Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કર્ણાટકના એક્ઝિટ પોલના સામે આવ્યાં આંકડા, જાણો કોંગ્રેસ-ભાજપને કેટલી મળી રહી છે બેઠક

કર્ણાટકમાં હવે મતદાન પૂર્ણ થઈ ગયું છે. શહેરી વિસ્તારો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ મતદાન થયું છે. આનાથી કોને ફાયદો.. કોને થશે કેટલું નુકસાન? જોકે, આનું પરિણામ 13 મે ના રોજ જાહેર થઇ જશે, પરંતુ આ પહેલા એક્ઝિટ પોલના આંકડાઓ સામે...
કર્ણાટકના એક્ઝિટ પોલના સામે આવ્યાં આંકડા  જાણો કોંગ્રેસ ભાજપને કેટલી મળી રહી છે બેઠક

કર્ણાટકમાં હવે મતદાન પૂર્ણ થઈ ગયું છે. શહેરી વિસ્તારો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ મતદાન થયું છે. આનાથી કોને ફાયદો.. કોને થશે કેટલું નુકસાન? જોકે, આનું પરિણામ 13 મે ના રોજ જાહેર થઇ જશે, પરંતુ આ પહેલા એક્ઝિટ પોલના આંકડાઓ સામે આવી રહ્યા છે, જેમા TV-9 પોલસ્ટ્રેટના આંકડામાં ભાજપ-કોંગ્રેસ લગોલગ દેખાય છે. જ્યા કોંગ્રેસને સૌથી વધુ 99થી 109 બેઠકો મળવાનું અનુમાન છે. જ્યારે ભાજપને 88-98 બેઠકો મળવાનું પોલમાં અનુમાન છે. બીજી તરફ JDS ને 21થી 26 બેઠકો મળવાનું પોલમાં અનુમાન કરવામાં આવ્યું છે. વળી અન્યને 0થી 4 બેઠકો મળવાનું પોલમાં અનુમાન કરવામાં આવ્યું છે.

Advertisement

એક્ઝિટ પોલમાં કોણ છે આગળ?

Advertisement

કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. ચૂંટણી પંચના અહેવાલ મુજબ સાંજે 5 વાગ્યા સુધી કુલ 65.69 ટકા મતદાન થયું હતું. 2018માં 72 ટકા મતદાન થયું હતું. ઈવીએમમાં ​​2615 ઉમેદવારોનું ભાવી સીલ થઈ ગયું છે. હવે દેશની નજર પરિણામો પર રહેશે. મતદાન પૂર્ણ થતા જ હવે એક્ઝિટ પોલના આંકડાઓ સામે આવી રહ્યા છે. ABP C-VOTER ના એક્ઝિટ પોલમાં કોંગ્રેસને 100થી 112 બેઠકો મળવાનું અનુમાન છે. બીજી તરફ એક્ઝિટ પોલમાં ભાજપને 83થી 95 બેઠકો મળવાનું અનુમાન છે. જ્યારે JDS ને એક્ઝિટ પોલમાં 21થી 29 બેઠકો મળવાનું અનુમાન છે. વળી અન્યને પોલમાં 2થી 6 બેઠક મળવાનું અનુમાન કરવામાં આવ્યું છે. જણાવી દઇએ કે, કર્ણાટકમાં બહુમતીનો આંકડો 113 છે.

Advertisement

કોંગ્રેસ સરકાર બનાવવાની નજીક છે: પ્રિયંક ખડગે

કોંગ્રેસના નેતા પ્રિયંક ખડગેએ કહ્યું, "મેં હજુ સુધી એક્ઝિટ પોલના આંકડા જોયા નથી, પરંતુ જો હું લોકોની વાત પર વિશ્વાસ કરું તો સ્પષ્ટ છે કે કોંગ્રેસ પાર્ટી સરકાર બનાવી રહી છે. અમે સરકાર બનાવવાની ખૂબ નજીક છીએ. મને ખાતરી છે કે એકવાર 13 મેના રોજ મતગણતરી થશે, અમે સરકાર બનાવીશું.

એક્ઝિટ પોલ 100% સચોટ નથી હોતા : બસવરાજ બોમાઈ
કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ જણાવ્યું હતું કે, "અમારી જમીની માહિતી મુજબ અમને 100% બહુમતી મળી રહી છે. વાસ્તવિક પરિણામો 13મી મેના રોજ આવશે અને તે દિવસની રાહ જુઓ. એક્ઝિટ પોલ 100% સચોટ નથી હોતા. જો તમે અગાઉની ચૂંટણીઓમાં જોશો તો, ભાજપે વધુ મતદારો મતદાન કરવા માટે બહાર આવતા હોવાનો હંમેશા ફાયદો થયો છે. લોકોએ શહેરી વિસ્તારોમાં વધુ મતદાન કર્યું જે ભાજપ માટે સકારાત્મક સંદેશ છે."

કર્ણાટકમાં ભાજપની સરકાર બનશેઃ યેદિયુરપ્પા

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બી.એસ. યેદિયુરપ્પાએ કહ્યું કે અમે બહુમતી મેળવીને કર્ણાટકમાં સરકાર બનાવવા જઈ રહ્યા છીએ.

2013 માં કોણે મારી હતી બાજી

2013માં કોંગ્રેસને 122 બેઠકો મળી હતી. BJP અને JD(S) ને 40-40 બેઠકો મળી હતી, જ્યારે યેદિયુરપ્પાના તત્કાલીન કર્ણાટક જનતા પક્ષને 6 બેઠકો અને બી શ્રીરામુલુની બડવારા શ્રમિક રાયતારા કોંગ્રેસ પાર્ટીને 4 બેઠકો મળી હતી.

2018માં ભાજપને સૌથી વધુ 104 સીટો મળી હતી

2018માં કર્ણાટકના વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 104, કોંગ્રેસને 78 અને JD(S)ને 37 બેઠકો મળી હતી, જ્યારે અન્યને 3 બેઠકો મળી હતી.

આ પણ વાંચો - KARNATAKA ELECTIONS 2023 : કર્ણાટકમાં આજે મતદાન, 224 બેઠકો પર 2615 ઉમેદવારો મેદાને

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.