Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat: Navratri માં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે Police Alert

નવરાત્રીના દિવસોને હવે ગણતરીના દિવસો બાકી પોલીસ દ્વારા શુ તૈયારીઓ કરવામાં આવી છે ગુજરાત ફર્સ્ટની ટીમે ડીસીપી હેતલ પટેલ સાથે કરી વાતચીત Surat : નવરાત્રી(Navratri)ના દિવસોને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બધી જગ્યાએ પ્રથમ રહેતું સુરત(Surat)નવરાત્રીમાં કઈ રીતે...
surat  navratri માં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે police alert
  • નવરાત્રીના દિવસોને હવે ગણતરીના દિવસો બાકી
  • પોલીસ દ્વારા શુ તૈયારીઓ કરવામાં આવી છે
  • ગુજરાત ફર્સ્ટની ટીમે ડીસીપી હેતલ પટેલ સાથે કરી વાતચીત

Surat : નવરાત્રી(Navratri)ના દિવસોને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બધી જગ્યાએ પ્રથમ રહેતું સુરત(Surat)નવરાત્રીમાં કઈ રીતે પાછળ રહી શકે. સુરત શહેરમાં ઠેર ઠેર જગ્યાએ ગરબાના આયોજકો દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગરબા માં મોટી સંખ્યામાં સુરતીજનો ગરબો નિહાળવા પહોંચતા હોય છે અને સાથે સાથે સુરત(Surat)માં યોજાતા ગરબા(GarbaSecurity)માં વિદેશીઓની પણ હલચલ જોવા મળે છે. રાજકોટની ઘટના ઘટી ત્યારથી સમગ્ર ગુજરાતનું તંત્ર જાગી ગયું છે અને મોટી સંખ્યામાં કાર્યવાહીના આદેશો પણ આપી દેવાયા છે. હાલ આ તમામ બાબતે સુરત પોલીસ દ્વારા શુ તૈયારીઓ કરવામાં આવી છે તે માટે ગુજરાત ફર્સ્ટ ની ટીમ દ્વારા સુરત પોલીસના સ્પેશિયલ બ્રાન્ચ ના ડીસીપી હેતલ પટેલ સાથે વાતચીત કરી હતી અને વધુ માહિતી મેળવી હતી.

Advertisement

આયોજકોને પરવાનગી આપવામાં આવશે.

ગત વર્ષની વાત કરવામાં આવે તો સુરત (Surat) શહેરમાં 17 જેટલા ગરબા આયોજકોને પરવાનગી આપવામાં આવી હતી ત્યારે આ વર્ષે 13 જેટલા આયોજકોએ પરવાનગી માંગી છે.રાજકોટની ઘટનામાં જે હોનારત ઘટ્યો તે અનુસંધાને સુરત પોલીસ દ્વારા પણ તમામ તકેદારીઓ રાખવામાં આવી છે. જ્યાં સુધી સુરત મહાનગરપાલિકા ફાયર વિભાગ,અન્ય લાગતા વળગતા તંત્ર દ્વારા પરવાનગી ન મળે ત્યાં સુધી અને સ્ટેબિલિટી સ્ટ્રક્ચર એન્ટ્રી એક્ઝિટ ના અલગ અલગ પોઇન્ટોની ચકાસણી બાદજ આયોજકોને પરવાનગી આપવામાં આવશે.

આ પણ  વાંચો -VADODARA : બિચ્છુ ગેંગના માથાભારે બોડિયા અને તડબુચની સંપત્તિ ટાંચમાં લેશે ક્રાઇમ બ્રાન્ચ

Advertisement

ગરબાના સમયે ખડે પગે  તૈનાત  રહેશે.

બીજી તરફ વાત કરવામાં આવે તો જ્યારે મોટી સંખ્યામાં લોકો ગરબાનો આનંદ લેવા જતા હોય છે ત્યારે કેટલાક આસામાજિક તત્વો દ્વારા ચેનચાળા પણ કરાતા હોય છે આ તમામ સંદર્ભે સુરત પોલીસ દ્વારા શી ટીમની જે મહિલાઓ છે તેમને ખાનગી વેશ માં ગરબામાં મૂકવામાં આવશે સીસીટીવી દ્વારા તમામ ઉપર નજર રાખવામાં આવશે જ્યાં ઓપન કમ્પાઉન્ડમાં ગરબાઓ થાય છે ત્યાં ડ્રોન કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે મોટી સંખ્યામાં એસીપી અને પી.આઈ.ઓ આ ગરબાના સમયે ખડે પગે ઉભા રહેશે.

આ પણ  વાંચો -Gir Somnath: કલેક્ટરના ત્રાસથી માયાબેને જીવ ગુમાવ્યો: વિમલ ચુડાસમા

Advertisement

મહિલાઓ મોટી સંખ્યામાં ગરબે ઝુમવા આવતા હોય છે

બીજી તરફ મહિલાઓ મોટી સંખ્યામાં ગરબે ઝુમવા આવતા હોય છે ત્યારે મોડી રાત્રે જો તેમને ક્યાંય પણ તકલીફ પડે તો અજાણ્યાનો સંપર્ક કરતા પહેલા તમે સુરત પોલીસનો સંપર્ક કરજો સુરત પોલીસની પીસીઆર તાત્કાલિક ધોરણે તમારી પાસે પહોંચી તમને તમારા ઘર સુધી પહોંચાડવામાં મદદ કરશે. અવારનવાર આપણે જોયું છે કે નવરાત્રીમાં જ્યારે લોકો ગરબા રમતા હોય છે ત્યારે વિધર્મીઓ ગરબામાં ઘૂસી લોકો સાથે હોબાળો પણ કરતા હોય છે આ તમામ બનાવો અંગે પૂછતા તેમને જણાવ્યું કે કોઈએ પણ કાયદો પોતાના હાથમાં લેવું નહીં જો તમને કોઈપણ વ્યક્તિ પર થોડીક પણ શંકા જાય તમે તાત્કાલિક ધોરણે ત્યાં હાજર પોલીસ ટીમને જાણ કરો તે તેમના વિરોધમાં કાયદાકીય કાર્યવાહી કરશે પરંતુ કોઈ પણ લોકોએ કાયદો પોતાને હાથમાં લેવું નહીં.

Tags :
Advertisement

.