Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

અહેવાલ -ઉદય જાદવ ,સુરત  સુરત શહેરમાં આજે ભારે વરસાદ વરસ્યો હતો જેને પગલે કડોદરા - સુરત હાઇવે ના રોડ ઉપર તેમજ કડોદરા સંજીવની હોસ્પિટલ બહાર અને કડોદરા લાકડાવાળા કોમ્પ્લેક્સમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી હતી સુરત શહેરમાં અનરાધાર વરસાદ...
surat   ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

અહેવાલ -ઉદય જાદવ ,સુરત 

Advertisement

સુરત શહેરમાં આજે ભારે વરસાદ વરસ્યો હતો જેને પગલે કડોદરા - સુરત હાઇવે ના રોડ ઉપર તેમજ કડોદરા સંજીવની હોસ્પિટલ બહાર અને કડોદરા લાકડાવાળા કોમ્પ્લેક્સમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી હતી

સુરત શહેરમાં અનરાધાર વરસાદ

Advertisement

હવામાન વિભાગની આગાહી મુજબ આજે સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સુરતમાં વહેલી સવારથી જ અનરાધાર વરસાદને પગલે જનજીવન ખોરંભે ચડ્યું હતું. તો બીજી તરફ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી હતી જેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

Advertisement

સુરતમાં ધોધમાર વરસાદને કારણે કડોદરા વિસ્તારમાં આવેલી સંજીવની હોસ્પિટલ બહાર પણ પાણી ભરાઈ ગયા હતા જેને લઈને હોસ્પિટલમાં આવતા દર્દીઓ, સગા સબંધીઓ તેમજ તબીબોને હાલાકી પડી હતી.

Image preview

તો બીજી તરફ કડોદરા ચાર રસ્તા ખાતે આવેલા લાકડાવાળા કોમ્પ્લેક્સમાં પણ પાણી ભરાઈ ગયા હતા. અહી આવેલી દુકાનોમાં પાણી ભરાઈ જતા દુકાનદારોને હાલાકી ભોગવવી પડી હતી. દુકાન માલિકો અને કર્મચારીઓ દ્વારા દુકાનમાંથી જાતે પાણીનો નિકાલ કરતા નજરે ચડ્યા હતા તો બીજી તરફ ભારે વરસાદને લઈ કડોદરા - સુરત હાઇવે ના રોડ ઉપર પાણી ભરાઈ ગયા હતા સુરત શહેર જતાં મુખ્ય હાઇવે ના રસ્તા ઉપર પાણી ફરી વળતા લોકોને હાલાકી પડી હતી. બીજી તરફ પાણી ભરાતાં ટ્રાફિક સર્જાયો હતો.

આ પણ વાંચો-JETPUR : જામકંડોરણાના હરિયાસણ ગામના સરપંચ નરેન્દ્ર સાવલિયાની લુખ્ખાગીરી !

Tags :
Advertisement

.