Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PMJAY : 26 થી 29 ફેબ્રુઆરી સુધી PMJAY યોજના હેઠળ સારવાર બંધ

PMJAY : PMJAY યોજના હેઠળ બાકી પેમેન્ટનો વિવાદ વધુ વકર્યો છે અને PMJAY Empanelled Private Hospitals Association of Gujarat ના તબીબોએ આગામી 26 થી 29 ફેબ્રુઆરી 2024 સુધી PMJAY યોજના હેઠળ સારવાર બંધ કરવાનો તબીબોએ નિર્ણય કર્યો છે. તબીબોએ આરોપ...
pmjay   26 થી 29 ફેબ્રુઆરી સુધી pmjay યોજના હેઠળ સારવાર બંધ

PMJAY : PMJAY યોજના હેઠળ બાકી પેમેન્ટનો વિવાદ વધુ વકર્યો છે અને PMJAY Empanelled Private Hospitals Association of Gujarat ના તબીબોએ આગામી 26 થી 29 ફેબ્રુઆરી 2024 સુધી PMJAY યોજના હેઠળ સારવાર બંધ કરવાનો તબીબોએ નિર્ણય કર્યો છે. તબીબોએ આરોપ લગાવ્યો છે તે બજાજ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા બિન જરૂરી કનડગત યથાવત્ છે.

Advertisement

કરોડો રુપિયાના બિલની રકમ હજું પણ બાકી

PMJAY યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ખાનગી હોસ્પિટલમાં 10 લાખ સુધીની સહાય કરવામાં આવે છે. જો કે PMJAY યોજના હેઠળ સારવાર આપી રહેલા તબીબોએ આરોપ લગાવ્યો છે કે આ યોજના હેઠળ કરાયેલી સારવારના કરોડો રુપિયાના બિલની રકમ હજું પણ બાકી છે અને તેના કારણે હોસ્પિટલો આર્થિક સંકટમાં મુકાઇ છે.

આગામી 26 થી 29 ફેબ્રુઆરી 2024 સુધી યોજના હેઠળ સારવાર બંધ રહેશે

તબીબોના યુનિયન PEPHAG એ જણાવ્યું કે બાકી પેમેન્ટના મળતાં આખરે અમારી પાસે PMJAY યોજના હેઠળ સારવાર બંધ કરવા સિવાય અમારી પાસે કોઇ અન્ય વિકલ્પ નથી. આગામી 26 થી 29 ફેબ્રુઆરી 2024 સુધી યોજના હેઠળ સારવાર બંધ રહેશે તેમ તબીબોએ જણાવ્યું છે.

Advertisement

ત્વરિત પેન્ડિંગ PAYMENT ની ચુકવણી કરવા તબીબોએ માગ કરી

ત્વરિત પેન્ડિંગ PAYMENT ની ચુકવણી કરવા તબીબોએ માગ કરી છે કારણ કે કરોડો રૂપિયાના બિલની રકમ ના મળતા હોસ્પિટલો આર્થિક સંકટમાં મુકાઇ ગઇ છે. તબીબોએ કહ્યું કે બજાજ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા બિન જરૂરી કનડગત યથાવત્ રહી છે. રિજેક્શન અને ડિડક્શનની સાથે બીન જરૂરી કનડગત યથાવત જ છે અને અનેક રજૂઆત બાદ સરકાર તરફથી માત્ર આશ્વાસન જ મળી રહ્યું છે.

Advertisement

અહેવાલ---સંજય જોશી, અમદાવાદ

આ પણ વાંચો----PM MODI GUJARAT VISIT : PM મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે,જાણો સમગ્ર કાર્યક્રમ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.