Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

‘સુપર નટવરલાલ’ Dhaniram Mittal માટીમાં ભળ્યા, તેમના વિરુદ્ધ નોંધાયા હતા 150 કેસ

Dhaniram Mittal: સુપર નટવરલાલ અને ઇન્ડિયા ચાર્લ્સ શોભરાજ નામથી જાણીતા કુખ્યાત ધનીરામ મિત્તલનું હોર્ટ એટેકથી મોત થયાના સમાચાર સામે આવ્યાં છે. તમને જણાવી દઈએ કે, મિત્તલને ભારતને સૌથી વિદ્વાન અને બુદ્ધિમાન અપરાધિઓમાનો એક માનવામાં આવે છે. કાયદામાં સ્નાતકની ડિગ્રી લેવી...
‘સુપર નટવરલાલ’ dhaniram mittal માટીમાં ભળ્યા  તેમના વિરુદ્ધ નોંધાયા હતા 150 કેસ

Dhaniram Mittal: સુપર નટવરલાલ અને ઇન્ડિયા ચાર્લ્સ શોભરાજ નામથી જાણીતા કુખ્યાત ધનીરામ મિત્તલનું હોર્ટ એટેકથી મોત થયાના સમાચાર સામે આવ્યાં છે. તમને જણાવી દઈએ કે, મિત્તલને ભારતને સૌથી વિદ્વાન અને બુદ્ધિમાન અપરાધિઓમાનો એક માનવામાં આવે છે. કાયદામાં સ્નાતકની ડિગ્રી લેવી અને હસ્તલેખન નિષ્ણાત અને ગ્રાફોલોજિસ્ટ હોવા છતાં, મિત્તલે ચોરી દ્વારા જીવન નિર્વાહ કરવાનું પસંદ કર્યું.

Advertisement

ધનીરામ વિરુદ્ધ 150 પોલીસ કેસ નોંધાયેલા છે

આ કુખ્યાત ધનીરામનો જન્મ 1939માં હરિયાણાના ભિવાનીમાં થયો હતો. તેના કારનામાની વાત કરવામાં આવે તો દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ચંદીગઢ અને પંજાબ જેવા વિવિધ રાજ્યોમાંથી 1000થી વધુ કારની ચોરી કરી હોવાનું મનાય છે. તે એટલો હોંશિયાર હતો કે તેણે ખાસ કરીને દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં આ ચોરીઓ દિવસના અજવાળામાં કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર વાત કરવામાં આવે તો ધનીરામ (Dhaniram Mittal) વિરુદ્ધ બનાવટી બનાવટના 150 કેસ નોંધાયેલા છે.

નકલી જજ બની 2270 આરોપીઓને જામીન આપી દીધા

મળતી વિગતો પ્રમાણે તે હુબહુ રાઈટિંગ કરવામાં માસ્ટર હતો. તેણે કાયદાની ડિગ્રી મેળવી હતી અને તે પોતાના કેસનો બચાવ કરતો હતો. તેણે બનાવટી દસ્તાવેજો દ્વારા રેલવેમાં નોકરી પણ મેળવી હતી અને 1968 થી 74 દરમિયાન સ્ટેશન માસ્ટર તરીકે પણ કામ કર્યું હતું. હદ ત્યારે થઈ જ્યારે પોતે નકલી પત્રની મદદથી જજ બન્યા અને 2270 આરોપીઓને જામીન આપી દીધા હતા. આ વાત 70 ના દાયકાની છે, જ્યારે ધનીરામે એક અખબારમાં ઝજ્જરના વધારાના ન્યાયાધીશ વિરુદ્ધ વિભાગીય તપાસના આદેશ વિશે સમાચાર વાંચ્યા. આ પછી તે કોર્ટ પરિસરમાં ગયો અને માહિતી એકઠી કરી અને એક પત્ર ટાઈપ કરીને ત્યાં સીલબંધ પરબીડિયામાં રાખ્યો. તેણે આ પત્ર પર હાઈકોર્ટના રજિસ્ટ્રારની નકલી સ્ટેમ્પ લગાવી, તેના પર સહી કરી અને વિભાગીય તપાસ કરી રહેલા જજના નામે પોસ્ટ કરી. આ પત્રમાં જજને બે મહિનાની રજા પર મોકલવાનો આદેશ હતો. ન્યાયાધીશ આ નકલી પત્ર સમજી ગયા અને રજા પર ગયા.

Advertisement

કોર્ટના તમામ સ્ટાફે ન્યાયાધીશ તરીકે સ્વીકારી પણ લીધા

નોંધનીય છે કે, ત્યારે બાદ તે જ અદાલકમાં હરિયાણા હાઈકોર્ટના નામે એક બીજો પત્ર આવ્યો જેમાં પેલા બે જજો રજા પર હોવાથી તેની જગ્યાએ નવા જજની નિમણૂક કરવામાં આવી હોવાનો આદેશ હતો. આ પછી ધનીરામ પોતે જજ તરીકે કોર્ટમાં પહોંચ્યા. કોર્ટના તમામ સ્ટાફે તેમને ન્યાયાધીશ તરીકે સ્વીકાર્યા. તેણે 40 દિવસ સુધી નકલી કેસોની સુનાવણી કરી અને હજારો કેસોનો નિકાલ કર્યો. ધનીરામે આ સમયગાળા દરમિયાન 2740 આરોપીઓને જામીન પણ આપ્યા હતા.

આ પણ વાંચો: CJI Dy Chandrachud: ભારતના મુખ્ય ન્યાયાધીશે કેન્દ્ર સરકારએ જાહેર કરેલા 3 નવા કાયદાના વખાણ કર્યા

આ પણ વાંચો: Odisha: ઓડિશામાં બની મોટી દુર્ઘટના, મહાનદીમાં 50 લોકો ભરેલી બોટ પલટતા 7 ના મોત

આ પણ વાંચો: Punjab Sangrur District Jail: જેલમાં કેદીઓ વચ્ચે તિક્ષ્ણ હથિયાર વડે મારામારી! 2 ના મોત, બે ગંભીર રીતે ઘાયલ

Advertisement
Tags :
Advertisement

.