Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચીનમાં જમીન નીચે મળ્યા માતા-પુત્રના હાડપિંજર

લાજિયાઝેનમાં પુરાતત્વવિદોને બે જોડાયેલા હાડપિંજર મળ્યા માતા અને બાળક વચ્ચેનો સંબંધ દુનિયામાં સૌથી મજબૂત અને ખાસ માનવામાં આવે છે. કદાચ તેથી જ સમય અને મૃત્યુ પણ તેમને અલગ કરી શક્યા નથી. મધ્ય ચીનમાં પીળી નદીના કિનારે સ્થિત લાજિયાઝેનમાં પુરાતત્વવિદોને બે...
ચીનમાં જમીન નીચે મળ્યા માતા પુત્રના હાડપિંજર

લાજિયાઝેનમાં પુરાતત્વવિદોને બે જોડાયેલા હાડપિંજર મળ્યા

Advertisement

માતા અને બાળક વચ્ચેનો સંબંધ દુનિયામાં સૌથી મજબૂત અને ખાસ માનવામાં આવે છે. કદાચ તેથી જ સમય અને મૃત્યુ પણ તેમને અલગ કરી શક્યા નથી. મધ્ય ચીનમાં પીળી નદીના કિનારે સ્થિત લાજિયાઝેનમાં પુરાતત્વવિદોને બે જોડાયેલા હાડપિંજર મળ્યા, જે માતા અને તેના બાળકના હોવાનું કહેવાય છે. 2,000 બીસીની આસપાસ મધ્ય ચીનના કિંઘાઈ પ્રાંતમાં આવેલા શહેરને તબાહ કરનાર શક્તિશાળી ધરતીકંપ અને પૂર દરમિયાન માતા તેના બાળકને બચાવવાનો પ્રયાસ કરી રહી હોવાનું માનવામાં આવે છે.

તો બીજી તરફ હાડપિંજરના અવશેષોની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જે કોઈપણના હૃદયને કંપાવી નાખશે. કારણ કે મળેલા અવશેષોમાં માતા જમીન પર ઘૂંટણિયે પડીને ઉપર જોઈ રહી છે, અને તેણે પોતાના બાળકને ખોળામાં રાખ્યો છે. પુરાતત્વોના જણાવ્યા પ્રમાણે આ બાળક એક છોકરો હતો.

Advertisement

આ દુર્ઘટનાનું ચોક્કસ પ્રમાણ હજુ સુધી સમજી શકાયું નથી

નિષ્ણાતોનું માનવું છે કે આ સ્થળ ભૂકંપ અને પીળી નદીના પૂરથી બરબાદ થયું હતું. પરંતુ આ દુર્ઘટનાનું ચોક્કસ પ્રમાણ હજુ સુધી સમજી શકાયું નથી. જો કે આ કુદરતી આફતે સમગ્ર વસાહતનો નાશ કર્યો હોય તેવું માનવામાં આવે છે, જેના કારણે તેની સરખામણી પોમ્પેઈ સાથે કરવામાં આવે છે. તે ઉપરાંત લાજિયા તરીકે ઓળખાતી આ જગ્યા પ્રાચીન રોમન શહેર કરતાં 2,000 વર્ષ જૂની છે.

Advertisement

લાજિયા શહેર લગભગ 40,000 ચોરસ ફૂટમાં ચીનના ક્ષેત્રફળમાં પ્રસરેલું હતું. આ શહેરની શોધ 2000 ના દાયકાની શરૂઆતમાં થઈ હતી. આખરે આ માતા અને બાળકના હાડપિંદરને લાજિયા રુઈન્સ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: સંસદમાં થયેલ ચૂક પર સ્પીકર ઓમ બિરલાએ આપી પ્રતિક્રિયા

Tags :
Advertisement

.