Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Sunny Deol ના બંગલાની હરાજી નહી થાય, આ કારણે નોટિસ ઈશ્યુ થઈ હતી

બોલીવુડ અભિનેતા સની દેઓલની ફિલ્મ બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી રહી છે તેની વચ્ચે અભિનેતાના જૂહુ સ્થિત બંગલાની હરાજી થશે તેવા અહેવાલો સામે આવ્યા હતા. જોકે હવે આ મુદ્દે નવુ અપડેટ સામે આવ્યું છે. બેંક ઓફ બરોડાએ ઈ-ઓક્શનની નોટિસ...
sunny deol ના બંગલાની હરાજી નહી થાય  આ કારણે નોટિસ ઈશ્યુ થઈ હતી

બોલીવુડ અભિનેતા સની દેઓલની ફિલ્મ બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી રહી છે તેની વચ્ચે અભિનેતાના જૂહુ સ્થિત બંગલાની હરાજી થશે તેવા અહેવાલો સામે આવ્યા હતા. જોકે હવે આ મુદ્દે નવુ અપડેટ સામે આવ્યું છે. બેંક ઓફ બરોડાએ ઈ-ઓક્શનની નોટિસ પરત ખેંચી લીધી છે અને આવું ટેક્નિકલ કારણોસર થયું હોવાનું બેંકે જણાવ્યું છે.

Advertisement

બેંકે નોટિસ પરત ખેંચી

ઉલ્લેખનીય છે કે, બેંક ઓફ બરોડાએ સની દેઓલની વિલાની હરાજીનું વિજ્ઞાપન પ્રસિદ્ધ કર્યું હતું. સની દેઓલે બેંક પાસેથી એક મોટી રકમની લોન લીધી હતી. આ લોન માટે તેમણે મુંબઈના જૂહુ વિસ્તારમાં સ્થિત પોતાનું વિલા મોર્ટગેજ પર આપ્યું હતું. તે બાદ બદલામાં બેંકને તેમણે 56 કરોડ રૂપિયા ચુકવવાના હતા. આ લોક અને તેના પર લાગેલું વ્યાજ વસૂલવા માટે બેંકે આ પ્રોપર્ટીની હરાજી કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે હવે બેંકે ટેક્નિકલ કારણોસર આવું થયું હોવાનું જણાવી નોટિસ પરત ખેંચી છે.

ગદર-2એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી

સની દેઓલની ફિલ્મ ગદર-2 બોક્સ ઓફિસ રેકોર્ડ બ્રેક કમાણી કરી રહી છએ. ભારત જ નહી વિદેશમાં પણ સની દેઓલની ફિલ્મ સારી એવી કમાણી કરી રહી છે. તારા સિંહના કેરેક્ટરને 22 વર્ષ પછી પણ આજે અદ્ભુત પ્રેમ મળી રહ્યો છે. ગદર-2 હિન્દી સિનેમાની પાંચમી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.

Advertisement

આ પણ વાંચો : ગદર-2 બની હિન્દી સિનેમાની પાંચમી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Advertisement

Tags :
Advertisement

.