Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Manohar Joshi: શિવસેનાના પ્રથમ મુખ્યમંત્રી મનોહર જોશીનું નિધન, રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર

Manohar Joshi: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેનાના વરિષ્ઠ રાજનેતા એવા મનોહર જોશીનું આજે નિધન થઈ ગયું છે. મળતી વિગતો પ્રમાણે તેમણે મુંબઈ હિંદુજા હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધો હતો. તેમને હાર્ટ એટેક આવ્યું હતું જેથી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતાં. 86...
manohar joshi  શિવસેનાના પ્રથમ મુખ્યમંત્રી મનોહર જોશીનું નિધન  રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર

Manohar Joshi: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેનાના વરિષ્ઠ રાજનેતા એવા મનોહર જોશીનું આજે નિધન થઈ ગયું છે. મળતી વિગતો પ્રમાણે તેમણે મુંબઈ હિંદુજા હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધો હતો. તેમને હાર્ટ એટેક આવ્યું હતું જેથી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતાં. 86 વર્ષના મનોહર જોશીની તબિયત બગતા પરિવારજનો 21 ફેબ્રુઆરીએ હિંદુજા હોસ્પિટલ લઈ ગયા હતાં. ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલમાં સતત તેમની સારવાર ચાલી રહી હતી. શુક્રવારે સવારે 3.02 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

Advertisement

બપોરે 02 વાગે તેમની અંતિમ યાત્રા નીકળશે

તમારી જાણકારી ખાતર કે, મનોહર જોશીના પાર્થિવ દેહને 11 વાગ્યાથી લઈને બપોરે 02 વાગ્યા સુધી તેમના નિવાસ સ્થાન રૂપારેલ કોલેજ, માટુંગા પશ્ચિમ ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. આ સાથે બપોરે 02 વાગે તેમની અંતિમ યાત્રા નીકળશે. તેમના અંતિમ સંસ્કાર દાદર સ્મશાન ગૃહમાં રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે.

મનોહર જોશી 5 દાયકા સુધી રાજનીતિમાં સતત સક્રિય રહ્યા અને મુખ્યમંત્રી પણ રહ્યા હતાં. તેમની રાજકીય કારકિર્દી વાત કરવામાં આવે તો મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર તરીકે શરૂ થઈ હતી. ત્યારબાદ તેઓ મેયર, વિધાન પરિષદના સભ્ય, ધારાસભ્ય, લોકસભા અને રાજ્યસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી બન્યા અને પછી એનડીએ સરકાર દરમિયાન લોકસભાના સ્પીકર પણ બન્યા.

Advertisement

પ્રથમ વખથ શિવસેનાએ 1995 માં સરકાર બનાવી હતી.

ઉલ્લેખનીય છે કે, જ્યારે મહારાષ્ટ્રમાં પહેલી વખત 1995માં શિવસેનાની સત્તા આવી ત્યારે બીજેપી સાથે મળીને સરકાર બનાવી હતી. શિવસેનાને સત્તાની કમાન મળી ગઈ હતી અને બાળ ઠાકરેએ તેમના સૌથી વિશ્વાસુ મનોહર જોશીને મુખ્ય પ્રધાન તરીકેનો તાજ પહેરાવ્યો હતો, આ રીતે જોશીએ શિવસેનાના પ્રથમ મુખ્ય પ્રધાન બનવાનું બિરુદ મેળવ્યું હતું. મનોહર જોશી 14 માર્ચ, 1995ના રોજ મુખ્યમંત્રી બન્યા અને 31 જાન્યુઆરી, 1999 સુધી આ પદ પર રહ્યા. આ રીતે મનોહર જોશીએ 3 વર્ષ અને 323 દિવસ માટે ચાર્જ સંભાળ્યો હતો પરંતુ પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી.

Advertisement

આ પણ વાંચો: Today History : શું છે 23 ફેબ્રુઆરીની HISTORY? જાણો આજનું જ્ઞાન પરબ અને ઈતિહાસ 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.