Gadhada swami: સાધુઓ શરમ કરો શરમ! વડતાલ બાદ ગઢડાના સ્વામીનો કથિત વીડિયો થયો વાયરલ
Gadhada swami: સ્વામિનારાયણ સંપ્રદાય ફરી એકવાર વિવાદમાં સપડાયો છે. થોડા દિવસ પહેલા જ એક સ્વામીનો કથિત વીડિયો સામે આવ્યો હતો. તે કેસ તો હજી ચાલું જ છે ત્યારે 48 કલાકમાં ફરી એક વીડિયો સામે આવ્યો છે. મળતી જાણકારી પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાય પર લાંછન લગાવતા વધુ એક વીડિયોથી અત્યારે ચકચાર મચી ગઈ છે. નોંધનીય છે કે, માત્ર 48 કલાકમાં વધુ એક લંપટ સ્વામીનો વીડિયો વાયરલ થયો છે. એક સ્વામી, સાધુ અને સંતને લાંછન લગાડતું કામ આ સ્વામીએ કર્યું છે. અહીં પ્રશ્નએ થાય છે કે, આવી લંપટ લીલા કરતા એ થોડી પણ શરમ નહીં આવી હોય? આ સ્વામી નથી પરંતુ સંત, સનાતન અને સ્વામી પરંપરાને લજવતો એક શેતાન છે.
ગઢડાના સ્વામીનો બિભત્સ વીડિયો થયો વાયરલ
મળતી વિગતો પ્રમાણે વડતાલના સત્યસ્વરૂપ બાદ ગઢડાના સ્વામી (Gadhada swami)નો બિભત્સ વીડિયો વાયરલ થયો છે. વિગતે વાત કરવામાં આવે તો ગઢડાના ભગવતપ્રસાદ દાસજી નામના સાધુનો બિભત્સ વીડિયો અત્યારે સામે આવ્યો છે. આ હેવાન અને સંત પરંપરાને લજવતો સ્વામી ગઢડાના ચેરમેન હરજીવન સ્વામી અને ભાનુસ્વામીના મંડળના છે. નોંધનીય છે કે, સ્વામીનો કથિત વીડિયો વાયરલ થતા હરિભક્તોમાં નારાજગી વ્યાપી છે. પરંતુ શું આ સ્વામી સામે કોઈ આકરા પગલા લેવાશે? કારણ કે, ગઢડાના સ્વામીરૂપમાં શેતાનનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી જવા પામ્યો છે.
સંત પરંપરાને લાંછન લાગવતો આ સાધુ સંત કહેવાય ખરો?
નોંધનીય છે કે, જે વીડિયો અત્યારે વાયરલ થયો છે તેમાં આ લંપટ સંત વધુ એક સંત જોડે જ શારીરિક સંબંધ બાંધતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. જેથી અત્યારે વાયરલ વીડિયોને લઈને લંપટ સ્વામી વિરુદ્ધ કાર્યવાહીની માગ થઈ રહીં છે. સનાતન સંસ્કૃતિ અને સંત પરંપરાને લાંછન લાગવતો આ સાધુ સંત કહેવાને લાયક જ નથી. આવા સાધુઓ જ સનાતન સંસ્કૃતિને લાંછન લગાવી રહ્યા છે. આવા સંતોને પોતાને સાધુ કહેવડાવાનો કોઈ જ અધિકાર નથી. એટલું જ નહીં પરંતુ સંતો પાસે તમારા બાળકોને મુકતા પહેલા એકવાર નહીં પરંતુ હજાર વખત વિચાર કરજો. કારણે કે, અહીં સાધુના વેશમાં હેવાનો બેઠા હોય છે.
વડતાલ બાદ હવે ગઢડા મંદિરના સંતો ઘટનાને દબાવવા પ્રયાસ
વીડિયોના દ્રશ્યોને અહીં શબ્દોમાં લખી શકાય તેમ પણ નથી. તેવું કૃત્ય આ સંત કરી હ્યા છે. વાયરલ વીડિયોમાં જે દ્રશ્યો છે તે અમે અહીં લખી પણ નથી શકતા. જેથી તમારા સંતાનોને આવા સ્વામીઓ પાસે મોકલતા પહેલા વિચારજો કે તે સ્વામી ખરેખર સ્વામી જ છે કે, પછી સાધુના વેશમાં હેવાન છે! અહીં મોટી વાત તો એ છે કે, વડતાલ બાદ હવે ગઢડા મંદિરના સંતો ઘટનાને દબાવવા પ્રયાસ પણ કરી રહ્યાં છે! એટલું જ નહીં પરંતુ ઘટના બનતા સ્વામિનારાયણ સંપ્રદાયના મોટા સંતો ભૂગર્ભમાં જતા રહ્યા છે. નોંધનીય છે કે, આવા હેવાન સંતોના કારણે જ સમગ્ર સંપ્રદાય બદનામ થઈ રહ્યો છે.