ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Morbi : યુવક પર અત્યાચારના કેસમાં વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબાનું સરેન્ડર

મોરબીમાં યુવક પર અત્યાચારનો કેસ આરોપી વિભૂતિ ઉર્ફે રાણીબાનું સરેન્ડર ઓમ અને રાજ પટેલની પણ ધરપકડ પગાર મુદ્દે યુવકને ચટાવ્યા હતા જૂત્તાં અત્યાર સુધીમાં કુલ 4 આરોપીની ધરપકડ અન્ય એક આરોપી હાલ જેલ હવાલે મોરબીમાં યુવક પર થયેલા અત્યાચારના કેસમાં...
12:48 PM Nov 27, 2023 IST | Vipul Pandya

મોરબીમાં યુવક પર અત્યાચારનો કેસ
આરોપી વિભૂતિ ઉર્ફે રાણીબાનું સરેન્ડર
ઓમ અને રાજ પટેલની પણ ધરપકડ
પગાર મુદ્દે યુવકને ચટાવ્યા હતા જૂત્તાં
અત્યાર સુધીમાં કુલ 4 આરોપીની ધરપકડ
અન્ય એક આરોપી હાલ જેલ હવાલે

મોરબીમાં યુવક પર થયેલા અત્યાચારના કેસમાં મુખ્ય આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. રાણીબાના નામે ઓળખાતી વિભૂતિ પટેલે પગારના મુદ્દે યુવકને જૂતા ચટાવ્યા હતા અને આ મામલો ગરમાયો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી અત્યાર સુધી ચાર આરોપીને ઝડપી લીધા છે.

વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા,ઓમ પટેલ અને રાજ પટેલને પોલીસે ઝડપી પાડયા

તાજેતરમાં મોરબીમાં અનુસૂચિત સમાજના યુવાનને પગાર મામલે માર મારી ચપ્પલ મોઢામાં લેવા મજબૂર કરવાનો મામલો અતિ ચકચારી મામલો બહાર આવ્યો હતો. આ ગુનાના મુખ્ય આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા,ઓમ પટેલ અને રાજ પટેલ ને પોલીસે ઝડપી પાડયા છે. અગાઉ ડી ડી.રબારી નામના આરોપીને પોલીસ ઝડપી પાડયો હતો. ડી. ડી.રબારીને પોલીસે કોર્ટમાં રજૂ કરતા જેલ હવાલે કરવાનો કોર્ટે હુકમ કર્યો હત. આ કેસમાં અત્યાર સુધી કુલ ચાર આરોપીને પોલીસ ઝડપી પાડ્યા છે.

રાણીબા પોતાની જાતને લેડી ડોન ગણાવે છે

વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા પોતાની જાતને લેડી ડોન ગણાવે છે. તે મોરબીમાં સિરામિક એક્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલી છે. તેની લાઇફ સ્ટાઇલ પણ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની છે. તેના વીડિયોએ લોકોમાં તહેલકો મચાવ્યો છે. તેની ફોર્ચ્યુનર ગાડી પર રાણી બા લખેલું છે અને તેમના સોશિયલ એકાઉન્ટમાં એવા ઘણા વીડિયોછે જે દર્શાવે છે કે તે રાયલ લાઇફ જીવવામાં માને છે. મોંઘીદાટ ગાડીઓમાં રોફ મારતી રાણીબા એક વીડિયોમાં તલવારથી જાહેરમાં કેક કાપી રોફ જમાવતી પણ જોવા મળે છે.

પૈસા માગતા તેને ઓફિસે બોલાવી ઢોર માર માર્યો

રાણીબા ઇન્ડસ્ટ્રીઝના માલિક વિભૂતિ પટેલ સામે આરોપ હતો કે તેણે 16 દિવસમાં જ યુવકને નોકરીમાંથી કાઢી મુક્યો હતો અને યુવકે પગારના પૈસા માગતા તેને ઓફિસે બોલાવી ઢોર માર માર્યો હતો. યુવકને માર મારવાના મામલે વિભૂતિ સહિત 12 લોકો સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો મુજબ ગુનો નોંધાયો હતો અને ત્યારબાદ તે ભૂગર્ભમાં ઉતરી ગઇ હતી.

આ પણ વાંચો---AHMEDABAD : શિવરંજની પાસે બેફામ બસચાલકે યુવતીને રસ્તા વચ્ચે કચડી મારી

Tags :
molestation casemorbiMorbi PoliceRanibaVibhuti Patel
Next Article