Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Maldives : માલદીવના હાઈ કમિશનરને સમન્સ

માલદીવ (Maldives)ને ભારત સાથે પંગો લેવો ભારે પડી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર માલદીવ (Maldives)નો બહિષ્કાર ટ્રેન્ડ થવા લાગ્યો હતો. હવે ભારતીયો માલદીવ (Maldives)નો પ્રવાસ કેન્સલ કરીને રજાઓ પર લક્ષદ્વીપ જવાનું વિચારી...
12:47 PM Jan 08, 2024 IST | Vipul Pandya
BycottMaldives

માલદીવ (Maldives)ને ભારત સાથે પંગો લેવો ભારે પડી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર માલદીવ (Maldives)નો બહિષ્કાર ટ્રેન્ડ થવા લાગ્યો હતો. હવે ભારતીયો માલદીવ (Maldives)નો પ્રવાસ કેન્સલ કરીને રજાઓ પર લક્ષદ્વીપ જવાનું વિચારી રહ્યા છે. આ ક્રમમાં ભારતીય ટ્રાવેલ કંપનીઓએ માલદીવ માટે એર બુકિંગ પણ રદ કરી દીધું છે. ભારત સરકાર પણ આ મામલે ઘણી કડક છે અને તેણે માલદીવના હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યા છે.

કેન્દ્ર સરકારે માલદીવના હાઈ કમિશનરને બોલાવ્યા

ભારત સરકારે માલદીવના હાઈ કમિશનર ઈબ્રાહીમ સાહેબને દિલ્હીમાં બોલાવ્યા હતા. હાઈ કમિશનર દિલ્હીના સાઉથ બ્લોકમાં સ્થિત વિદેશ મંત્રાલય (MEA) પહોંચ્યા અને પોતાની સ્પષ્ટતા રજૂ કરી. વિદેશ મંત્રાલયમાં થોડો સમય રોકાયા બાદ તેઓ પાછા ફર્યા હતા. પીએમ મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીને લઈને કેન્દ્ર સરકારે માલદીવના હાઈ કમિશનરને બોલાવ્યા હતા.

સોશ્યિલ મીડિયા પર માલદીવ વિરુદ્ધ કેમ્પેઈન ફાટી નીકળ્યું

તમને જણાવી દઈએ કે આ વિવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લક્ષદ્વીપ પ્રવાસ બાદ શરૂ થયો હતો. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરીને ભારતીયોને લક્ષદ્વીપની મુલાકાત લેવાની અપીલ કરી હતી. આના પર માલદીવની એક મહિલા મંત્રી મરિયમ શિયુનાએ તેમની પોસ્ટ પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ પછી આ મામલાએ જોર પકડ્યું અને સોશ્યિલ મીડિયા પર માલદીવ વિરુદ્ધ કેમ્પેઈન ફાટી નીકળ્યું. અંતે મંત્રીએ પોતાનું ટ્વિટ ડિલીટ કરવું પડ્યું.

સરકારને તેની સાથે કોઈ લેવાદેવા નથી.

ભારતીય હાઈ કમિશનરે પણ માલદીવને આ મામલે સ્થિતિ અંગે વાંધો ઉઠાવ્યો હતો. આના પર માલદીવની મોહમ્મદ મુઈઝૂ સરકારે કાર્યવાહી કરી અને પીએમ મોદી પર ટિપ્પણી કરનાર મંત્રી મરિયમ શિયુનાને સસ્પેન્ડ કરી દીધા. તેમની સાથે મલ્શા શરીફ અને મહજૂમ મજીદને પણ મંત્રી પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. આ અંગે માલદીવે પોતાના નિવેદનમાં કહ્યું કે આ તેનો અંગત અભિપ્રાય છે, સરકારને તેની સાથે કોઈ લેવાદેવા નથી.

આ પણ વાંચો---MALDIVES : પીએમ મોદી પર વાંધાજનક નિવેદન આપનારા ત્રણ મંત્રીઓને કર્યા બરતરફ…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
BycottMaldivesHigh Commissioner of Maldivesindia Maldives realationlakshadweepMaldivesNarendra ModiNationalPM Lakshadweep toursummonsworld
Next Article