Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Independence Day: સરહદ પર પાકિસ્તાની રેંજર્સને મીઠાઈની આપ-લે કરાઈ

અહેવાલ--કૌશિક છાયા, કચ્છ દર વર્ષની જેમ આ વર્ષે પણ સીમા સુરક્ષા દળ (Border Security Force) દ્વારા ભારત પાકિસ્તાનને અડકીને આવેલા જિલ્લાઓમાં પાકિસ્તાની રેન્જર્સને મીઠાઈને આપ લે કરવામાં આવી હતી. બીએસ.એફ દ્વારા ગુજરાત  ઉપરાંત રાજસ્થાનમાં મીઠાઈની આપ-લે આ તકે બીએસ.એફ દ્વારા...
independence day  સરહદ પર પાકિસ્તાની રેંજર્સને મીઠાઈની આપ લે કરાઈ
અહેવાલ--કૌશિક છાયા, કચ્છ
દર વર્ષની જેમ આ વર્ષે પણ સીમા સુરક્ષા દળ (Border Security Force) દ્વારા ભારત પાકિસ્તાનને અડકીને આવેલા જિલ્લાઓમાં પાકિસ્તાની રેન્જર્સને મીઠાઈને આપ લે કરવામાં આવી હતી.
બીએસ.એફ દ્વારા ગુજરાત  ઉપરાંત રાજસ્થાનમાં મીઠાઈની આપ-લે
આ તકે બીએસ.એફ દ્વારા ગુજરાત  ઉપરાંત રાજસ્થાનમાં મીઠાઈની આપ-લે કરવામાં આવી હતી મુનાબાવ ગડરા,કેલનોર, સોમરાર,વનહાર તેમજ સરહદી કચ્છ જિલ્લામાં સિરક્રિક નજીક પાકિસ્તાની રેંજર્સને મીઠાઈની આપ-લે કરાઈ હતી.
ભાઈચારા સાથે રહે તે માટે દર વર્ષે મીઠાઈ આપવામાં આવે છે
દર વર્ષે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના દિવસે સીમા પર તૈનાત બીએસએફ દ્વારા પાકિસ્તાની રેંજર્સને  મીઠાઈની આપલે કરવામાં આવે છે. ભારત-પાકિસ્તાનના સંબંધો ભાઈચારા સાથે રહે તે માટે દર વર્ષે મીઠાઈ આપવામાં આવે છે. આજે 15 ઑગસ્ટના દિવસે જ્યારે આપલે કરવામાં આવી ત્યારે સરહદ પર ભારત માતાકી જયના નારા ગુંજી ઉઠ્યા હતા.
પાકિસ્તાની સૈનિકોએ પણ સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવી
બીજી તરફ પાકિસ્તાની સૈનિકોએ પણ સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવી હતી.આજે સરહદની જુદી જુદી પોસ્ટ પર તિરંગા જોવા મળ્યા હતા.જવાનોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો
દેશભક્તિના રંગે માહોલ છવાયો 
દરેક બી.ઓ.પી.પર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો.આજે સવારથી ગુજરાત અને રાજસ્થાનની દરેક બોર્ડર પર આજે દેશ ભક્તિનો માહોલ છવાયો હતો.
આ પણ વાંચો----KUTCHH: જખૌ નજીક ચરસના 31 પેકેટ મળતા ખળભળાટ 
Advertisement
Tags :
Advertisement

.