T20 વર્લ્ડકપની ટિકિટ માત્ર 115 રૂપિયા,જાણો કોને મળશે સ્ટેડિયમમાં ફ્રી એન્ટ્રી
- વર્લ્ડ કપ માટે ટિકિટનું વેચાણ શરૂ
- ICCની વેબસાઈટ પરથી બુક કરી શકશો
- ICCએ ટિકિટની કિંમત માત્ર 5 દિરહામ
T20 World Cup 2024:ICCએ ઓક્ટોબરમાં શરૂ થનારી મહિલા T20 વર્લ્ડ કપ (ICC Women T20 World Cup) માટે ટિકિટનું વેચાણ શરૂ કરી દીધું છે. બાંગ્લાદેશમાં આયોજિત થનારી આ ટૂર્નામેન્ટ હવે રાજકીય અસ્થિરતાને કારણે યુએઈમાં રમાશે. તમામ મેચો દુબઈ અને શારજાહમાં યોજાશે. ICCએ આ ટૂર્નામેન્ટનું સંપૂર્ણ શિડ્યુલ પણ જાહેર કર્યું છે.
ટિકિટ 115 રૂપિયામાં મળશે
ICCએ મહિલા T20 વર્લ્ડ કપ 2024 માટે ટિકિટની કિંમત ઘણી ઓછી રાખી છે. વધુમાં વધુ દર્શકો સ્ટેડિયમ સુધી પહોંચે તે માટે ICCએ ટિકિટની કિંમત માત્ર 5 દિરહામ રાખી છે. જે ભારતીય ચલણમાં 115 રૂપિયાની આસપાસ છે. આ ટિકિટ ICCની વેબસાઈટ પરથી બુક કરી શકાય છે. ICCએ ટિકિટના ભાવ જાહેર કરવા માટે વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફાની પસંદગી કરી. જ્યાં લેસર શો દ્વારા મહિલા T20 વર્લ્ડ કપ 2024 માટે ટિકિટની કિંમતો જાહેર કરવામાં આવી હતી
The iconic Burj Khalifa was lit up in Women's #T20WorldCup colours as ICC unveiled ticket details for the tournament 🏆https://t.co/OKg637slv7
— ICC (@ICC) September 11, 2024
આ પણ વાંચો -ક્રિકેટના મેદાનમાં અચાનક બની એવી ઘટના, રોકવી પડી હતી મેચ
આ લોકોને સ્ટેડિયમમાં મળશે ફ્રી એન્ટ્રી
ICCએ આ ટૂર્નામેન્ટ માટે 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. આ તમામ લોકોને સ્ટેડિયમમાં ફ્રી એન્ટ્રી આપવામાં આવશે. આવું કરવા પાછળ આઈસીસીનો ઉદ્દેશ્ય એ છે કે વધુને વધુ યુવાનો મેચ જોવા આવે.
આ પણ વાંચો -ઓલિમ્પિક એથ્લેટ Rebecca Cheptegei ને સળગાવનારા શખ્સનું ઘણી યાતનાઓ બાદ મોત
10 ટીમો લઈ રહી છે ભાગ
ICC મહિલા T20 વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે, જેને દરેક 5 ના બે જૂથોમાં વહેંચવામાં આવી છે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડને ગ્રુપ-એમાં રાખવામાં આવ્યા છે, જ્યારે ગ્રુપ-બીમાં બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની ટીમોને સામેલ કરવામાં આવી છે. બંને ગ્રૂપમાંથી ટોપ-2 ટીમો સીધી સેમિફાઇનલમાં પહોંચશે. સેમી ફાઈનલ 17 અને 18 ઓક્ટોબરે શારજાહના મેદાન પર અને ફાઈનલ મેચ 20 ઓક્ટોબરે દુબઈના મેદાન પર રમાશે.