ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bahraich માં પથ્થરમારો અને આગચંપી, પોલીસે છોડ્યા ટિયરગેસ

ઉત્તર પ્રદેશના બહરાઈચમાં દુર્ગા મૂર્તિ વિસર્જનની શોભાયાત્રા દરમિયાન થયેલો હોબાળો પોલીસ પર પથ્થરમારો પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસ છોડવામાં આવ્યા લોકો લાકડીઓ લઈને રસ્તા પર ઉતરી આવ્યા Bahraich Riots : ઉત્તર પ્રદેશના બહરાઈચમાં દુર્ગા મૂર્તિ વિસર્જનની શોભાયાત્રા દરમિયાન...
12:26 PM Oct 14, 2024 IST | Vipul Pandya
Bahraich riots

Bahraich Riots : ઉત્તર પ્રદેશના બહરાઈચમાં દુર્ગા મૂર્તિ વિસર્જનની શોભાયાત્રા દરમિયાન થયેલો હોબાળો (Bahraich Riots) અટકવાના કોઈ સંકેતો દેખાઈ રહ્યા નથી. પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યા બાદ ત્યારબાદ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસ છોડવામાં આવ્યા છે. મહારાજગંજ પાસે રાજી ઈન્ટરસેક્શન પર મોટાપાયે આગચંપી પણ થઈ છે. સ્થિતિ એવી છે કે લોકો લાકડીઓ લઈને રસ્તા પર ઉતરી આવ્યા છે. આ તંગદિલીભર્યા માહોલમાં પોલીસ લોકોને સંયમ રાખવા અપીલ કરી રહી છે. મહારાજગંજમાં વિસર્જન સરઘસ દરમિયાન બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં એક યુવકનું મોત થયું હતું. હાલમાં જે 30 લોકોની અટકાયત કરવામાં આવી છે તેમની પૂછપરછ ચાલી રહી છે.

6 પોલીસકર્મીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા

આ કેસમાં છ પોલીસકર્મીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બીજી તરફ ટોળાએ આજે ​​દુકાનોને આગ ચાંપી દીધી હતી, ત્યાર પછી સ્થિતિ વધુ ભયાનક જોવા મળી હતી. બીજી તરફ આ મામલે પોલીસની કાર્યવાહી ચાલુ છે. સીએમ યોગીએ પણ આ મામલે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે.

આ પણ વાંચો----Ayodhya : કાર્યકર્તાઓ છે કે પછી અખાડાના પહેલવાનો? SP ના કાર્યકરો વચ્ચે ઝપાઝપી Video

દુકાનોમાં તોડફોડ, વાહનો સળગાવ્યા

હિંસક લોકો વાહનો અને દુકાનોને આગ લગાવી રહ્યા છે. આ સાથે તોડફોડ પણ કરવામાં આવી રહી છે. જો કે પોલીસ પરિસ્થિતિને કાબુમાં લેવા માટે વ્યસ્ત છે. બજારમાં પ્રવેશતાની સાથે જ ત્યાંની દુકાનોમાં તોડફોડ જોવા મળે છે. સ્થાનિક લોકો હાથમાં હથિયારો લઈને વિરોધ કરી રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં અઘોષિત કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. આ વિસ્તારમાં પોલીસ અને પીએસી પણ તૈનાત છે.

કેવી રીતે વિસ્તારમાં ફેલાયો તણાવ?

ગઈકાલે જે રૂટ પરથી દુર્ગા મૂર્તિ સરઘસ જતું હતું ત્યાં ધ્વજ ફરકાવવા અને ડીજે વગાડવા બાબતે વિવાદ થયો હતો. જે સતત વધતો રહ્યો હતો જે દરમિયાન પથ્થરમારો અને ફાયરિંગ પણ થયું હતું. તોફાનમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ત્યાર પછી સ્થિતી વણસી ગઇ હતી અને સમગ્ર વિસ્તારમાં ભારે તોડફોડ કરવામાં આવી હતી. બાઇકો તોડવામાં આવી હતી. આ વિસ્તારમાં પહેલા પણ નાની-નાની ઘટનાઓ બની છે, પરંતુ આવો તણાવ અહીં ક્યારેય ફેલાયો નથી. હવે વીડિયો ક્લિપના આધારે લોકોની ઓળખ કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો---મા દુર્ગાના વિસર્જન સમયે મુસ્લિમ વિસ્તારમાં યાત્રા ઉપર પથ્થમારો અને ગોળીબાર...

Tags :
BahraichBahraich PoliceBahraich riotsDurga idol processionpolice actionRiotsShops and vehicles were vandalizedUttar Pradesh
Next Article