Defamation Case : સંજય રાઉતને 15 દિવસની જેલની સજા
Defamation Case : શિવસેનાના સાંસદ (ઉદ્ધવ જૂથ) સંજય રાઉત માનહાનિના કેસ (Defamation Case) માં દોષી સાબિત થયા છે. કોર્ટે તેમને 15 દિવસની જેલની સજા ફટકારી છે. આ સાથે તેમને 25 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ભાજપ નેતા કિરીટ સોમૈયાની પત્ની મેધા કિરીટે રાઉત વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. મેધાએ તેમની સામે 100 કરોડનો માનહાનિનો દાવો કર્યો હતો.
મેધા સોમૈયાની અરજી પર મુંબઈની શિવરી કોર્ટમાં સુનાવણી
મેધા સોમૈયાની અરજી પર મુંબઈની શિવરી કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે આ કેસમાં શિવસેનાના સાંસદને દોષિત ગણાવ્યા છે. મેધાના વકીલ વિવેકાનંદ ગુપ્તાએ કહ્યું કે કોર્ટે સંજય રાઉતને 15 દિવસની જેલની સજા ફટકારી છે અને 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
રાઉતે મેધા પર 100 કરોડ રૂપિયાના ટોયલેટ કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો
વાસ્તવમાં રાઉતે મેધા પર 100 કરોડ રૂપિયાના ટોયલેટ કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. મેધાએ રાઉતના આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે રાઉતના તેમના પરના આરોપો પાયાવિહોણા અને અપમાનજનક હતા.
આ પણ વાંચો----ફરી વરસાદે તબાહી મચાવી, Mumbai ના રસ્તાઓ બન્યા નદીઓ, IMD નું રેડ એલર્ટ
#WATCH | Mumbai: On conviction of Shiv Sena UBT leader Sanjay Raut, BJP leader Kirit Somaiya says, "Sanjay Raut has been sentenced to 15-day imprisonment, he has been taken into custody. Rs 25,000 fine has been imposed on him. He will have to pay this sum to complainant Prof. Dr.… https://t.co/f8HXnGDwOe pic.twitter.com/LBCEgOhMgI
— ANI (@ANI) September 26, 2024
કિરીટ સોમૈયાની પત્ની મેધાએ કેસ દાખલ કર્યો હતો
મામલો વર્ષ 2022નો છે. સંજય રાઉતે મેધા સોમૈયા પર મુલુંડમાં શૌચાલય કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી કિરીટ સોમૈયાએ સંજય રાઉતને આ આરોપના પુરાવા આપવા પડકાર ફેંક્યો હતો. પરંતુ જ્યારે સંજય રાઉતે કોઈ પુરાવા આપ્યા ન હતા ત્યારે મેધા સોમૈયાએ સંજય રાઉત વિરુદ્ધ 100 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
કોર્ટે શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતને આ કેસમાં દોષિત જાહેર કર્યા
મુંબઈની શિવડી કોર્ટમાં આજે બીજેપી નેતા કિરીટ સોમૈયાની પત્ની મેઘા સોમૈયાની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી પૂરી થયા બાદ કોર્ટે શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતને આ કેસમાં દોષિત જાહેર કર્યા છે.
આ પણ વાંચો---PM Modi એ આખરે લેવો પડ્યો આ નિર્ણય....