જાપાનના PM પર સ્મોક બોમ્બથી કરાયો હુમલો, હુમલાખોરની કરાઈ અટકાયત
જાપાનના PM ના ભાષણ દરમિયાન વિસ્ફોટ થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જો કે PM ને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. ધ જાપાન ટાઈમ્સ અનુસાર, જાપાનના PM ફુમિયો કિશિદા શનિવારે વાકાયામા શહેરમાં ભાષણ આપવાના હતા, તે પહેલા જ જોરદાર વિસ્ફોટ થયો. એવું કહેવાય છે કે નેતા પર સ્મોક બોમ્બ અથવા પાઇપ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા અને બ્લાસ્ટ બાદ તેઓ બચવા માટે અહીં-ત્યાં ભાગવા લાગ્યા હતા. આ કેસમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ અકસ્માતમાં કિશિદાનો આબાદ બચાવ થયો છે. ધ જાપાન ટાઈમ્સ અનુસાર, તેઓ સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં ભાષણ આપવાના હતા.
જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની જાહેરમાં ગોળી મારીને હત્યા કર્યા બાદ હવે તાજેતરના વડાપ્રધાન ફુમિયો કિશિદા પર ભાષણ દરમિયાન જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. તેઓ જ્યારે વાકાયામા શહેરમાં ભાષણ આપી રહ્યા હતા ત્યારે આ વિસ્ફોટ થયો હોવાના અહેવાલ છે. બ્લાસ્ટનો અવાજ સાંભળ્યા બાદ જાપાનના PM ને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. એક શંકાસ્પદ વ્યક્તિએ PM પર સ્મોક બોમ્બ ફેંક્યો હોવાનું કહેવાય છે. હાલ હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે. હાલ આ હુમલામાં કોઈ નુકસાનના સમાચાર નથી.
ધ જાપાન ટાઈમ્સ અનુસાર, જાપાનના PM ફુમિયો કિશિદા વાકાયામા શહેરમાં પોતાનું ભાષણ શરૂ કરવાના હતા તે પહેલા જ વિસ્ફોટ થયો હતો. સ્મોક બોમ્બ ફેંકાયા બાદ નાસભાગ જેવો માહોલ સર્જાયો હતો. વિસ્ફોટ બાદ થોડીવાર માટે ધુમાડો પણ ફેલાઈ ગયો હતો. આ સમગ્ર મામલાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં ઘટનાસ્થળે હાજર લોકો પોતાનો જીવ બચાવવા દોડતા જોવા મળે છે.
શિન્ઝો આબે પર પણ થયો હતો હુમલો
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પૂર્વ વડાપ્રધાન શિંજો આબે (67) પર ભાષણ દરમિયાન તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરે ગયા વર્ષે 8 જુલાઈના રોજ આ ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટના દરમિયાન શિન્ઝો આબે નારા શહેરમાં ભાષણ આપી રહ્યા હતા, તે જ સમયે હુમલાખોરે ગોળીબાર કરીને તેમની હત્યા કરી દીધી હતી.
આ પણ વાંચો : UP STF એ ઝાંસીમાં ASAD AHEMAD અને ગુલામને કર્યાં ઠાર, ઉમેશ પાલ હત્યા કેસમાં હતા ફરાર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ