Maharashtra : પરિણામના 24 કલાક પહેલાં જ નેતાજીએ ચાલી આ ચાલ....
- આવતીકાલે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની થશે મતગણતરી
- મતગણતરી પહેલા વંચિત બહુજન આઘાડીના વડા પ્રકાશ આંબેડકરનું નિવેદન
- જે સરકાર બનાવી શકે છે તેની સાથે રહેશું
Maharashtra Assembly Election : EXIT POLLમાં ભલે ગમે તેટલા અંદાજો વ્યક્ત કરવામાં આવે, પરંતુ મહારાષ્ટ્ર ચૂંટણી (Maharashtra Assembly Election )માં મત ગણતરીના 24 કલાક પહેલા દરેક ગઠબંધન અને દરેક પક્ષ જીતના ઊંચા દાવાઓ કરી રહ્યા છે. સત્તાધારી મહાયુતિ અને વિપક્ષ મહાવિકાસ આઘાડી પોતાની જીતના દાવા કરી રહ્યા છે અને તેમની જીતની સ્થિતિમાં મુખ્યમંત્રીના ચહેરાને લઈને પણ મતભેદ દેખાવા લાગ્યા છે. આ સિવાય કેટલીક પાર્ટીઓ એવી છે જે પવનની દિશા જાણવાનો પ્રયાસ કરી રહી છે અને તે મુજબ રણનીતિ બનાવી રહી છે. વંચિત બહુજન આઘાડીના વડા પ્રકાશ આંબેડકર આ સ્લોટમાં ફિટ બેસી રહ્યા છે.
જે સરકાર બનાવી શકે છે તેની સાથે રહેશું
પ્રકાશ આંબેડકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે જો વંચિત બહુજન અઘાડીને આવતીકાલે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે કોઇ પક્ષ અથવા ગઠબંધનને સમર્થન આપવા પુરતી બેઠકો મળશે તો અમે તેમની સાથે રહેવાનો ફેંસલો કરીશું જે સરકાર બનાવી શકે છે.
આ પણ વાંચો----મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો પહેલા હલચલ વધી, MVAની આ રણનીતિ
મોટાભાગના એક્ઝિટ પોલમાં ફરી એકવાર રાજ્યમાં મહાગઠબંધન સરકારની રચનાની આગાહી
મોટાભાગના એક્ઝિટ પોલમાં ફરી એકવાર રાજ્યમાં મહાગઠબંધન સરકારની રચનાની આગાહી કરવામાં આવી છે. એક્ઝિટ પોલ અનુસાર મહાયુતિને બહુમતી કરતાં ઘણી વધુ સીટો મળી શકે છે. મહાવિકાસ આઘાડીને આંચકો મળી શકે છે. પોલ ડાયરી, ચાણક્ય, મેટ્રિસ, પીપલ્સ પલ્સ મુજબ મતદારોએ સ્પષ્ટપણે મહાયુતિને મત આપ્યો છે. જ્યાં એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં મહારાષ્ટ્રમાં BJPના 'મહાયુતિ' ગઠબંધન માટે મોટી જીતની આગાહી કરવામાં આવી છે,
ચૂંટણીના વલણો દર્શાવે છે કે ભાજપ બંને રાજ્યોમાં તેની સરકાર બનાવશે
ભાજપના વરિષ્ઠ નેતા કવિન્દર ગુપ્તાએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની સ્થિતિમાં છે. કેટલાક લોકોનું માનવું હતું કે ભાજપ ફરીથી સત્તામાં નહીં આવે, પરંતુ ચૂંટણીના વલણો દર્શાવે છે કે પાર્ટી બંને રાજ્યોમાં તેની સરકાર બનાવશે. તમામ એક્ઝિટ પોલ બીજેપીને મોટી જીત નોંધાવવાના સંકેત આપી રહ્યા છે.
આ વર્ષે રાજ્યમાં સરેરાશ 65 ટકાથી વધુ મતદાન
20 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા બેઠકો પર એક તબક્કામાં મતદાન થયું હતું. આ વર્ષે રાજ્યમાં સરેરાશ 65 ટકાથી વધુ મતદાન થયું છે. રાજ્યની 288 વિધાનસભા બેઠકો પર 158 રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારોના કુલ 4,136 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. ચૂંટણીના પરિણામો 23 નવેમ્બરે જાહેર થશે.
આ પણ વાંચો----Maharashtra માં મહાયુતિ કે MVA!, Matrize એક્ઝિટ પોલમાં NDA ને 170 બેઠકો મળવાની ધારણા