Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના ક્યારેક કાર્યક્રમ જોઉં છું..., મને અંગત રીતે તેમા કોઇ રસ નથી : નીતિન પટેલ

ગુજરાતમાં 26 મેથી બાગેશ્વરધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી તેમનો દિવ્ય દરબાર ત્રણ શહેર સુરત, અમદાવાદ અને રાજકોટમાં યોજવાના છે. જેને લઇને તૈયારીઓ ખૂબ જોર શોરથી ચાલી રહી છે. ઘણી હિન્દુ સંસ્થાઓએ બાબા ધિરેન્દ્ર શાસ્ત્રીના દરબારને ટેકો આપ્યો છે. આ વચ્ચે...
03:51 PM May 17, 2023 IST | Hardik Shah
https://www.gujaratfirst.com/wp-content/uploads/2023/05/Nitin-Patel.mp4

ગુજરાતમાં 26 મેથી બાગેશ્વરધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી તેમનો દિવ્ય દરબાર ત્રણ શહેર સુરત, અમદાવાદ અને રાજકોટમાં યોજવાના છે. જેને લઇને તૈયારીઓ ખૂબ જોર શોરથી ચાલી રહી છે. ઘણી હિન્દુ સંસ્થાઓએ બાબા ધિરેન્દ્ર શાસ્ત્રીના દરબારને ટેકો આપ્યો છે. આ વચ્ચે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક નિવેદન આપ્યું છે. જેમા તેમણે કહ્યું છે કે, ટીવીમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમ જોઉં છું પણ ગુજરાતમાં તેમને લઇને કેવું આયોજન છે તેમા મને અંગત રીતે કોઇ રસ નથી.

રાજ્યમાં ત્રણ શહેરોમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને જો અમદાવાદની વાત કરીએ તો અહીં બાગેશ્વર ધામના દરબારને VHPનો ટેકો મળ્યો છે. જેમાં VHPના પ્રાંત અધ્યક્ષ રાજુભાઈ ઠાકરે નિવેદન આપ્યું છે કે સનાતન ધર્મનો પ્રચાર કરી રહ્યા હોય એમને અટકાવવા ન જોઈએ. દરેક હિન્દુ સંગઠનોએ સાથે આવવુ જોઈએ. તેમણે કહ્યું કે, ઘરમાં ચોરી થાય તો બાબા શોધવા જાય એ તર્ક યોગ્ય નથી. સંસ્કૃતિને જાગૃત કરવાનું કામ થવુ જોઈએ. બાબા બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાવાનો છે. જેમાં વીએચપીએ ટેકો જાહેર કર્યો છે. આ દરબાર ભરવવો જ જોઈએ. સનાતન ધર્મનો પ્રચાર કરી રહ્યા છે તેમને અટકાવવા જોઇએ નહી. દરેક હિંદુ સંગઠનોએ સાથે આવવું જોઈએ. તેમજ ધીરેન્દ્ર શાસ્ત્રીના લોક દરબારને સનાતન ધર્મનો ટેકો મળ્યો છે.

આ પણ વાંચો - બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પર રાજકોટના પરિવારે લગાવ્યો આ ગંભીર આરોપ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
baba DhirendrashastribageshwardhamFormerDy.CMNitinPatelNitin Patel
Next Article