Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ટેક્સાસના શોપિંગ મોલમાં ગોળીબાર, 9ના મોત 

અમેરિકાના ટેક્સાસમાં ફરી એકવાર ગોળીબારની ઘટના બની છે. ટેક્સાસના એક શોપિંગ મોલમાં થયેલા ગોળીબારમાં 9 લોકોના મોત થયા છે. પોલીસે ગોળીબાર કરનારને ઠાર કર્યો હતો. આ ફાયરિંગમાં બાળકો સહિત ડઝનેક લોકો ઘાયલ થયા છે. પોલીસે શંકાસ્પદ શૂટરને ઠાર માર્યો સત્તાવાળાઓએ...
ટેક્સાસના શોપિંગ મોલમાં ગોળીબાર  9ના મોત 
અમેરિકાના ટેક્સાસમાં ફરી એકવાર ગોળીબારની ઘટના બની છે. ટેક્સાસના એક શોપિંગ મોલમાં થયેલા ગોળીબારમાં 9 લોકોના મોત થયા છે. પોલીસે ગોળીબાર કરનારને ઠાર કર્યો હતો. આ ફાયરિંગમાં બાળકો સહિત ડઝનેક લોકો ઘાયલ થયા છે.
પોલીસે શંકાસ્પદ શૂટરને ઠાર માર્યો
સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે કથિત હુમલાખોરે એલન, ટેક્સાસમાં એલન પ્રીમિયમ આઉટલેટ્સ મોલમાં ગોળીબાર કર્યો હતો. અહેવાલો અનુસાર, જવાબી કાર્યવાહીમાં પોલીસે શંકાસ્પદ શૂટરને ઠાર માર્યો છે. આ ઘટનાની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં લોહીથી લથપથ લોકો જમીન પર પડતા જોઈ શકાય છે. માર્યા ગયેલા હુમલાખોર પણ વીડિયોમાં દેખાય છે. હુમલામાં વપરાયેલી બંદૂક પણ તેના શરીર પાસે દેખાઈ રહી છે.

Advertisement

કેટલાક પીડિતો મોલમાં ફસાયેલા
કોલિન કાઉન્ટી શેરિફ ઓફિસે ઘટનાની પુષ્ટિ કરી છે. આ સાથે લોકો ઘાયલ થયા હોવાની પણ ચર્ચા છે. એલન પોલીસ વિભાગે સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર લોકોને આ વિસ્તારમાં જવાનું ટાળવાની સલાહ આપી છે. શેરિફ ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું કે કેટલાક પીડિતો મોલમાં ફસાયેલા છે. જો કે, પ્રવક્તાએ કહ્યું કે હાલમાં તેમની સ્થિતિ વિશે કોઈ માહિતી નથી.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો અનુસાર, મોલમાં હાજર ઘણા કર્મચારીઓએ બિલ્ડિંગની અંદર આશરો લીધો છે.
Tags :
Advertisement

.