Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : કોલેજના વિદ્યાર્થીઓને લઈને જતી વાન ઝાડ સાથે અથડાતા 3ના મોત

અહેવાલ---ઉદય જાદવ, સુરત સુરત (Surat) જિલ્લામાં ઇસનપુર ગામની હદમાં અકસ્માત (accident)ની ઘટના બની છે. કોલેજના વિદ્યાર્થીઓને લઈને જતી વાન ઝાડ સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતની ઘટનામાં ૩ વિદ્યાર્થીઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે તો બીજી તરફ...
surat   કોલેજના વિદ્યાર્થીઓને લઈને જતી વાન ઝાડ સાથે અથડાતા 3ના મોત
અહેવાલ---ઉદય જાદવ, સુરત
સુરત (Surat) જિલ્લામાં ઇસનપુર ગામની હદમાં અકસ્માત (accident)ની ઘટના બની છે. કોલેજના વિદ્યાર્થીઓને લઈને જતી વાન ઝાડ સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતની ઘટનામાં ૩ વિદ્યાર્થીઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે તો બીજી તરફ બનાવની જાણ થતા ત્યાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું અને પોલીસ કાફલો અને ૧૦૮ની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી છે જયારે ઈજાગ્રસ્ત અન્ય ૫ જેટલા વિદ્યાર્થીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે
SURAT
ગાડીનો કચ્ચરધાણ વળી ગયો
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ખરવસા ઇસનપુર માર્ગ પર ઝાડ સાથે ઇકો ગાડીનો ગમખ્વાર અકસ્માત થયો છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીનો કચ્ચરધાણ વળી ગયો હતો. મળતી માહિતી મુજબ માલિબા કોલેજથી પરત માંડવી જતી વખતે કોલેજના વિદ્યાર્થીઓ લઇ જતી વાનનો ઝાડ સાથે અકસ્માત થયો હતો. ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા વાન ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ હતી. આ ઘટનામાં ૫ જેટલા વિદ્યાર્થીઓને બારડોલીની સરદાર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જયારે બે વિદ્યાર્થીઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.
SURAT_ACCIDENT

પોલીસ અને ૧૦૮ની ટીમ પણ ઘટના સ્થળે

અકસ્માતની ઘટનાને પગલે પોલીસ અને ૧૦૮ની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી આ ઉપરાંત સ્થાનિક લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા. અકસ્માતમાં એક વિદ્યાર્થીનીના કપડા પણ ફાટી ગયા હતા જેથી ૧૦૮ના ઈએમટી અખિલેશભાઈએ પોતાનું એપ્રોન પણ તેણીને આપી દીધું હતું.
ઈજાગ્રસ્તના નામની યાદી..
1. તનિસક પારેખ  રહે અડાજણ સુરત
2 મનશ્વી  મેરૂલીયા રહે. કતારગામ સુરત
3. સુમિત માધવણી  રહે બારડોલી
4. નિધિ પટેલ  રહે. નવસારી
૫. હેત્વી દિલીપ પટેલ  રહે. પી. એન. પાર્ક માંડવી
મૃતકના નામ 
૧] પારસ શાહ [રહે, નવાપરા માંડવી]
૨] જય અમરચંદ શાહ [રહે, કામરેજ]
૩] કીર્તન કુમાર ભાવસાર [રહે મહુવા]
Advertisement
Tags :
Advertisement

.