Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અચાનક ખાદ્યતેલમાં કસ્ટમ ડ્યુટી વધી! ડુંગળીને લઈને સરકારે કરી મોટી જાહેરાત

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય ખાદ્ય તેલ કસ્ટમ ડ્યુટીમાં કર્યો વધારો ક્રૂડ ઓઈલ 20 ટકા વધારો કરાયો રિફાઈન્ડ ઓઈલમાં 32.5 ટકા કરાઇ Custom Duty :વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની આગેવાની હેઠળની સરકારે એક મોટો નિર્ણય લેતા ખાદ્ય તેલ પરની...
12:51 PM Sep 14, 2024 IST | Hiren Dave

Custom Duty :વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની આગેવાની હેઠળની સરકારે એક મોટો નિર્ણય લેતા ખાદ્ય તેલ પરની કસ્ટમ ડ્યુટી(Custon Duty On Edible Oils) વધારી દીધી છે. આ વધારો સનફ્લાવર ઓઈલ, પામ ઓઈલ અને સોયાબીન ઓઈલ પર કરવામાં આવ્યો છે. સરકારી નોટિફિકેશન અનુસાર ક્રૂડ ઓઈલ પર કસ્ટમ ડ્યૂટી શૂન્યથી વધારીને 20 ટકા કરી દેવામાં આવી છે, જ્યારે રિફાઈન્ડ ઓઈલ પર કસ્ટમ ડ્યૂટી હવે વધારીને 32.5 ટકા કરવામાં આવી છે.

કસ્ટમ ડ્યુટીમાં 20 ટકાનો કર્યો વધારો

મળતી માહિતી અનુસાર નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે,સરકારે ક્રૂડ અને રિફાઈન્ડ સનફ્લાવર ઓઈલ, પામ ઓઈલ અને સોયાબીન ઓઈલ માટે બેઝિક કસ્ટમ ડ્યુટી (Custom Duty)વધારવાની જાહેરાત કરી છે. તેને વધારીને 20 ટકા અને 32.5 ટકા કરવામાં આવ્યો છે. કસ્ટમ ડ્યુટીમાં ફેરફાર બાદ નવા દરો આજથી એટલે કે 14 સપ્ટેમ્બર 2024થી લાગુ કરવામાં આવ્યા છે. ક્રૂડ પર બેઝિક કસ્ટમ ડ્યુટી 0-20% છે, જ્યારે રિફાઈન્ડ ઓઈલ પર તે હવે 12.5-32.5 ટકા છે. Basic Custom Duty માં વધારા બાદ હવે ક્રૂડ ઓઈલ અને રિફાઈન્ડ ઓઈલ પરની અસરકારક ડ્યુટી અનુક્રમે 5.5 ટકાથી વધીને 27.5 ટકા અને 13.75 ટકાથી વધીને 35.75 ટકા થશે.

આ  પણ  વાંચો -ભારતીય શેરોમાં વિદેશી રોકાણકારોએ આટલા કરોડનું રોકાણ કર્યું

ડુંગળીના વધતા ભાવ વચ્ચે પણ આ નિર્ણય લેવામાં આવ્યો

ખાદ્ય તેલ (Edible Oil)પર કસ્ટમ ડ્યુટી વધારવાની સાથે સરકારે વધુ એક મોટો નિર્ણય લઈને ડુંગળીના ખેડૂતોને રાહતના સમાચાર આપ્યા છે. વાસ્તવમાં મોદી સરકારે (Modi Govt) ડુંગળીની લઘુત્તમ નિકાસ કિંમત હટાવી દીધી છે. આ સિવાય ડુંગળી પર નિકાસ ડ્યૂટી(Onion Export Duty Cut) 40 ટકાથી ઘટાડીને 20 ટકા કરવામાં આવી છે. સરકારના આ પગલાની અસર ડુંગળીના ભાવ (Onion Price)પર પણ જોવા મળી શકે છે જે છેલ્લા કેટલાક દિવસોથી સતત વધી રહી છે. આ સંદર્ભમાં DGFTએ એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું છે કે ડુંગળીની નિકાસ પરના MEPને આગામી આદેશો સુધી હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડુંગળી ઉપરાંત સરકારે બાસમતી ચોખાની નિકાસ (Basmati Rice Export)પર લઘુત્તમ નિકાસ કિંમત પણ હટાવી દીધી છે.

આ  પણ  વાંચો -દેશના GDP ને લઈને RBI ગવર્નરનું નિવેદન, જાણો Shaktikanta Das દાસે શું કહ્યું..

ખેડૂતોને જબરદસ્ત ફાયદો થશે

ત્યારે ખાદ્ય તેલ પર કસ્ટમ ડ્યૂટી વધારવાના સરકારના આ નિર્ણયથી ખેડૂતોને ઘણો ફાયદો થશે, કારણ કે તેનાથી તેમની આવકમાં વધારો થશે. તેમણે એમ પણ કહ્યું કે બાસમતી ચોખા અને ડુંગળીમાંથી લઘુત્તમ નિકાસ કિંમત હટાવવાનો નિર્ણય પણ ખેડૂતોના હિતમાં લેવામાં આવ્યો છે અને તેનાથી દેશના ખેડૂતોને પણ મદદ મળશે.

Tags :
Big Changecrude palm oilcrude soyabean oilcrude sunflower oilcustom dutyCustom Duty ChangeDGFT onion export decisiongovernment decision on onion exportsIndian onion farmersIndian onion marketMEP on onion exportsminimum export price removedModi GovtModi Govt DecisionModi3.0onion export ban liftedonion export policy Indiaonion export restrictions Indiaonion export rulesonion export updatesonion exporters IndiaOnion MEP LiftRefined palm oilRefined soyabean oilRefined sunflower oil
Next Article