Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajinikanth 73rd Birthday: સાઉથ મેગાસ્ટાર થલાઈવા રજનીનો આજે 73મો જન્મદિવસ

રાજનીકાંત અને તેમના જીવનની ખાસ બાબતો જે ઉંમરે લોકો ફિલ્મોમાં સહાયક ભૂમિકા ભજવવાનું શરૂ કરે છે, આજે પણ રજનીકાંત ફિલ્મોમાં મહત્વપૂર્ણ હીરોની ભૂમિકા ભજવે છે. આજે રજનીકાંત 73 વર્ષના થઈ ગયા છે. પરંતુ આજે પણ તેમણે પોતાનો થલાઈવા સ્વેગ જાળવી...
rajinikanth 73rd birthday  સાઉથ મેગાસ્ટાર થલાઈવા રજનીનો આજે 73મો જન્મદિવસ

રાજનીકાંત અને તેમના જીવનની ખાસ બાબતો

Advertisement

જે ઉંમરે લોકો ફિલ્મોમાં સહાયક ભૂમિકા ભજવવાનું શરૂ કરે છે, આજે પણ રજનીકાંત ફિલ્મોમાં મહત્વપૂર્ણ હીરોની ભૂમિકા ભજવે છે. આજે રજનીકાંત 73 વર્ષના થઈ ગયા છે. પરંતુ આજે પણ તેમણે પોતાનો થલાઈવા સ્વેગ જાળવી રાખ્યો છે.

સાઉથમાં લોકો રજનીને સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ભગવાન માને છે. જ્યારે પણ રજનીકાંતની કોઈપણ ફિલ્મ રીલિઝ થાય છે ત્યારે ચાહકો તેના પોસ્ટરોને દૂધનો વરસાદ કરતાં જોવા મળે છે.

Advertisement

કારણ કે... છેલ્લા પાંચ દાયકામાં રજનીકાંતે એક પછી એક સુપરહિટ ફિલ્મો આપી છે અને બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ બનાવ્યા છે. રજનીકાંતે પોતાની કારકિર્દી દરમિયાન ઘણી સંપત્તિ પણ કમાઈ છે.

થલાઈવાની સંપત્તિની યાદી

Advertisement

રજનીકાંતની કુલ સંપત્તિ 430 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. તેમની પાસે લક્ઝરી કાર, બંગલો તે સહિત લક્ઝ્યુરીયસ લાઈફ સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ છે પરંતુ આજે પણ તે સાદગીવાળું જીવન જીવે છે. આ એવી રીતે સાબિત થાય છે કે તેઓ જાહેરમાં તેના રિયલ લુકમાં જોવા મળે છે.

તે ઉપરાંત રજનીકાંત સાઉથ સિનેમાના એકમાત્ર એવા અભિનેતા છે જેમણે આજ સુધી કોઈપણ બ્રાન્ડ પ્રમોશન કર્યું નથી. તેમની પાસે ચેન્નાઈના પોઈસ ગાર્ડનમાં એક આલીશાન ઘર છે. જેમાં તમામ પ્રકારની સુવિધાઓ છે. તેની કિંમત 35 કરોડ રૂપિયા છે. રજનીકાંત એક વેડિંગ હોલના માલિક પણ છે. વેડિંગ હોલના ડાઇનિંગ એરિયામાં 275 લોકો આરામથી બેસી શકે છે અને લગભગ 1000 મહેમાનો માટે જગ્યા છે. તેની કિંમત 15 થી 20 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. રજનીકાંત પાસે બે રોલ્સ રોયસ છે. રોલ્સ રોયસ ઘોસ્ટની કિંમત 6 કરોડ રૂપિયા છે જ્યારે રોલ્સ રોયસ ફેન્ટમની કિંમત 16.5 કરોડ રૂપિયા છે. આ સિવાય તેની પાસે 2 કરોડ રૂપિયાની મર્સિડીઝ બેન્ઝ જી વેગન અને 3.10 કરોડ રૂપિયાની લેમ્બોર્ગિની ઉરુસ છે.

થલાઈવા બન્યા સૌથી મોંઘા અભિનેતા ભારતના

તમને જણાવી દઈએ કે વર્ષ 2023માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ 'જેલર' બાદ રજનીકાંત 'થલાઈવર 171' માટે હેડલાઈન્સમાં છે. એક રિપોર્ટ અનુસાર, રજનીકાંતે આ ફિલ્મ માટે મેકર્સ પાસેથી 280 કરોડ રૂપિયાની ફી વસૂલ કરી છે. આ રીતે તેઓ ભારતના સૌથી મોંઘો અભિનેતા બની ગયા છે.

આ પણ વાંચો: ‘રામાયણ’સિરિયલના નિર્માતા રામાનંદ સાગરની આજે પૂણ્યતિથી

Tags :
Advertisement

.