Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Himachal : CM ના સમોસા ખાઇ જવાનો કેસ, 5 પોલીસમેનને કારણ બતાવો નોટિસ

હિમાચલમાં સમોસાનું રાજકારણ ગરમાયું મુખ્યપ્રધાન માટે લવાયેલા સમોસા 10 લોકો ખાઇ ગયા સમોસાના કારણે પાંચ પોલીસકર્મીઓને કારણ બતાવો નોટિસ ફટકારવામાં આવી રાજ્ય CID ને સમગ્ર મામલાની તપાસ સોંપાઇ Himachal Pradesh : ભારતમાં સમોસાનો ક્રેઝ અલગ સ્તરે છે. હોટલથી લઈને...
himachal   cm ના સમોસા ખાઇ જવાનો કેસ  5 પોલીસમેનને કારણ બતાવો નોટિસ
  • હિમાચલમાં સમોસાનું રાજકારણ ગરમાયું
  • મુખ્યપ્રધાન માટે લવાયેલા સમોસા 10 લોકો ખાઇ ગયા
  • સમોસાના કારણે પાંચ પોલીસકર્મીઓને કારણ બતાવો નોટિસ ફટકારવામાં આવી
  • રાજ્ય CID ને સમગ્ર મામલાની તપાસ સોંપાઇ

Himachal Pradesh : ભારતમાં સમોસાનો ક્રેઝ અલગ સ્તરે છે. હોટલથી લઈને રસ્તા પર પણ લોકો સમોસા ખાતા જોવા મળશે. પરંતુ શું તમે વિચાર્યું છે કે સમોસા સમગ્ર પોલીસ પ્રશાસનની ઊંઘ હરામ કરી શકે છે? કોંગ્રેસ શાસિત રાજ્ય હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)માં પણ કંઈક આવું જ બન્યું છે. અત્યારે હિમાચલની રાજનીતિમાં સમોસા હોટફેવરિટ બન્યા છે. સમોસાના કારણે પાંચ પોલીસકર્મીઓને કારણ બતાવો નોટિસ ફટકારવામાં આવી છે. એટલું જ નહીં તેમની સામે કડક શિસ્તભંગના પગલાંની ભલામણ કરવામાં આવી છે. રાજ્ય CID તેની તપાસ કરી રહી છે.

Advertisement

શું છે સમગ્ર મામલો?

હકીકતમાં, 21 ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ સાયબર વિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવા CID હેડક્વાર્ટર ગયા હતા. અહીં મુખ્યમંત્રી માટે લાવવામાં આવેલા કેસ અને સમોસા તેમના સ્ટાફમાં વહેંચવામાં આવ્યા હતા. સીઆઈડીએ તેની તપાસ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે માત્ર એસઆઈને જ ખબર હતી કે આ બોક્સ ખાસ કરીને સીએમ સુખુ માટે છે.

આ પણ વાંચો----Supreme Court : અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો લઘુમતી દરજ્જો નક્કી કરવા નવી બેન્ચની રચના

Advertisement

સંકલનના અભાવે ભૂલ

તપાસમાં જાણવા મળ્યું કે જ્યારે આ બોક્સ મહિલા ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવ્યા હતા, ત્યારે તેણે કોઈ વરિષ્ઠ અધિકારી સાથે પુષ્ટિ કરી ન હતી અને તેમને નાસ્તા માટે જવાબદાર મિકેનિકલ ટ્રાન્સપોર્ટ (MT) વિભાગમાં મોકલ્યા હતા. આ ભૂલને કારણે, આ બૉક્સ તેમના યોગ્ય વ્યક્તિ સુધી પહોંચે તે પહેલાં જ ખોવાઈ ગયા હતા. રિપોર્ટમાં કહેવાયું છે કે સંતલનની ખામી પણ આ ભૂલ માટે જવાબદાર છે.

10/12 વ્યક્તિઓને ચા પીરસવામાં આવી હતી

તપાસ અહેવાલમાં જણાવાયું છે કે ઉપરોક્ત ત્રણ બોક્સમાં રાખવામાં આવેલી વસ્તુઓ આઈજીની ઓફિસમાં બેઠેલા 10/12 લોકોને ચા સાથે પીરસવામાં આવી હતી. કહેવાતા ત્રણ બોક્સ જે હોટલમાંથી લાવવામાં આવ્યા હતા, તેમાં રહેલ ખાદ્યપદાર્થો મુખ્ય પ્રધાન માટે હતા, માત્ર એસઆઈને જ આ વાતની જાણ હતી. તેમ છતાં ઉપરોક્ત ત્રણેય બોક્સ કોઈ ઉચ્ચ અધિકારીને પૂછ્યા વગર નિરીક્ષક દ્વારા એમટી વિભાગને સોંપવામાં આવ્યા હતા. બોક્સ ખોલવામાં આવ્યા અને તેમાં રહેલી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું.

Advertisement

આ પણ વાંચો---Jammu Kashmir વિધાનસભા સત્રમાં આજે ફરી બબાલ

Tags :
Advertisement

.