Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરેન્દ્રનગર : પોલીસને મળી મોટી સફળતા, નકલી નોટ બનાવતી ગેંગ ઝડપાઈ

સુરેન્દ્રનગરની બજારોમાં નકલી નોટો આવી હોવા અંગે એસઓજી ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં વઢવાણમાંથી મોટી રકમ સાથે આરોપીઓને ઝડપી પડાયા હતા. જેમની પુછપરછ અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. આમ ઝાલાવાડમાં નકલી નોટ બજારમાં ફરતી થાય પહેલા ઝબ્બે...
સુરેન્દ્રનગર   પોલીસને મળી મોટી સફળતા  નકલી નોટ બનાવતી ગેંગ ઝડપાઈ

સુરેન્દ્રનગરની બજારોમાં નકલી નોટો આવી હોવા અંગે એસઓજી ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં વઢવાણમાંથી મોટી રકમ સાથે આરોપીઓને ઝડપી પડાયા હતા. જેમની પુછપરછ અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. આમ ઝાલાવાડમાં નકલી નોટ બજારમાં ફરતી થાય પહેલા ઝબ્બે થઇ ગઇ હતી. જેમાં તપાસના અંતે શનિવારે ટીમને મોટી સફળતા હાથ લાગી હતી. જેમાં વઢવાણમાંથી આરોપીઓને નકલી નોટોની મોટી રકમ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.

Advertisement

બજારોમાં નકલી નોટો ઘુસાડી અર્થ તંત્રને નુકશાન પહોંચાડાતુ હોય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની બજારોમાં નકલી નોટો ફરતી કરાતી હોવાની બાતમીના આધારે એસપીની સુચનાથી સુરેન્દ્રનગર જિલ્લા એસઓજી ટીમે ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી અને આરોપીઓને ઝડપી પડ્યા હતા. જ્યારે તેમની પાસેથી પકડાયેલો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓને લઇ એસઓજી ટીમે પુછપરછ હાથ ધરવામાં આવી હતી.

Advertisement

નકલી નોટોને ઝડપી પાડવામાં એસઓજી ટીમને સફળતા મળી હતી. આ આરોપીઓને હલા એસઓજી ટીમે ઝબ્બે કરી તેમની પાસેથી આ નોટો ક્યાંથી આવી કોને આપી પોતે છાપતા હતા કે શું? તે સહિત પુછપરછ કાર્યવાહી હાથ ધરાઇ હતી.

આ પણ વાંચો : રાજ્યમાં અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ, ભાવનગરમાં વીજળીથી બેનાં મોત

Advertisement

Tags :
Advertisement

.