Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજે રાજ્યમાં તલાટી અને NEETની પરીક્ષા, ચાંપતો પોલીસ બંદોબસ્ત

રાજ્યમાં આજે તલાટી કમ મંત્રીની પરીક્ષા છે. રાજ્યના 30 જિલ્લામાં 2694 કેન્દ્રો પર તલાટીની 3437 ખાલી જગ્યાઓ પર 864400 ઉમેદવારો પરીક્ષા આપશે. આ માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. બીજી તરફ આજે રાજ્યમાં મેડીકલ માટે જરુરી NEETની...
આજે રાજ્યમાં તલાટી અને neetની પરીક્ષા  ચાંપતો પોલીસ બંદોબસ્ત
રાજ્યમાં આજે તલાટી કમ મંત્રીની પરીક્ષા છે. રાજ્યના 30 જિલ્લામાં 2694 કેન્દ્રો પર તલાટીની 3437 ખાલી જગ્યાઓ પર 864400 ઉમેદવારો પરીક્ષા આપશે. આ માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. બીજી તરફ આજે રાજ્યમાં મેડીકલ માટે જરુરી NEETની પણ પરીક્ષા લેવામાં આવશે.
બપોરે 1 કલાક સુધી પરીક્ષા
રવિવારે બપોરે 12.30 વાગ્યાથી 1.30 વાગ્યા સુધી આ પરીક્ષા યોજવામાં આવશે. 1 કલાકની આ પરીક્ષા માટે તમામ પરીક્ષા કેન્દ્રો પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
ઉમેદવારનું વીડિયો રેકોર્ડિંગ થશે
ડમી ઉમેદવારને પકડવા માટે પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવારનું વીડિયો રેકોર્ડિંગ થશે અને જો કોઈ શંકાસ્પદ જણાશે તો તેના પહેલા પરીક્ષા આપવા દેવામાં આવશે પણ બાદમાં તેની પુછપરછ થશે અને સંતોષકારક જવાબ મળ્યા બાદ જ તેને છોડવામાં આવશે.
પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા ખાસ વ્યવસ્થા
રવિવારે યોજાનારી તલાટીની પરીક્ષા માટે આશરે 8 લાખથી વધારે ઉમેદવારેને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા કોઈ હાલાકી ના પડે તે માટે એસટીની 6 હજાર બસો ઉપરાંતની સુવિધા મળે રહે તે માટે ખાનગી અને સ્કુલ બસોને ખાસ કિસ્સામાં તા. 6 અને 7મી મેના રોજ સ્ટેટ કેરેજની પરમિશન આપવામાં આવી છે. ઉમેદવારો પરીક્ષા કેન્દ્રમાં માત્ર સાદી કાંડા ઘડિયાળ જ પહેરી શકશે. પણ કોઇ પણ પ્રકારની ઇલેકટ્રોનિક વસ્તુ લઇ જઇ શકશે નહીં.
NEETની પણ પરીક્ષા 
બીજી તરફ મેડીકલમાં પ્રવેશ મેળવવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા દેશભરમાં NEETની પરીક્ષા પણ યોજવામાં આવશે. આ પરીક્ષામાં દેશભરના 20 લાખથી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપશે. ગુજરાતમાં 80 હજારથી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપશે.  આ પરીક્ષા 720 માર્કસની લેવામાં આવશે. બોર્ડમાં 50 ટકા હોય તે જ વિદ્યાર્થી NEETની પરીક્ષા આપી શકશે.  આજે બપોરે 2 વાગ્યાથી સાંજે 5:20 વાગ્યા સુધી પરીક્ષા લેવામાં આવશે.
Advertisement
Tags :
Advertisement

.