Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat: ભાજપના કોર્પોરેટરના પુત્રની દાદાગીરી, મનપાની ટીમને જાનથી મારવાની ધમકી આપી

Surat: સુરતમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની દાદાગીરી સામે આવી છે. મળતી વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો અહીં કોર્પોરેટર દ્વારા ગેરકાયદેસરનું બાંધકામ કરવામાં આવ્યું હતું. જેથી તે બાંધકામને તોડવા માટે પાલિકાની ટીમ પહોંચી હતી. નોંધનીય છે કે, ગેરકાયદેસર બાંધકામ તોડવા ગયેલી...
surat  ભાજપના કોર્પોરેટરના પુત્રની દાદાગીરી  મનપાની ટીમને જાનથી મારવાની ધમકી આપી

Surat: સુરતમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની દાદાગીરી સામે આવી છે. મળતી વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો અહીં કોર્પોરેટર દ્વારા ગેરકાયદેસરનું બાંધકામ કરવામાં આવ્યું હતું. જેથી તે બાંધકામને તોડવા માટે પાલિકાની ટીમ પહોંચી હતી. નોંધનીય છે કે, ગેરકાયદેસર બાંધકામ તોડવા ગયેલી પાલિકાની ટીમને ભાજપના કોર્પોરેટરના પુત્રએ ધાક-ધમકીઓ આપી આપી અને કામગીરીમાં બાધ નિર્માણ કર્યું હતું. નોંધનીય છે કે, માતા સત્તામાં હોવાથી પુત્રએ તમામ કાયદાઓ નેવે મુકી દીધા હતા.

Advertisement

મનપાની ટીમને જાન થી મારી નાખવાની ધમકી આપી

બમરોલીના કોર્પોરેટર ગીતા રબારીના પુત્ર મયુર રબારીની દાદાગીરી સામે આવી છે. તોડવા ગયેલી સુરત મનપાની ટીમને ભ્રષ્ટાચારમાં નાખી દેવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ માતા કોપોર્રેટર છે એટલે મને કઈ નહીં થાય તેવી ઘાક રાખીને મનપાની ટીમને જાન થી મારી નાખવાની ધમકી પણ આપી આપી. નોંધનીય છે કે, ધમકીને લઇ મનપા ની ટીમે પાંડેસરા પોલીસ મથકમાં મેહુલ વિરુદ્ધ લેખિતમાં અરજી કરીને કાર્યવાહીની માગ કરી કરી છે.  કારણ કે, એક તો ગેરકાયદેસરનું બાંધકામ કરવું છે અને પાછું તેની સામે કાર્યવાહી કરવામાં આવે તો દાદાગીરી કરવી છે. આ કેટલું યોગ્ય છે?

માતાના કોર્પોરેટર હોદ્દાનો પુત્રએ રોફ જમાવ્યો

સુરતમાં આમ ખુલ્લી રીતે પોતાની માતાના હોદ્દાનો પુત્રએ રોફ જમાવ્યો છે. મનપાની ટીમે ફરિયાદમાં જણાવ્યું કે, જ્યારે તેઓની ટીમ ગેરકાયદેસરનું બાંધકામ તોડવા માટે પહોંચી ત્યારે બમરોલીના કોર્પોરેટર ગીતા રબારીના પુત્ર મયુર રબારીએ આજુબાજુના લોકોને બોલાની કામગીરીમાં બાધ ઉત્પન્ન કરી હતી. આ સાથે સાથે તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી. નોંધનીય છે કે, અત્યાકે મનપા ની ટીમે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં બમરોલીની બીજેપી કોર્પોરેટરના પુત્ર સામે ફરિયાદ નોંધાવીને કાર્યવાહીની માગ કરી છે. આવી રીતે સરકારી કામમાં બાધ ઉત્પન્ન કરવી અને અધિકારીઓને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવી કેટલી યોગ્ય છે?

Advertisement

આ પણ વાંચો: SURAT: ભાજપના નેતા કરી રહ્યા હતા અગ્નિકાંડ 2 ની તૈયારી? ફાયર વિભાગ પહોચ્યું અને…

આ પણ વાંચો: BHARUCH: લ્યો બોલો! ભરૂચની સરકારી કચેરીઓમાં ફાયર એક્સટિંગ્યુશર બોટલો રીન્યુ જ નથી કરાઈ

આ પણ વાંચો: GUJARAT: રાજ્યમાં 25 થી 30 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફુકાશે, ગરમીથી મળશે આંશિક રાહત

Advertisement

.