જો તમારામાં હિંમત હોય તો ચીન પર Surgical strike કરો : ઓવૈસી
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી ( Asaduddin Owaisi) એ ભાજપને ચીન પર સર્જિકલ સ્ટ્રાઈક (Surgical Strike) કરવાનો પડકાર ફેંક્યો છે. તેમણે ભાજપના પ્રદેશ અધ્યક્ષ બંદી સંજયના તે દાવા પર વળતો પ્રહાર કર્યો કે જેમા તેમણે કહ્યું હતું કે, "તેલંગાણાના જૂના શહેરમાં સર્જિકલ સ્ટ્રાઈક" કરી હતી. 2020 માં, એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે, બંદી સંજય કુમારે કહ્યું હતું કે, શાસક ભારત રાષ્ટ્ર સમિતિ (TRS) અને AIMIM અધ્યક્ષ ઓવૈસી રોહિંગ્યા, પાકિસ્તાની અને અફઘાન મતદારોની મદદથી GHMC ચૂંટણી જીતવાનો પ્રયાસ કરી રહ્યા છે.
હિંમત હોય તો ચીન પર સર્જિકલ સ્ટ્રાઈક કરો : ઓવૈસી
બંદી સંજય કુમારે ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે પ્રચાર કરતા કહ્યું કે, "GHMCની ચૂંટણી પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને રોહિંગ્યાઓના મતદારો વિના થવી જોઈએ. ચૂંટણી જીત્યા પછી, અમે જૂના શહેરમાં સર્જિકલ સ્ટ્રાઈક કરીશું." મંગળવારે સાંગારેડીમાં એક જાહેર સભાને સંબોધતા AIMIMના વડાએ કહ્યું કે, "તેઓ કહે છે કે જૂના શહેરમાં સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવશે. જો તમારામાં હિંમત હોય તો ચીન પર સર્જિકલ સ્ટ્રાઈક કરો." ઓવૈસીએ કેસીઆર અને એઆઈએમઆઈએમ (KCR & AIMIM) વચ્ચે ગુપ્ત સમજૂતીના આરોપોને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, જો સ્ટીયરીંગ મારા હાથમાં છે તો તમને (અમિત શાહ) શા માટે દુ:ખ થાય છે? ઓવૈસીએ કહ્યું કે, મંદિરો માટે કરોડો રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા અને તેઓ (અમિત શાહ) કહે છે કે સ્ટીયરીંગ મારા હાથમાં છે, જો સ્ટીયરીંગ મારા હાથમાં છે તો તમને દુઃખ કેમ થાય છે?
#WATCH मंदिरों के लिए करोड़ो रुपए अनुमोदित हुए और ये(अमित शाह) बोलते हैं कि स्टीयरिंग मेरे हाथ में है, अगर मेरे हाथ में स्टीयरिंग है तो आपको क्यों दर्द होता है?...ये बोलते हैं ओल्ड सिटी में सर्जिकल स्ट्राइक करेंगे। हम क्या चूड़ियां पहन कर बैठे हैं। अगर दम है तो चीन पर सर्जिकल… pic.twitter.com/4fnrdIRYtd
— ANI_HindiNews (@AHindinews) May 30, 2023
અમિત શાહનો ઓવૈસી અને KCR વચ્ચે સાંઠગાંઠનો આરોપ
અગાઉ 23 એપ્રિલે કર્ણાટકના ચેવેલામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની 'સંકલ્પ સભા'ને સંબોધિત કરતી વખતે અમિત શાહે AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસી અને KCR વચ્ચે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, "એવી સરકાર જેનું સ્ટીયરિંગ વ્હીલ મજલીસ (ઓવૈસી) સાથે છે. તે તેલંગાણાને ક્યારેય ચલાવી શકે નહીં. અમે મજલિસથી ડરતા નથી. મજલિસ તમારા (બીઆરએસ) માટે મજબૂરી છે, ભાજપ માટે નહીં. તેલંગાણા સરકારે કામ કરવું જોઈએ. રાજ્યના લોકો અને ઓવૈસી માટે નહીં."
વિપક્ષની એકતા દેખાડ્યો અરિસો
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, "કોંગ્રેસે જાહેરાત કરી છે કે જો તે સત્તામાં આવશે તો 10 કરોડના રોકાણથી દરેક વિધાનસભામાં 100 રામ મંદિરો બનાવશે. જો તમે મંદિરો બનાવશો તો અન્ય ધર્મના લોકો શું કરશે. અન્ય ધર્મના લોકોને શું ન્યાય નહીં મળે. પણ લબ્જ-એ-મુસલમાન તેમના મોઢામાંથી નીકળતું નથી. ભાજપને હરાવવા હોય તો વિચારધારા પર હરાવો. જો તેઓ ઠુમરી તલૈયા કરતા રહેશે તો તેનાથી ભાજપને હરાવી નહીં શકાય. કોંગ્રેસ કહે છે કે, ઓવૈસી તેમની સાથે છે, અરે તમે મને કહો કે તમે કોની સાથે છો."
આ પણ વાંચો - PM મોદીના 9 વર્ષ પૂર્ણ, દેશની જનતા માટે જાણો કેટલી યોજનાઓ લઇને આવી કેન્દ્ર સરકાર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ