Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar : 28મી ડિસેમ્બરે યોજાશે CM નો ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યના નાગરિકો, પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ ગુરૂવાર, તા. ૨૮મી ડિસેમ્બરે, બપોરે ૩:૩૦ કલાકે યોજાશે. રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૨૦૦૩થી શરૂ થયેલા સ્વાગત...
gandhinagar   28મી ડિસેમ્બરે યોજાશે cm નો ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યના નાગરિકો, પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ ગુરૂવાર, તા. ૨૮મી ડિસેમ્બરે, બપોરે ૩:૩૦ કલાકે યોજાશે.

Advertisement

રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૨૦૦૩થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે. આ ઉપક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ડિસેમ્બર-૨૦૨૩નો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૮મી ડિસેમ્બરે યોજાશે.

Advertisement

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ, ગુરૂવારે ૨૮મી ડિસેમ્બરે બપોરે ૩:૩૦ વાગ્યે રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહેશે અને નાગરિકોની રજૂઆતો સાંભળશે. સામાન્ય નાગરિકો, અરજદારો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો ગુરૂવાર, તા. ૨૮મી ડિસેમ્બરના રોજ સવારે ૮:૩૦ થી ૧૧:૩૦ દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોરે ૩:૩૦ કલાકે મુખ્યમંત્રી કાર્યાલય જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહીને રજૂઆતો સાંભળશે.

Advertisement

આ પણ વાંચો----નિરાશાની આશા બનવામાં અમદાવાદની સિવિલ હોસ્પિટલ સૌ પ્રથમ

Tags :
Advertisement

.