Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રોકી દો પહાડની યાત્રા! ભારે વરસાદથી બદ્રીનાથ હાઈવે બંધ

પહાડોથી લઈને મેદાનો સુધી ચોમાસુ તેની અસર દેખાડી રહ્યું છે. ઉત્તરાખંડમાં એકાંતરે વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે. ઉત્તરાખંડના લામ્બાગઢમાં ભૂસ્ખલનને કારણે પાણીના સ્તરમાં વધારો થવાથી અને રોડ પર કાટમાળના કારણે બદ્રીનાથ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે....
11:52 AM Jul 02, 2023 IST | Hiren Dave

પહાડોથી લઈને મેદાનો સુધી ચોમાસુ તેની અસર દેખાડી રહ્યું છે. ઉત્તરાખંડમાં એકાંતરે વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે. ઉત્તરાખંડના લામ્બાગઢમાં ભૂસ્ખલનને કારણે પાણીના સ્તરમાં વધારો થવાથી અને રોડ પર કાટમાળના કારણે બદ્રીનાથ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, લંબાગઢમાં પાણીનું સ્તર વધવાથી અને રોડ પર કાટમાળ આવવાને કારણે બદ્રીનાથ હાઈવે બ્લોક થઈ ગયો છે. ચોમાસું ઘણી જગ્યાએ આફતની જેમ વરસી રહ્યું છે. IMDની આગાહી મુજબ આજે 2 જુલાઈએ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બદ્રીનાથ નેશનલ હાઈવે છિંકા પાસે રોડ પર સતત પથ્થરો અને કાટમાળ પડવાને કારણે માર્ગ વારંવાર અવરોધાઈ રહ્યો છે.

ઉત્તરાખંડમાં ભારે વરસાદ
હવામાન વિભાગે આજે દહેરાદૂન, નૈનીતાલ, પિથોરાગઢ, બાગેશ્વર, ટિહરી, પૌરી અને ચમોલીમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ વીજળીના કડાકા-ભડાકા અને મધ્યમ વરસાદની સંભાવના છે. આ સાથે જ હવામાન વિભાગે સંવેદનશીલ વિસ્તારોમાં ભૂસ્ખલન થવાની સંભાવના વ્યક્ત કરી છે.

8 યાત્રાળુઓને સુરક્ષિત બહાર કાઢ્યા
જણાવી દઈએ કે ગત દિવસે પણ ચમોલી બદ્રીનાથ હાઈવે પર લામ્બાગઢ મુખ્ય બજાર પાસે બદ્રીનાથ ધામ તરફ જઈ રહેલું વાહન કિચ્ચડમાં ફસાઈ ગયું હતું. સારી વાત એ છે કે સ્થળ પર પોલીસ અને સ્થાનિક લોકોએ વાહનમાં સવાર તમામ 8 યાત્રાળુઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. જેઓને મોડી રાત્રે પોલીસ છાવણીમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. વાસ્તવમાં, લાંબાગઢ મુખ્ય બજાર પાસે સતત વરસાદને કારણે, ગટર નદીના રૂપમાં વહી રહી છે, જેના કારણે લગભગ 20 મીટરનો રસ્તો વારંવાર ક્ષતિગ્રસ્ત થઈ રહ્યો છે.

વાહનવ્યવહાર ખોરવાયો
ઉત્તરાખંડમાં આ સમયે ભારે વરસાદ પડી રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા મુસાફરોને સાવચેતી સાથે મુસાફરી કરવા અપીલ કરવામાં આવી રહી છે. નૈનીતાલ જિલ્લાના વિવિધ ભાગોમાં વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. જિલ્લાના અનેક માર્ગો પર વાહનવ્યવહાર ખોરવાયો છે. જેના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આપણ  વાંચો -PM મોદીની કેબિનેટમાં C.R.PATIL નો થઇ શકે છે સમાવેશ, આ મંત્રીઓના કપાઇ શકે છે પત્તા

 

Tags :
badrinath highway blockedchamoliHeavyRainFallIndialandslideUttarakhand
Next Article