Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દિગ્ગજ અભિનેતા રજનીકાંતની તબિયત બગડી, ચેન્નાઈની ખાનગી હોસ્પિટલમાં દાખલ

સાઉથ ફિલ્મના સુપર સ્ટાર રજનીકાંત તબિયત લથડી ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હાલમાં સુપરસ્ટારની હાલત સ્થિર Rajinikanth :સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ સુપરસ્ટાર રજનીકાંત(Rajinikanth)ને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે. સુપરસ્ટારને સોમવારે મોડી રાત્રે ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં...
દિગ્ગજ અભિનેતા રજનીકાંતની તબિયત બગડી  ચેન્નાઈની ખાનગી હોસ્પિટલમાં દાખલ
Advertisement
  • સાઉથ ફિલ્મના સુપર સ્ટાર રજનીકાંત તબિયત લથડી
  • ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા
  • હાલમાં સુપરસ્ટારની હાલત સ્થિર

Rajinikanth :સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ સુપરસ્ટાર રજનીકાંત(Rajinikanth)ને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે. સુપરસ્ટારને સોમવારે મોડી રાત્રે ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જોકે, હવે રજનીકાંતની તબિયત સ્થિર હોવાનું કહેવાય છે. બીજી તરફ, આ સમાચાર આવતાની સાથે જ ચાહકો સુપરસ્ટારના સ્વાસ્થ્યને લઈને ચિંતિત થઈ ગયા છે, જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, ચેન્નાઈ પોલીસનું કહેવું છે કે રજનીકાંતને મોડી રાત્રે અચાનક પેટમાં દુખાવો થવા લાગ્યો. આથી તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલમાં સુપરસ્ટારની હાલત સ્થિર છે.

પત્નીએ હેલ્થની આપી માહિતી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુપરસ્ટાર રજનીકાંતે 2016માં સિંગાપુરની એક હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. કહેવાય છે કે તબિયત બગડવાના કારણે સોમવારે રાત્રે તેમને ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેને પેટમાં દુખાવાની ફરિયાદ હોવાનું કહેવાય છે.

Advertisement

Advertisement

ચાહકો ચિંતિત થઈ ગયા

બીજી તરફ રજનીકાંતના અચાનક હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર સામે આવ્યા બાદ તેમના ચાહકો ખૂબ જ નર્વસ છે. ચાહકો સતત પ્રાર્થના કરી રહ્યા છે કે અભિનેતા જલ્દીથી જલ્દી સ્વસ્થ થઈ જાય. હાલમાં રજનીકાંત ડોક્ટરોની દેખરેખમાં છે.દેખીતી રીતે, આ દિવસોમાં સુપરસ્ટાર્સ તેમની ફિલ્મો માટે ચર્ચામાં છે. તેની એક નહીં પરંતુ બે ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે. રજનીકાંતની પહેલી ફિલ્મ 10 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે, જેનું નામ 'વેટ્ટૈયા' છે. આ ફિલ્મમાં તેમની સાથે બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પણ જોવા મળશે.

આ પણ  વાંચો -ફિલ્મ એક્ટર મિથુન ચક્રવર્તીને દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળશે, કેન્દ્ર સરકારે કર્યું એલાન

બે ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે

તમને જણાવી દઈએ કે 'વેટ્ટૈયા'નું ટ્રેલર બુધવારે 2જી ઓક્ટોબરે રિલીઝ થશે. તેની બીજી ફિલ્મ 'કુલી' આવતા વર્ષે 2025માં સિનેમાઘરોમાં રિલીઝ થશે. લોકેશ કનાગરાજ આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે સુપરસ્ટાર રજનીકાંતે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 49 વર્ષથી વધુ સમય પસાર કર્યો છે. તેણે પોતાની આખી કારકિર્દીમાં 100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે પોતાના દમદાર અભિનય દ્વારા હંમેશા તેના ચાહકોનું દિલ જીત્યું છે. તે જ સમયે, ચાહકો પણ રજનીકાંતની ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે.

Tags :
Advertisement

Related News

featured-img
Top News

IND vs ENG T20 સિરીઝ: ઇંગ્લેન્ડ સામેની T20 સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, અક્ષર પટેલને મળી મોટી જવાબદારી

featured-img
જામનગર

Jamnagar: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બે દિવસ જામનગરની મુલાકાતે, એરપોર્ટ પર કરાયું ઉષ્માભેર સ્વાગત

featured-img
રાષ્ટ્રીય

UPA સરકાર સમયે રૂપિયો નબળો પડે તો આબરૂ જતી હતી, હવે મોદી સરકાર ગર્વ લે છે! પ્રિયંકા ગાંધી

featured-img
એક્સક્લુઝીવ

ગાયનું નકલી ઘી બજારમાં ઠાલવી મહિને કરોડો કમાતા ગુનેગારોને SMC એ પકડ્યા

featured-img
રાષ્ટ્રીય

ચિતાની આગમાં સળગાવી 36 હજાર કરોડનું ડ્રગ્સ, આ રાજ્યની પોલીસે કરી કમાલ

featured-img
અમદાવાદ

Gujarat: રાજ્યમાં વધુ એક HMPV વાયરસનો કેસ નોંધાયો, પોઝિટવ કેસનો આંકડો વધ્યો

×

Live Tv

Trending News

.

×