદવારોએ જણાવ્યું કે પેપર થોડુ અઘરું જણાયું હતું અને લાંબુ પણ હતું. પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપતા પહેલાં ઉમેદવારોના બૂટ ચપ્પલ તથા મોજા પણ કઢાવામાં આવ્યા હતા.
પોલીસની માનવતાવાદી છબી પણ જોવા મળી
રાજ્યમાં ઠેર ઠેર પોલીસની માનવતાવાદી છબી પણ જોવા મળી હતી. ઘણી જગ્યાએ અટવાઇ ગયેલા ઉમેદવારોને પોલીસે સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યા હતા.  ઉમેદવારો સમયસર પરીક્ષા કેન્દ્રના શહેર સુધી પહોંચે તે માટે એસટી વિભાગ દ્વારા ખાસ બસ સુવિધા પણ રાખવામાં આવી હતી.
ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે શું કહ્યું
તલાટી પરીક્ષા પૂર્ણ થયા બાદ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે કહ્યું કે  રાજ્યમાં તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. મે ગાંધીનગરમાં કેન્દ્રોની મુલાકાતો લીધી છે અને  ખુબ સારી વ્યવસ્થા ગોઠવાઈ હતી. તેમણે કહ્યું કે  બુટ ચપ્પલ કઢાવીને જ પરીક્ષાર્થીઓને પ્રવેશ અપાયો
તમામ લોકોએ પરીક્ષાને સામાજીક પ્રસંગ બનાવી દીધો
હસમુખ પટેલે કહ્યું કે  તમામ લોકોએ પરીક્ષાને સામાજીક પ્રસંગ બનાવી દીધો હતો અને પોલીસ તંત્રએ પણ ખુબ વ્યવસ્થાઓ કરી છે. અમદાવાદમાં રિક્ષા ચાલક એકતા યુનિયને પણ હેલ્પલાઈન શરૂ કરી હતી. એસટી તંત્ર અને રેલવેનો પણ હું આભાર માનુ છું. તેમણે કહ્યું કે  વેકેસન અને લગ્નગાળાને લઈ ટ્રાફિકની સમસ્યાઓ મળી હતી અને  મને ફોન આવતા પોલીસ વિભાગને જાણ કરતો હતો. આજે છત્રાલ પાસે ટ્રાફિકની સમસ્યા હતી જેને પોલીસે દૂર કરી હતી. પરીક્ષા કેન્દ્રો શોધવા માટે જિલ્લા તંત્રએ ખુબ મહેનત કરી છે. ઈન્ટેલિજન્સ વિભાગે પણ ખૂબ ઉંડાણથી કામ કર્યુ છે
ઉમેદવારનું વીડિયો રેકોર્ડિંગ કરાયુ હતું.
ડમી ઉમેદવારને પકડવા માટે પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવારનું વીડિયો રેકોર્ડિંગ થશે અને જો કોઈ શંકાસ્પદ જણાશે તો તેના પહેલા પરીક્ષા આપવા દેવામાં આવશે પણ બાદમાં તેની પુછપરછ થશે અને સંતોષકારક જવાબ મળ્યા બાદ જ તેને છોડવામાં આવશે.
પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા ખાસ વ્યવસ્થા
રવિવારે યોજાનારી તલાટીની પરીક્ષા માટે આશરે 8 લાખથી વધારે ઉમેદવારેને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા કોઈ હાલાકી ના પડે તે માટે એસટીની 6 હજાર બસો ઉપરાંતની સુવિધા મળે રહે તે માટે ખાનગી અને સ્કુલ બસોને ખાસ કિસ્સામાં તા. 6 અને 7મી મેના રોજ સ્ટેટ કેરેજની પરમિશન આપવામાં આવી છે. ઉમેદવારો પરીક્ષા કેન્દ્રમાં માત્ર સાદી કાંડા ઘડિયાળ જ પહેરી શકશે. પણ કોઇ પણ પ્રકારની ઇલેકટ્રોનિક વસ્તુ લઇ જઇ શકશે નહીં.
આ પણ વાંચો---ગાય અને ગોબર પ્રત્યેના પ્રેમનું અનોખું ઉદાહરણ, કન્યાએ પોતાના જ હાથે ગોબરથી સજાવ્યો લગ્નનો માંડવો
Tags :
GujaratTalati Exam
Next Article