Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

T20 World Cup : BCCI નો મોટો નિર્ણય, 'ક્રિકેટર ઓફ ધ યર' થયેલો ખેલાડી જ Team India થી બહાર...

ભારતીય પસંદગીકારોએ T20 વર્લ્ડ કપ 2024 માટે 15 સભ્યોની ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. 1 જૂનથી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની સંયુક્ત યજમાનીમાં રમાનારી આ ટુર્નામેન્ટમાં રોહિત શર્મા ટીમના કેપ્ટન અને હાર્દિક પંડ્યા ઉપ-કેપ્ટન હશે. પરંતુ ભારતીય પસંદગીકારોએ આ ટીમની પસંદગી...
06:40 PM Apr 30, 2024 IST | Dhruv Parmar

ભારતીય પસંદગીકારોએ T20 વર્લ્ડ કપ 2024 માટે 15 સભ્યોની ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. 1 જૂનથી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની સંયુક્ત યજમાનીમાં રમાનારી આ ટુર્નામેન્ટમાં રોહિત શર્મા ટીમના કેપ્ટન અને હાર્દિક પંડ્યા ઉપ-કેપ્ટન હશે. પરંતુ ભારતીય પસંદગીકારોએ આ ટીમની પસંદગી કરવાનો મોટો નિર્ણય લીધો છે. BCCI ક્રિકેટર ઓફ ધ યરને આ ટીમમાં સ્થાન મળ્યું નથી.

ક્રિકેટર ઓફ ધ યર ટીમની બહાર...

ભારતના યુવા બેટ્સમેન શુભમન ગિલને T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમમાં સ્થાન મળ્યું નથી. આ વર્ષની શરૂઆતમાં શુભમન ગિલને વર્ષ 2023 માં તેના શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ યર પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે તે 15 સભ્યોની ટીમમાં પોતાનું સ્થાન બનાવી શક્યો નથી. તેમને ટ્રાવેલિંગ રિઝર્વમાં રાખવામાં આવ્યા છે. જે તેમના માટે મોટો ફટકો છે.

શુબમન ગિલ ટીમની બહાર કેમ થયો?

શુભમન ગિલ આ વર્ષે ટીમ ઈન્ડિયા માટે માત્ર 6 ટેસ્ટ અને 1 ટી-20 મેચ રમ્યો છે. તેણે ટેસ્ટમાં 498 રન અને T20 માં 23 રન બનાવ્યા છે. તે જ સમયે, તે હાલમાં IPL માં ગુજરાતની ટીમ તરફથી રમી રહ્યો છે. તે આ લીગમાં પોતાની છાપ છોડી શક્યો નથી. અત્યાર સુધી તેણે 10 મેચમાં 35.56ની એવરેજથી માત્ર 320 રન જ બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તે માત્ર બે વખત 50 રનના આંકને સ્પર્શી શક્યો છે.

શુભમન ગિલનું વર્ષ 2023 માં પ્રદર્શન...

વર્ષ 2023 ગિલ માટે ખૂબ જ યાદગાર રહ્યું. આ 12 મહિના દરમિયાન, તે ODI માં સૌથી ઝડપી બે હજાર રન બનાવનાર ખેલાડી બન્યો હતો અને ODI માં પાંચ સદી પણ ફટકારી હતી. તેણે ગયા વર્ષે ત્રણેય ફોર્મેટમાં સદીની ઇનિંગ્સ રમી હતી. શુભમન ગિલ વર્ષ 2023 માં ટીમ ઈન્ડિયા માટે કુલ 48 મેચ રમ્યો હતો. આ સમયગાળા દરમિયાન તેણે 6 ટેસ્ટ, 29 વનડે અને 13 T20 મેચોમાં ભાગ લીધો હતો. ટેસ્ટમાં તેણે 1 સદીની મદદથી 258 રન બનાવ્યા હતા. વનડેમાં તેણે 63.36 ની એવરેજથી 1584 રન ઉમેર્યા. જ્યારે T20 માં ગિલે 26.00ની એવરેજથી 312 રન બનાવ્યા હતા.

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા...

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બ્રુમરાહ મોહમ્મદ સિરાજ.

આ પણ વાંચો : T20 World Cup : આ ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન હોવા છતાં Team India માં સ્થાન નહીં

આ પણ વાંચો : India’s T20 WC squad : T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ છે કેપ્ટન

આ પણ વાંચો : PCB New Coach : ભારતને વર્લ્ડ કપ જીતાડનાર આ પૂર્વ ખેલાડી બન્યો પાકિસ્તાને હેડ કોચ

Tags :
entertainmentICC Mens T20 World Cup 2024IndiaNationalShubman Gillshubman gill dropped from team indiaSportsT20 World Cup 2024 scheduleT20-World-Cup-2024Team India
Next Article
Home Shorts Stories Videos