Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આરોપી તથ્ય પટેલ સામે કડક કાર્યવાહી કરાશે : DCP Traffic

અમદાવાદ (ahmedabad) ઇસ્કોન બ્રિજ (iscon bridge) પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 જેટલા લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. આ અક્સ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનનું પણ મોત થયું છે. મૃતકોમાં બોટાદ અને સુરેન્દ્રનગરના યુવકો...
આરોપી તથ્ય પટેલ સામે કડક કાર્યવાહી કરાશે   dcp traffic
અમદાવાદ (ahmedabad) ઇસ્કોન બ્રિજ (iscon bridge) પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 જેટલા લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. આ અક્સ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનનું પણ મોત થયું છે. મૃતકોમાં બોટાદ અને સુરેન્દ્રનગરના યુવકો સામેલ છે. હાલ પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે કહ્યું હતું કે આરોપી તથ્ય પટેલ હાલ સારવાર હેઠળ છે અને ડોક્ટરની સલાહ બાદ 24 કલાક પછી તેની ધરપકડ કરાશે. ડીસીપી ટ્રાફિક નીતા દેસાઇએ કહ્યું કે આરોપી  સામે કડક કાર્યવાહી કરાશે અને મૃતકોને ન્યાય મળે તેવી કાર્યવાહી કરાશે.
જેગુઆર કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા
મહત્વનું છે કે, બુધવારે રાત્રે શહેરના ઇસ્કોન બ્રિજ પર કર્ણાવતી ક્લબ પાસે ડમ્પરની પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. તે દરમિયાન કર્ણાવતી ક્લબ પાસે પૂર ઝડપે આવતી જેગુઆર કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. ત્યાં રહેલા સ્થાનિકોનું કહેવું છે કે કાર ખૂબ સ્પીડમાં હતી.આશરે 160 થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી.

Advertisement

જે લોકોના મોત થયા છે તેમને ન્યાય મળે તેવી કાર્યવાહી કરાશે
આ મામલે ડીસીપી ટ્રાફિક નીતા દેસાઇએ કહ્યું કે આ ઘટનામાં 9ના મોત થયા છે અને 10થી 11 લોકોને ઇજા થઇ છે. હાલ તપાસ ચાલી રહી છે અને પંચનામુ પણ થઇ ગયું છે. એફએસએલની ટીમ દ્વારા પણ તપાસ કરાઇ રહી છે. જગુઆર કારનો ચાલક આરોપી હાલ સારવાર હેઠળ છે જેથી તેને એરેસ્ટ કર્યો નથી અને તબીબની સલાહ બાદ 24 કલાક પછી તેને એરેસ્ટ કરાશે. ડીસીપી ટ્રાફિકેકહ્યું કે જે લોકોના મોત થયા છે તેમને અને તેમના પરિવારને ન્યાય મળે તેવી કાર્યવાહી કરાશે.
અમે મૃતકોને  ન્યાય અપાવીશું
નીતા દેસાઇએ કહ્યું કે  આ ડ્રીંક એન્ડ ડ્રાઇવનો કેસ નથી પણ આરોપીએ ખુબ ઝડપી સ્પીડમાં ગાડી ચલાવી હોય તેવું લાગે છે. તેની સાથે ગાડીમાં કોણ કોણ હતું તેની પણ હાલ તપાસકરાઇ રહી છે. ડોક્ટરે 24 કલાક બાદ આરોપીની પૂછપરછ કરવાનું સૂચન કર્યું છે તેથી પોલીસે તેની ધરપકડ કરી નથી. ગુનેગારને છોડીશું નહી અને કડક કાર્યવાહી કરાશે. અમે મૃતકોને  ન્યાય અપાવીશું.
Tags :
Advertisement

.