Stock Market Updates: Donald Trump ની જીતથી શેરબજારમાં તોફાની તેજી,ટેક્નોલોજી શેરોને મળી પાંખો!
- ડોનાલ્ડ ટ્રમ્પ જીતથી વૈશ્વિક શેરબજારમાં પણ તેજી
- TCS,Infosys,HCL Tech,Wipro માં તેજી
- BSE સેન્સેક્સમાં 800 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો
- રોકાણકારોમાં ખુશીની લહેર જોવા મળી
Stock Market Updates: અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામ (US Election Results)આવી ગયા છે, ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પની તાજપોશી થઈ ગઈ છે. ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસ (Kamala Harris)પાછળ રહી ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પની શાનદાર જીતના કારણે વૈશ્વિક શેરબજારમાં પણ તેજી જોવા મળી રહી છે. ભારતીય શેરબજાર( (Stock Market)માં પણ સવારથી તેજી જારી રહી છે. વાસ્તવમાં જેમ જેમ ડોનાલ્ડ ટ્રમ્પની જીત નિશ્ચિત બનતી ગઈ તેમ તેમ બજારમાં મજબૂતાઈ વધી. ટ્રમ્પ સરકારની નીતિઓ વૈશ્વિક કોર્પોરેટ જગત માટે મૈત્રીપૂર્ણ માનવામાં આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પોતે એક મોટા બિઝનેસ મેન છે, તેમનો બિઝનેસ અમેરિકા અને યુરોપ સહિત દુનિયાભરમાં ફેલાયેલો છે. ડોનાલ્ડ ટ્રમ્પના પરિવારનો પણ ભારતમાં રિયલ એસ્ટેટનો મોટો બિઝનેસ છે.
ડોનાલ્ડ ટ્રમ્પ મોટા બિઝનેસ ટાયકૂન
ખાસ કરીને Donald Trumpની જીતને કારણે ભારતીય ટેક્નોલોજી શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. કારણ કે તમામ મોટી ભારતીય IT કંપનીઓનો અમેરિકામાં બિઝનેસ છે અને ટ્રમ્પની આ જીત સાથે TCS, Infosys, HCL Tech, Wipro અને Dixon Tech જેવા શેરોમાં તોફાની ઉછાળો જોવા મળી રહ્યો છે.
- TCS - 3.74%
- HCL ટેક- 3.80%
- ઇન્ફોસિસ - 3.80%
- વિપ્રો- 3.20%
આ પણ વાંચો -US Election ટ્રમ્પની લીડની અસર, શેરબજારમાં ઉછાળો, IT માં જબરદસ્ત તેજી
BSE સેન્સેક્સ લગભગ 800 પોઈન્ટનો ઉછાળો
જો આપણે શેરબજારની વાત કરીએ તો ટ્રમ્પની જીતની જાહેરાત થતાં જ બપોરે 2.20 વાગ્યે BSE સેન્સેક્સ લગભગ 800 પોઈન્ટ વધીને 80,250ને પાર કરી ગયો હતો. તે જ સમયે, NSE નિફ્ટીમાં પણ તોફાની વૃદ્ધિ જોવા મળી રહી છે, નિફ્ટી 235 અંક ચઢીને 24,450ના સ્તરે પહોંચી ગયો છે. નોંધનીય છે કે Emkay Global આગાહી કરી છે કે ટ્રમ્પની જીત શેરબજારમાં ટૂંકા ગાળાની તેજી તરફ દોરી જશે, જેનાથી રોકાણકારોને ફાયદો થઈ શકે છે.
આ પણ વાંચો -Share Market: શેરબજાર ખૂલતા જ તેજી, સેન્સેક્સ-નિફ્ટીમાં આટલા પોઈન્ટનો ઉછાળો
ગઈ કાલે પણ માર્કેટમાં તેજી જોવા મળી હતી
ડોનાલ્ડ ટ્રમ્પની જીતના અનુમાનોને કારણે, મંગળવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE સેન્સેક્સ) ના 30 શેરોવાળા સેન્સેક્સ 78,542 ના સ્તરે ખુલ્યા અને ટ્રેડિંગ દરમિયાન તે વધીને 79,523.13 ના સ્તર પર પહોંચી ગયા. જોકે, બજાર બંધ થયું ત્યારે તે 694.39 પોઈન્ટના મજબૂત વધારા સાથે 79,476.63 ના સ્તરે બંધ થયું હતું. આ સિવાય 23,916.50ના સ્તરે ખૂલ્યા બાદ અંતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 217.95 પોઈન્ટના ઉછાળા સાથે 24,213.30ના સ્તરે બંધ રહ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરો વાળા સેન્સેક્સ 78,542 ના સ્તર પર ખુલ્યા અને ટ્રેડિંગ દરમિયાન તે વધીને 79,523.13 ના સ્તર પર પહોંચી ગયા.