ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

SUNIEL SHETTY : માત્ર સુપરસ્ટાર નહીં પણ ચતુર ઉદ્યોગસાહસિક અને રોકાણકાર પણ છે

સુનીલ શેટ્ટી (Suniel Shetty) ને આપણે બધા બોલીવુડ (Bollywood)ના સુપરસ્ટાર તરીકે જાણીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે તે તેનાથી પણ વધુ સફળ ઉદ્યોગસાહસિક (entrepreneur) અને રોકાણકાર ( investor) છે? બોલિવૂડના અંબાણી (Ambani) તરીકે ઓળખાતા સુનીલ શેટ્ટી અને મુકેશ...
01:36 PM Jul 07, 2023 IST | Vipul Pandya
સુનીલ શેટ્ટી (Suniel Shetty) ને આપણે બધા બોલીવુડ (Bollywood)ના સુપરસ્ટાર તરીકે જાણીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે તે તેનાથી પણ વધુ સફળ ઉદ્યોગસાહસિક (entrepreneur) અને રોકાણકાર ( investor) છે? બોલિવૂડના અંબાણી (Ambani) તરીકે ઓળખાતા સુનીલ શેટ્ટી અને મુકેશ અંબાણી (Mukesh Ambani) તેમના પિતાના વારસાને આગળ વધારવામાં સમાન પૃષ્ઠભૂમિ ધરાવે છે. તમને નવાઇ લાગશે કે હાલ સુનીલ શેટ્ટીની નેટવર્થ 125 કરોડની છે..બોલીવૂડમાં ધમાકેદાર એક્ટિંગ કરીને સફળતા મેળવનારા સુનીલ શેટ્ટી હોટલ અને રિયલ એસ્ટેટ વ્યવસાયના સફળ ઉદ્યોગકાર પણ છે. આવો જાણીએ તેમના જીવન વિશે...
પિતા એક સાદા હોટેલીયર હતા
સુનીલ શેટ્ટીના પિતા એક સાદા હોટેલીયર હતા અને તેમણે  કૌટુંબિક વ્યવસાયને લક્ઝરી હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ અને રિસોર્ટની સાંકળમાં વિકસાવ્યો હતો. મેંગ્લોરમાં પરંપરાગત શેટ્ટી પરિવારમાં જન્મેલા સુનીલ શેટ્ટીએ 16 વર્ષની નાની ઉંમરે તેમના પિતાની રેસ્ટોરન્ટમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.   જ્યારે દુનિયા ઉજવણી કરી રહી હતી, ત્યારે તેમણે રસોડામાં અને રેસ્ટોરન્ટમાં સખત મહેનત કરી હતી અને તે મહેનત દ્વારા આગળ જઇને તેઓ સફળ ઉદ્યોગકાર બન્યા હતા.
21 વર્ષની ઉંમરે સફળ રેસ્ટોરન્ટ માલિક
21 વર્ષની ઉંમર સુધીમાં તેઓ પહેલેથી જ એક સફળ રેસ્ટોરન્ટ માલિક હતા. પરંતુ 24 વર્ષની ઉંમરે, તે ફેશન મર્ચેન્ડાઇઝિંગ તરફ આકર્ષાયા હતા અને તેમણે પોતાનું પ્રથમ સાહસ, મિસ્ચીફ શરૂ કરવા માટે છલાંગ લગાવી. બાદમાં, 28 વર્ષની ઉંમરે, તેમણે અભિનયમાં કારકિર્દી બનાવવા માટે તેમના ફેશન સાહસને છોડીને તેના મિત્રોને આશ્ચર્યચકિત કર્યા હતા.
અનેક સફળ વ્યવસાયો સ્થાપ્યા
સુનીલ શેટ્ટીએ રેસ્ટોરેટરથી બિઝનેસમેન, રિટેલરથી અભિનેતા, એનજીઓ હેડથી રિયલ એસ્ટેટ, બ્રાન્ડ એમ્બેસેડરથી કન્સલ્ટન્ટ અને ફિલ્મ નિર્માતાથી સ્ટાર્ટઅપ સ્થાપક સુધી તેમણે ઘણા સફળ વ્યવસાયો સ્થાપ્યા છે.
1992માં બોલિવૂડની સફર 
સુનીલ શેટ્ટીએ 1992માં બોલિવૂડની સફર શરૂ કરી હતી. તેમણે પોતાના  કરિશ્માથી સિલ્વર સ્ક્રીન પર ધમાલ મચાવી હતી અને ઘણી બ્લોક બ્લસ્ટર ફિલ્મો આપી હતી અને તે જ રીતે તેમણે બિઝનેસ જગતને પણ હચમચાવી નાખ્યું.
સુનીલ શેટ્ટીએ આ ક્ષેત્રોમાં રોકાણ કર્યું છે 
પોર્ટફોલિયોમાં વૈવિધ્યીકરણ કરીને પોતાને અને તેમના પરિવાર માટે એક મજબૂત નાણાકીય પાયો બનાવ્યો
સુનીલ શેટ્ટીએ તેમના પોર્ટફોલિયોમાં વૈવિધ્યીકરણ કરીને પોતાને અને તેમના પરિવાર માટે એક મજબૂત નાણાકીય પાયો બનાવ્યો છે. તેમનું જીવન સફળ નાણાકીય પોર્ટફોલિયો બનાવવાની ઈચ્છા ધરાવતા યુવાનો માટે પ્રેરણારૂપ છે. તે માત્ર બોલિવૂડના સુપરસ્ટાર નથી; તે એક ચતુર ઉદ્યોગસાહસિક અને રોકાણકાર પણ છે.
નાણાકીય સાક્ષરતાનું મહત્વ
61 વર્ષની ઉંમરે, આ અત્યંત ફિટ સુપરસ્ટાર કહે છે, "લાંબા ગાળે સફળતા હાંસલ કરવા માટે, તમારે નાણાકીય રીતે ફિટ હોવું જરૂરી છે." તેમના જોખમ લેવાના વલણે તેમને કોઈપણ નિર્ણય લેતા પહેલા બજારના વલણો વિશે અપડેટ રહેવાનું શીખવ્યું છે. સુનીલ શેટ્ટીએ તેમના પિતાના ઉપદેશોને આત્મસાત કર્યા છે અને તેમની અંગત સંપત્તિને અંદાજિત US $10 મિલિયન સુધી પહોંચાડી છે. તેમની મેરેથોન વિચારસરણી અને ટકાઉ વિકાસની ફિલસૂફીના પરિણામે તેઓ અને તેમનો પરિવાર અત્યંત વૈભવી જીવન જીવે છે.
પોતાના બાળકોને વિદેશમાં ભણાવ્યા
તાજેતરના એક ઈન્ટરવ્યુમાં સુનીલ શેટ્ટીએ ખુલાસો કર્યો છે કે તેમણે ભારતમાં પોતાના બાળકોને કેમ ભણાવ્યા નથી. આ સવાલના જવાબમાં અભિનેતાએ કહ્યું છે કે ફિલ્મોને કારણે તેમને જે ટીકાઓ મળે છે તેની અસર માત્ર અભિનેતા જ નહીં પરંતુ તેના પરિવાર પર પણ પડે છે. આવી સ્થિતિમાં તે ઈચ્છતા ન હતા કે તેના કારણે તેમના બાળકોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે.
સુનીલની પત્ની પણ સફળ બિઝનેસવુમન
સુનીલ શેટ્ટીની પત્ની માના શેટ્ટી પણ એક સફળ બિઝનેસવુમન છે. સુનીલ શેટ્ટીની પત્ની માના શેટ્ટીની કમાણી પણ કરોડોમાં છે. બંનેની લવ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. સુનીલ શેટ્ટીએ પોતે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે માનાને જોઈને તેને પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો પરંતુ બંનેના લગ્નમાં લગભગ 6 વર્ષનો સમય લાગ્યો હતો.
પત્ની માનાને પ્રોત્સાહિત અને સમર્થન આપ્યું
સુનીલ શેટ્ટીએ હંમેશા તેમની પત્ની માનાને પ્રોત્સાહિત અને સમર્થન આપ્યું છે. તમને જણાવી દઈએ કે માના અને સુનીલ 17 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે. પહેલા બંને વચ્ચે સારી મિત્રતા હતી અને પછી બંનેએ એકબીજાને 6 વર્ષ સુધી ડેટ કર્યા હતા. બાદમાં બંનેએ લગ્ન કરી લીધા હતા. સુનીલ શેટ્ટી પોતાની પત્નીને ખૂબ જ પ્રેમ કરતા નથી પરંતુ તેના દરેક નિર્ણયનું સન્માન પણ કરે છે. સુનીલ શેટ્ટીએ પોતે કહ્યું કે કોઈપણ કામ શરૂ કરતા પહેલા તે તેમની પત્ની સાથે ચોક્કસ ચર્ચા કરે છે.
આ પણ વાંચો--AMAZON PRIME DAY SALE : IPHONE, ONEPLUS ની આટલી સસ્તી કિંમત જાણીને તમે પણ ચોંકી જશો
Tags :
BollywoodentrepreneurInvestorsuniel shetty
Next Article