Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Cyclone Biparjoy : આ દિવસથી દર્શનાર્થીઓ માટે ફરી ખુલશે સોમનાથ મંદિરના દ્વાર

બિપરજોય વાવાઝોડા અને તેની આડ અસરો ને ધ્યાને લઈને શ્રી સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના શ્રી અહલ્યાબાઈ મંદિર, શ્રી ભાલકા મંદિર, શ્રી ગીતા મંદિર, શ્રી રામ મંદિર, ત્રિવેણી સંગમ, શ્રી શશિભૂષણ મહાદેવ મંદિર, પ્રાચી ખાતેના ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરો દર્શનાર્થીઓ...
09:17 PM Jun 16, 2023 IST | Viral Joshi

બિપરજોય વાવાઝોડા અને તેની આડ અસરો ને ધ્યાને લઈને શ્રી સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના શ્રી અહલ્યાબાઈ મંદિર, શ્રી ભાલકા મંદિર, શ્રી ગીતા મંદિર, શ્રી રામ મંદિર, ત્રિવેણી સંગમ, શ્રી શશિભૂષણ મહાદેવ મંદિર, પ્રાચી ખાતેના ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરો દર્શનાર્થીઓ માટે તા.15 તથા તા.16 બે દિવસ માટે બંધ રાખવામાં આવેલ હતા.

આવતીકાલથી મંદિરના દ્વાર ખુલશે

વાવાઝોડાની અસરો પૂર્ણતાના આરે છે ત્યારે જોખમ ઘટતા આવતીકાલે તા.17/06/23 અને શનિવાર ના રોજ દર્શનાર્થીઓ માટે શ્રી સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરો તેમના નિયત સમયે ખુલશે અને યાત્રીઓ દર્શન-પૂજન કરી ધન્ય બનશે.

વાવાઝોડાના કારણે મંદિર બંધ હતુ

ઉલ્લેખનીય છે કે, વાવાઝોડાના ખતરાને જોતા દર્શનાર્થીઓ માટે સોમનાથ મંદિર બંધ કરી દેવાયું હતું. જે બાદ હવે વાવાઝોડાનો ખતરો ટળતા સોમનાથ મંદિર ફરીથી શ્રદ્ધાળુંઓ માટે ખુલશે.

આ પણ વાંચો : વાવાઝોડાની કપરી પરિસ્થિતિમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રહ્યા દ્વારિકાવાસીઓની પડખે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
cyclone biparjoyCyclone UpdateDevoteeSomnath Temple
Next Article