Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Syria ના રાષ્ટ્રપતિનું વિમાન ક્રેશ! બશર અલ અસદના શાસનનો અંત, વિમાન પણ રડારથી ગુમ!

સીરિયા (Syria)ની સ્થિતિને જોતા ભારતીય વિદેશ મંત્રાલયે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. ભારતે સીરિયા (Syria)માં રહેતા ભારતીય નાગરિકોને તાત્કાલિક દેશ છોડી દેવાની સલાહ આપી છે.
syria ના રાષ્ટ્રપતિનું વિમાન ક્રેશ  બશર અલ અસદના શાસનનો અંત  વિમાન પણ રડારથી ગુમ
Advertisement
  1. Syria પર ફરી આતંકવાદી ખતરો તોળાયો
  2. Syria ના રાષ્ટ્રપતિ અસદ દેશ છોડીને ભાગ્યા
  3. એરપોર્ટ પર સેનાની પીછેહટ, દેશ છોડવા લોકોની ભાગદોડ
  4. ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જાહેર

સીરિયા (Syria)માં ગહન રાજકીય સંકટ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે સીરિયા (Syria)ના રાષ્ટ્રપતિ બશર અલ-અસદનું વિમાન ક્રેશ થયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમનું વિમાન આકાશમાં 500 મીટર ઉંચે ક્રેશ થયું હતું, જેનો કાટમાળ પણ મળી આવ્યો હતો. ક્રેશ પહેલા પ્લેન રડારથી ગાયબ થઈ ગયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પોતાના પરિવાર સાથે દેશ છોડીને જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં પ્લેન ક્રેશ થયું. તમને જણાવી દઈએ કે, સીરિયા (Syria)માં ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. વિદ્રોહી હુમલા બાદ સીરિયા (Syria)ના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ પોતાના પરિવાર સાથે રાજધાની દમાસ્કસ છોડીને ભાગી ગયા હતા. તેઓ વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા, પરંતુ દાવો કરવામાં આવી રહ્યો છે કે બળવાખોરોએ તેમનું વિમાન તોડી પાડ્યું છે.

Advertisement

ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જાહેર...

સીરિયા (Syria)ની સ્થિતિને જોતા ભારતીય વિદેશ મંત્રાલયે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. ભારતે સીરિયા (Syria)માં રહેતા ભારતીય નાગરિકોને તાત્કાલિક દેશ છોડી દેવાની સલાહ આપી છે. આ ઉપરાંત ભારતીયોને સીરિયા (Syria) જવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે સીરિયા (Syria)માં રહેતા ભારતીયોએ દમાસ્કસ સ્થિત ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવું જોઈએ.

Advertisement

વિદ્રોહીઓએ છેલ્લા 24 કલાકમાં શહેરો પર કબજો કર્યો...

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સીરિયા (Syria)માં છેલ્લા 12 વર્ષથી ગૃહ યુદ્ધ ચાલી રહ્યું છે. હવે સીરિયન વિદ્રોહીઓના હુમલા તેજ થયા છે. અલેપ્પો અને હોમ્સ જેવા મોટા શહેરો પર કબજો કર્યા પછી, બળવાખોરોએ રાજધાની દમાસ્કસ પર કૂચ કરી. ગઈકાલે જ્યારે બળવાખોરો દમાસ્કસમાં પ્રવેશ્યા ત્યારે રાષ્ટ્રપતિને રાજધાની છોડવી પડી હતી. હવે સીરિયા (Syria)માં બળવાના અહેવાલો છે. છેલ્લા 24 કલાકમાં વિદ્રોહીઓએ હોમ્સ શહેર પર કબજો કરી લીધો છે. હોમ્સમાં બનેલા રાષ્ટ્રપતિ બશર અલ-અસદના પિતાની પ્રતિમાને પણ તોડી પાડવામાં આવી હતી. સીરિયન સેના શહેરો, નગરો અને ગામડાઓમાં લોકોને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે. સીરિયા, રશિયા, ઈરાન અને લેબેનોનના આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહને સમર્થન આપતા દેશોએ પણ સીરિયા (Syria)ને મદદ કરવામાં અસમર્થતા દર્શાવી છે. સેના પણ દેશમાંથી ભાગવા લાગી છે.

આ પણ વાંચો : રક્ષા મંત્રી રાજનાથ સિંહ રશિયાની મુલાકાતે, INS Tushil ના કમિશનિંગમાં હાજરી આપશે

બળવાખોરોનું આ જૂથ હવે સીરિયામાં નિયંત્રણમાં...

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિદ્રોહી જૂથ હયાત તહરિર અલ-શામ (HTS)એ હવે સીરિયા પર કબજો કરી લીધો છે. આ જૂથે સીરિયા અને રાજધાની દમાસ્કસને સરમુખત્યાર બશર અલ-અસદથી મુક્ત કરવાની જાહેરાત કરી છે. તેમજ નવા યુગની શરૂઆતની જાહેરાત કરી હતી. વિદ્રોહી જૂથ આતંકવાદી સંગઠન અલ કાયદાની શાખા હતી, પરંતુ વર્ષ 2016 માં આ જૂથે પોતાને અલ કાયદાથી અલગ કરી દીધા હતા. જૂથનો નેતા અબુ મોહમ્મદ અલ-જોલાની છે, જેને કટ્ટરવાદી માનવામાં આવે છે. પશ્ચિમી દેશો આ જૂથને હિઝબુલ્લાહ અને હમાસની જેમ આતંકવાદી સંગઠન માને છે.

આ પણ વાંચો : Syria Civil War:બાંગ્લાદેશ બાદ હવે આ દેશમાં ગૃહયુદ્ધ, રાષ્ટ્રપતિ રાજધાની છોડી ભાગ્યા!

કોણ છે અબુ મોહમ્મદ અલ જોલાની?

અબુ મોહમ્મદ અલ-જોલાની, બળવાખોર જૂથ હયાત તહરિર અલ-શામ (HTS) ના નેતા, એક ઇસ્લામિક નેતા છે. જોલાનીનો જન્મ 1982 માં થયો હતો અને તે સીરિયાની રાજધાની દમાસ્કસના માજેહ વિસ્તારમાં મોટો થયો હતો. જોલાનીનો પરિવાર ગોલન હાઇટ્સ વિસ્તારનો છે. ઝોલાનીના દાદા 1967 માં ગોલાન હાઇટ્સ છોડીને ભાગી ગયા હતા, કારણ કે ઇઝરાયેલે ગોલાન હાઇટ્સ પર કબજો કર્યો હતો.

આ પણ વાંચો : બ્રિટનમાં આવી રહ્યું છે 91 KM ની ઝડપે વિશાળ વાવાઝોડું!

Tags :
Advertisement

.

×