Swiggy કંપની શેરબજારમાં કરશે એન્ટ્રી,5000 કર્મચારીઓ બનશે કરોડપતિ!
- સ્વિગી કંપની શેરબજામાં કરશે એન્ટ્રી
- 5,000 કર્મચારીઓ કરોડપતિ બનશે
- મામ કર્મચારીઓને IPOથી લાભ મળશે
Swiggy IPO:સ્વિગી કંપની 13 નવેમ્બરે શેરબજારમાં પ્રવેશ કરશે.જે પછી સ્વિગી(Swiggy)ના લગભગ 5,000 કર્મચારીઓ કરોડપતિ બની જશે. મળતી માહિતી અનુસાર તમામ કર્મચારીઓને IPOથી લગભગ રૂ. 9,000 કરોડનો લાભ મળશે.આમાં તે કર્મચારીઓનો સમાવેશ થશે જેમને કંપનીએ ESOP (Employee stock ownership plan)આપ્યો છે. આ સાથે સ્વિગી તે કંપનીઓ સાથે જોડાશે જે તેમના કર્મચારીઓને શેર આપે છે.
સ્વિગીની મોટી પહેલ
સ્વિગી કંપનીની આ પહેલને ભારતીય સ્ટાર્ટઅપના ઈતિહાસમાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. કારણ કે કોઈપણ કંપની પોતાના કર્મચારીઓ માટે આવા નિર્ણયો લેતી નથી. આવી કંપનીઓની સંખ્યા ઘણી ઓછી છે. જો આપણે ESOP ને સરળ ભાષામાં સમજીએ તો કંપની તેના કર્મચારીઓને શેરનો વિકલ્પ આપે છે. જે પછી જ્યારે પણ કંપની લિસ્ટ થાય છે ત્યારે કર્મચારીઓને કંપનીના શેરમાંથી નફો મળે છે.
આ પણ વાંચો-Share market:શેરબજાર ગ્રીન ઝોનમાં ખૂલ્યો,સેન્સેક્સમાં 116 પોઈન્ટનો ઉછાળો
મુંબઈથી શરૂ થશે
સ્વિગી લિમિટેડના શેરનું ટ્રેડિંગ બુધવારે મુંબઈથી શરૂ થશે. ગયા અઠવાડિયે સ્વિગીના શેરની કિંમત રૂ. 371 થી રૂ. 390ની વચ્ચે હતી. સ્વિગી આ વર્ષે ભારતના બીજા સૌથી મોટા લિસ્ટિંગમાં સામેલ હતી. આ સમયગાળા દરમિયાન, કંપની હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિમિટેડના રેકોર્ડબ્રેક $3.3 બિલિયન (330 કરોડ) આઈપીઓથી પાછળ રહી ગઈ હતી. આ અંગે સ્ટ્રેટફિક્સ કન્સલ્ટિંગના કો-ફાઉન્ડર મુકુલ ગોયલનું કહેવું છે કે 'Swiggyનો IPO માત્ર ભારતના ડિજિટલ અર્થતંત્રમાં વધતો વિશ્વાસ જ બતાવતો નથી, પરંતુ વ્યાપારી ક્ષેત્રની સ્પર્ધાત્મક ગતિશીલતાને પણ દર્શાવે છે.
આ પણ વાંચો-ICICI ક્રેડિડ કાર્ડના આ નિયમો બે દિવસમાં બદલાશે
કર્મચારીઓને પૈસા કમાવવાની તક તો મળશે
સ્વિગીનું આ પગલું બિઝનેસની દુનિયામાં એક મોટી શરૂઆત છે. ESOP સ્કીમ અને આગામી IPO એ ભારતીય સ્ટાર્ટઅપ્સ માટે એક નવા અધ્યાયની શરૂઆત હોવાનું કહેવાય છે. આનાથી કંપનીના કર્મચારીઓને પૈસા કમાવવાની તક તો મળશે જ, પરંતુ ભારતીય સ્ટાર્ટઅપ્સ માટે પણ તે સારું માનવામાં આવે છે.