Subhash Chandra Bose : અંગ્રેજો સામે લડવા તૈયાર કરી હતી આઝાદ હિંદ ફોજ
Subhash Chandra Bose : મા ભારતીના સપોતામાં એક નામ સુભાષ ચંદ્ર બોઝનું આવે છે. જેમણે દેશને આઝાદ કરવવા માટે તેમનું પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. તમે એક સુત્ર ઘણીવાર સાંભળ્યું હશે, 'તમે મને લોહી આપો, હું તમને આઝાદી આપીશ'. આ સુત્ર સુભાષ ચંદ્ર બોઝે જ આપ્યું હતું. જે તે સમયે ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. ભારતીયો તેમને નેતાજી તરીકે સંબોધતા હતા. તેમણે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અંગ્રેજો સામે લડવા માટે જાપાનની મદદથી આઝાદ હિંદ ફોજની રચના કરી હતી.
વીરતા દિવસ
નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે 127મી જન્મજયંતિ છે. ત્યારે દેશ આજે પણ તેમને યાદ કરે છે. બોઝનો જન્મદિવસ આજે વીરતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જણાવી દઈએ કે સરકારે વર્ષ 2021માં નેતાજી સુભાષ ચંદ્ર બોઝના જન્મદિવસ 23 જાન્યુઆરીને વીરતા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. નેતાજી સુભાષ ચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાના બંગાળ ડિવિઝનના કટકમાં થયો હતો. બોઝ તેમના માતા-પિતાના 9મા સંતાન હતા. બોઝ તે સમયના જાણીતા વકીલ હતા. જ્યારે આપણે સુભાષ ચંદ્ર બોઝે કલકત્તામાં ફિલોસોફીમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી હતી, ત્યારબાદ તેઓ વધુ અભ્યાસ માટે ઈંગ્લેન્ડ ગયા હતા. નેતાજી સુભાષ ચંદ્ર બોઝે માત્ર 24 વર્ષની ઉંમરે ICSની પરીક્ષા પાસ કરી હતી પરંતુ તેઓ અંગ્રેજોના ગુલામ બનવા માંગતા ન હોવાથી તેમણે નોકરી સ્વીકારી ન હતી.
PM મોદીએ સુભાષ ચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુભાષ ચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, દેશની આઝાદી માટે તેમનું અતૂટ સમર્પણ આજે પણ આપણને પ્રેરણા આપે છે. તેમણે X પર એક પોસ્ટમાં કહ્યું, 'ભારતના લોકોને વીરતા દિવસ પર અભિનંદન. આજે, નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ પર, અમે તેમના જીવન અને સાહસનું સન્માન કરીએ છીએ. આપણા દેશની આઝાદી માટે તેમનું અતૂટ સમર્પણ આજે પણ આપણને પ્રેરણા આપે છે.
કોંગ્રેસથી અલગ રસ્તે ચાલ્યા બોઝ
સુભાષચંદ્ર બોઝનું જીવન અને વિચારો લાખો યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત છે. દરેક વ્યક્તિ સુભાષ ચંદ્ર બોઝ અને તેમની ભારતીય રાષ્ટ્રીય સેના વિશે જાણવા માંગે છે. કોંગ્રેસથી અલગ રસ્તે ચાલવા છતાં તેમનો ઉદ્દેશ્ય એક જ હતો. દેશની આઝાદીમાં તેમનું યોગદાન ભૂલી શકાય તેમ નથી. સુભાષ ચંદ્ર બોઝને લાગવા માંડ્યું કે, તેઓ ભારતમાં રહીને દેશ માટે ઘણું કરી શકશે નહીં, તેમણે દેશની બહાર જવાનું નક્કી કર્યું. આ પછી તે સોવિયત યુનિયન (હાલનું રશિયા) પહોંચ્યો. પરંતુ ત્યાં ગયા પછી પણ તેઓ નિરાશ થયા. આ પછી તેઓ જર્મનીની રાજધાની બર્લિન પહોંચ્યા. તે સમયે જર્મની હિટલરના શાસન હેઠળ હતું. તે સમયે સમગ્ર યુરોપમાં જર્મનીનો પ્રભાવ વધી રહ્યો હતો. ત્યાં તેમને ખૂબ માન મળ્યું. આ પછી તેમણે ત્યાંથી ભારતવાસીઓને પોતાનો સંદેશ આપ્યો. સુભાષ ચંદ્ર બોઝ જર્મનીની મદદથી ભારતને અંગ્રેજોથી આઝાદ કરાવવા માંગતા હતા. ત્યાં તેમની મુલાકાત હિટલર સાથે પણ થઈ. જોકે, બોઝની હિટલર સાથેની મુલાકાત અંગે ઈતિહાસકારોના મત અલગ છે.
આઝાદ હિંદ ફોજ
આઝાદ હિંદ ફોજ એ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીય રાષ્ટ્રવાદી રાસબિહારી બોઝ અને મોહનસિંહ દેવ દ્વારા સ્થાપિત એક સશસ્ત્ર દળ હતું. જેનો મુખ્ય ઉદ્દેશ બ્રિટીશ શાસનથી ભારતની આઝાદી મેળવવાનો હતો. આ દળની રચના ભારતીય રાષ્ટ્રીય સેના (INA) તરીકે 1942 માં મલાયા, ઉત્તર બોર્નિયો અને જાપાન આધીન સારવાકમાંથી પકડાયેલા દ્વિતીય વિશ્વયુદ્ધના ભારતીય યુદ્ધકેદીઓને સામેલ કરીને કરવામાં આવી હતી. આ જ વર્ષે જાપાન યુદ્ધમાં ભારતીય રાષ્ટ્રીય સેનાની ભૂમિકા અંગે જાપાની અને ભારતીય નેતૃત્ત્વમાં મતભેદને પગલે ડિસેમ્બર માસમાં તેનું વિઘટન કરવામાં આવ્યું હતું. રાસબિહારી બોઝે સેનાનું નેતૃત્ત્વ સુભાષચંદ્ર બોઝને સોંપી દીધું હતું. સુભાષચંદ્ર બોઝના નેતૃત્ત્વમાં સેનાનું આઝાદ હિંદ ફોજ તરીકે પુનર્ગઠન કરવામાં આવ્યું હતું. 1943 માં સુભાષચંદ્ર બોઝ દક્ષિણ એશિયા પહોંચ્યા બાદ સેનાને આરજી હકૂમત–એ–આઝાદ–હિંદ (સ્વતંત્ર ભારતની અંતરિમ સરકાર) તરીકે ઘોષિત કરી. બોઝના નેતૃત્ત્વમાં આઝાદ હિંદ ફોજે મલાયા (હાલ મલેશિયા) તેમજ બર્માના બિનનિવાસી ભારતીયો અને ભારતીય મૂળના વ્યક્તિઓ તેમજ નાગરિક સ્વયંસેવકોને આકર્ષિત કર્યાં. આ દ્વિતીય INAએ બ્રિટીશ તેમજ રાષ્ટ્રમંડળ વિરુદ્ધ બર્મા અભિયાન, કોહિમાની લડાઈ, ઇમ્ફાલની લડાઈ ઉપરાંત દ્વિતીય વિશ્વયુદ્ધના સૈન્ય અભિયાનોમાં જાપાની ઇમ્પીરીયલ સેનાનો સહયોગ કર્યો.
આ પણ વાંચો - રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની સ્મૃતિ હંમેશા જીવનમાં રહેશે : PM Modi
આ પણ વાંચો - Today History : શું છે 23 જાન્યુઆરીની HISTORY ? જાણો આજનું જ્ઞાન પરબ અને ઈતિહાસ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ