Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat : માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, ત્રીજા માળેથી 7 વર્ષીય બાળક પટકાતા થયું મોત

સુરતમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો ઓલપાડનાં ઉમરા ગામે ત્રીજા માળેથી 7 વર્ષનું બાળક પટકાતા મોત થયું બાળકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મોત સમગ્ર ઘટનાની જાણ ઓલપાડ પોલીસને કરવામાં આવી સુરતમાંથી (Surat) માતા-પિતા માટે એક લાલબત્તી સમાન કિસ્સો...
04:18 PM Aug 05, 2024 IST | Vipul Sen
  1. સુરતમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો
  2. ઓલપાડનાં ઉમરા ગામે ત્રીજા માળેથી 7 વર્ષનું બાળક પટકાતા મોત થયું
  3. બાળકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મોત
  4. સમગ્ર ઘટનાની જાણ ઓલપાડ પોલીસને કરવામાં આવી

સુરતમાંથી (Surat) માતા-પિતા માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ઓલપાડનાં (Allpad) ઉમરા ગામે મકાનનાં ત્રીજા માળેથી 7 વર્ષનું માસૂમ બાળક પટકાયું હોવાની હચમચાવે એવી ઘટના બની છે. બાળકને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા બાળકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. પરંતુ, સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટનાની જાણ થતાં ઓલપાડ પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Gandhinagar : ન. પા. વોર્ડ નંબર 3 નાં BJP ઉમેદવારને લઈ કોંગ્રેસનાં આકરા પ્રહાર

7 વર્ષનું બાળક ગેલેરીમાં રમતા રમતા નીચે પટકાયું

સુરતનાં (Surat) ઓલપાડનાં ઉમરા ગામે (Umra Village) એક ગોઝારી ઘટના બની છે. માહિતી મુજબ, ઘરનાં ત્રીજા માળે આવેલી ગેલેરીમાં એક 7 વર્ષનું બાળક રમી રહ્યું હતું. દરમિયાન, રમતા રમતા બાળક ગેલેરીમાંથી નીચે પટકાયું હતું. નીચે પટકાતા બાળકને માથાનાં ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. પરિવારજનો બાળકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. જો કે, સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું છે.

આ પણ વાંચો - અમદાવાદ યુનિવર્સિટીમાં NSUI ના સભ્યો મોટી સંખ્યામાં પહોંચ્યા, સૂત્રોચ્ચાર કરી નોંધાવ્યો ઊગ્ર વિરોધ

હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત

આ મામલે ઓલપાડ પોલીસને (Allpad Police) જાણ કરવામાં આવી હતી. આથી, પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, મૃતક બાળકનું નામ પ્રતિક મનોજકુમાર મહતો હોવાનું જાણવા મળ્યું છે. ઓલપાડ પોલીસે આ મામલે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે માસૂમ બાળકના મોતથી પરિવાર સહિત સમગ્ર ગામમાં ગમગીની છવાઈ છે.

આ પણ વાંચો - Rajkot Gamezone Fire : પૂર્વ TPO સાગઠિયાએ HC નાં સ્ટે છતાં મંજૂર કર્યા પ્લાન! ખુલ્યો વધુ એક કાંડ!

Tags :
7-year-old child fell downAllpad policeGujaratFirstGujarati NewsSuratUmra village
Next Article