Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Tania suicide case : તાનિયાને ક્યા ક્રિકેટર સાથે સંપર્ક હતો ?

Tania suicide case : સુરતની મોડલ તાનિયા આપઘાત કેસ (Tania suicide case ) માં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. મોડલ તાનિયા એક ક્રિકેટરના સંપર્કમાં હતી અને તેણે છેલ્લો કોલ પણ આ ક્રિકેટરને કર્યો હતો. સુરત પોલીસ સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ કરી...
tania suicide case   તાનિયાને ક્યા ક્રિકેટર સાથે સંપર્ક હતો

Tania suicide case : સુરતની મોડલ તાનિયા આપઘાત કેસ (Tania suicide case ) માં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. મોડલ તાનિયા એક ક્રિકેટરના સંપર્કમાં હતી અને તેણે છેલ્લો કોલ પણ આ ક્રિકેટરને કર્યો હતો. સુરત પોલીસ સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે.

Advertisement

રહસ્યમય સંજોગોમાં તાનિયાનો આપઘાત

સુરતની મોડલ તાનિયા ભવાનીસિંગ મુળ રાજસ્થાનની હતી અને સુરતના વેસુમાં રહીને મોડલિંગના ક્ષેત્રમાં કામ કરી રહી હતી. તેણે રાત્રે જ પોતાના ઘરમાં આપઘાત કરી લીધો હતો. સવારે પરિવારે પોતાની દિકરીનો મૃતદેહ જોયો હતો. 28 વર્ષીય તાનિયા ફેશન ડિઝાઇનીંગ અને મોડલિંગ કરતી હતી તેના કાનમાંથી ઇયર ફોન પણ મળ્યા હતા. પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણમાં તાનિયાએ આપઘાત કર્યો હોવાનું જાણવા મળતાં સુરત પોલીસે તપાસ શરુ કરી હતી. આપઘાત કર્યો તે રાત્રે ઘેર મોડી આવી હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું હતું.

Advertisement

તાનિયા IPL પ્લેયર અભિષેક શર્માના સંપર્કમાં

દરમિયાન, સુરત પોલીસની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો કે તાનિયા IPL પ્લેયર અભિષેક શર્માના સંપર્કમાં હતી. તાનિયાના કોલ ડીટેલમાં અનેક રાઝ ખુલ્યા હતા જેમાં જાણવા મળ્યું કે તાનિયા અભિષેકના સંપર્કમાં હતી અને તેણે આપઘાત પૂર્વે અભિષેકને ફોન પણ કર્યો હતો. સુરની વેસુ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ માટે અભિષેકને પૂછપરછ માટે બોલાવ્યો છે.

Advertisement

અભિષેક સનરાઇઝ હૈદરાબાદનો ખેલાડી

ઉલ્લેખનિય છે કે અભિષેક સનરાઇઝ હૈદરાબાદનો ખેલાડી છે અને આઇપીએલમાં રમે છે. તેનો તાનિયા સાથે શું સંબંધ હતો, છેલ્લે બંને વચ્ચે શું વાતચીત થઇ હતી તે હિતના મુદ્દા પર અભિષેકની પૂછપરછ કરાશે તેમ પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

આ પણ વાંચો-----AHMEDABAD : SG હાઇવે પર ગોઝારો અકસ્માત, ડમ્પરચાલકે અડફેટે લેતા બાઇકસવાર બે પૈકી એકનું મોત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.