Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Shocking! Poonam Pandey નું અવસાન, કેન્સરથી પીડિત હતી, મેનેજરે પુષ્ટિ કરી...

પોતાની બોલ્ડનેસ અને વિવાદો માટે જાણીતી અભિનેત્રી પૂનમ પાંડે (Poonam Pandey)નું અચાનક નિધન થયું છે. તેના મેનેજરે આ સમાચારની પુષ્ટિ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે પૂનમ સર્વાઇકલ કેન્સરથી પીડિત હતી. આ સમાચાર સામે આવ્યા બાદ તેમના ચાહકો આઘાતમાં...
shocking  poonam pandey નું અવસાન  કેન્સરથી પીડિત હતી  મેનેજરે પુષ્ટિ કરી
Advertisement

પોતાની બોલ્ડનેસ અને વિવાદો માટે જાણીતી અભિનેત્રી પૂનમ પાંડે (Poonam Pandey)નું અચાનક નિધન થયું છે. તેના મેનેજરે આ સમાચારની પુષ્ટિ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે પૂનમ સર્વાઇકલ કેન્સરથી પીડિત હતી. આ સમાચાર સામે આવ્યા બાદ તેમના ચાહકો આઘાતમાં છે.

Advertisement

Advertisement

ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી

32 વર્ષની પૂનમ પાંડે (Poonam Pandey) સર્વાઇકલ કેન્સરનો સામનો કરી રહી હતી. અભિનેત્રીની ટીમે પોતાના નિવેદનમાં આ વાતનો ખુલાસો કર્યો છે. પૂનમ પાંડે (Poonam Pandey)ની ટીમે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પરથી સોશિયલ મીડિયા પર સત્તાવાર નિવેદન જારી કર્યું છે. તેમાં લખ્યું છે કે, 'આજની ​​સવાર આપણા બધા માટે ખૂબ જ મુશ્કેલ છે.

Advertisement

અમે જાહેર કરતાં દુઃખી છીએ કે અમે અમારી પ્રિય પૂનમને સર્વાઇકલ કેન્સરથી ગુમાવી છે. તેમણે તેમના સંપર્કમાં આવનાર દરેક જીવને સંપૂર્ણ પ્રેમ અને દયા આપી. આ દુઃખદ સમયમાં, અમે ચાહકો પાસેથી ગોપનીયતાની વિનંતી કરીએ છીએ જેથી કરીને અમે તેમને પ્રેમથી યાદ રાખી શકીએ.

મેનેજમેન્ટ ટીમે પુષ્ટિ કરી હતી

પૂનમ પાંડે (Poonam Pandey)ના ઈન્સ્ટાગ્રામ પરથી શેર કરવામાં આવેલી આ પોસ્ટે સોશિયલ મીડિયા યુઝર્સને પરેશાન કરી દીધા છે. ઘણા યુઝર્સે પોસ્ટ પર કોમેન્ટ કરીને પૂછ્યું છે કે શું આ મજાક છે. શું પૂનમની ટીમ કોઈ પ્રોજેક્ટને પ્રમોટ કરવા માટે આ ટ્રિક અજમાવી રહી છે? શું તે સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા માંગે છે અથવા તેનું એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે?

આ પણ વાંચો : Budget 2024 : ભૂતાન માટે નિર્મલાએ ખોલી તિજોરી, માલદીવને ફરી ઝટકો…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

Trending News

.

×