Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

70 ના દાયકાની મજબૂત વેસ્ટ ઈન્ડિઝની ટીમ આજે ક્વોલિફાઈંગ મેચ રમવા મજબૂર

એક સમય એવો હતો કે વેસ્ટ ઈન્ડિઝની ટીમ એટલી મજબૂત ગણાતી હતી કે તેને હરાવવું ઘણું મુશ્કિલ હતું. 70ના દાયકામાં આ ટીમે વિશ્વ ક્રિકેટમાં પોતાની એક અલગ જ ઈમેજ ઉભી કરી હતી. જે ટીમ આજે એક એવા સ્ટેજ પર પહોંચી...
70 ના દાયકાની મજબૂત વેસ્ટ ઈન્ડિઝની ટીમ આજે ક્વોલિફાઈંગ મેચ રમવા મજબૂર

એક સમય એવો હતો કે વેસ્ટ ઈન્ડિઝની ટીમ એટલી મજબૂત ગણાતી હતી કે તેને હરાવવું ઘણું મુશ્કિલ હતું. 70ના દાયકામાં આ ટીમે વિશ્વ ક્રિકેટમાં પોતાની એક અલગ જ ઈમેજ ઉભી કરી હતી. જે ટીમ આજે એક એવા સ્ટેજ પર પહોંચી ગઇ છે કે તેને ભારતમાં આવતા સમયમાં યોજાનારા ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં રમવા માટે ક્વોલિફાઈંગ મેચો રમવી પડી રહી છે. જણાવી દઇએ કે, વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમ આગામી મહિનાની શરૂઆતમાં શારજાહમાં સંયુક્ત આરબ અમીરાત સામે ત્રણ મેચની ODI શ્રેણી સાથે આગામી વર્લ્ડ કપ ક્વોલિફાયર માટે તૈયારી કરશે.

Advertisement

વર્લ્ડ કપમાં એન્ટ્રી માટે ક્વોલિફાંઈગ મેચો રમવી પડશે

Advertisement

જે ટીમમાં એવા બોલરોની ભરમાર હતી કે જેમની સામે બેટિંગ કરતા પણ બેટ્સમેનો ગભરાતા હતા આજે તે ટીમની સ્થિતિ એવી બની છે કે તેને વર્લ્ડ કપમાં એન્ટ્રી માટે ક્વોલિફાંઈગ મેચો રમવી પડી રહી છે. આગામી મહિનામાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ શારજાહમાં સંયુક્ત આરબ અમીરાત સામે ત્રણ મેચની ODI શ્રેણી રમશે. શ્રેણીની ત્રણેય મેચ શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. પ્રથમ મેચ 5 જૂન, બીજી મેચ 7 જૂન અને ત્રીજી મેચ 9 જૂને રમાશે. આ શ્રેણી બાદ બંને ટીમો ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટ માટે 18 જૂને ઝિમ્બાબ્વે રવાના થશે. 70ના દાયકામાં ઘણી ટીમોની કસોટી ઉડાડી દેનારી વેસ્ટ ઈન્ડિઝની ટીમની હાલત તાજેતરના વર્ષોમાં ખાસ કરીને ODI ક્રિકેટમાં ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. ટીમના ઘણા ખેલાડીઓ T20 લીગમાં વધુ ધ્યાન આપી રહ્યા છે. આ કારણોસર, એક સમયે દિગ્ગજ ક્રિકેટ ટીમોમાંની એક વેસ્ટ ઈન્ડિઝની ટીમે ભારતમાં યોજાનારા ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં રમવા માટે ક્વોલિફાઈંગ મેચો રમવી પડશે.

Advertisement

આ પ્રથમ વખત હશે જ્યારે વેસ્ટ ઈન્ડિઝ દ્વિપક્ષીય શ્રેણીમાં સંયુક્ત આરબ અમીરાત સામે ટકરાશે. વેસ્ટ ઈન્ડિઝ માટે આ શ્રેણી નિર્ણાયક બનવા જઈ રહી છે કારણ કે તેઓ ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાં સ્થાન મેળવવા માટે જોઈ રહ્યા છે. ગુરુવારે તેની વેબસાઈટ પરના એક અહેવાલમાં, ICC એ જણાવ્યું હતું કે, આ મુખ્ય પ્રેક્ટિસ મેચોમાં, વેસ્ટ ઈન્ડિઝનો સામનો અન્ય ટીમ સાથે થશે જે ક્વોલિફાયર્સમાં જોવા મળશે, જેમાં યુએઈ તાજેતરમાં આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ક્વોલિફાયર પ્લેઓફમાં બીજા સ્થાને રહ્યું છે. વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ અને ક્રિકેટના વર્તમાન ડાયરેક્ટર જિમી એડમ્સનું માનવું છે કે ત્રણ મેચની શ્રેણી તેમની ટીમને ક્વોલિફાયર ટુર્નામેન્ટ પહેલા ઉત્તમ તૈયારી પૂરી પાડશે અને વિન્ડીઝ ભવિષ્યના પ્રવાસો માટે આગામી વર્ષોમાં અમીરાત ક્રિકેટ બોર્ડ (ECB) સાથે કામ કરવાનું વિચારશે.

આ પણ વાંચો - RR VS SRH ની મેચે લગાન ફિલ્મની યાદ અપાવી, અંતિમ બોલ પર NO BALL એ નિર્ણય બદલ્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.