Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તરભધામ વાળીનાથ મહાદેવ સ્થાનકે શિવ કથાકાર ગિરિબાપુએ ગુજરાત ફર્સ્ટ સાથે કરી ખાસ વાતચીત

શિવ કથાકાર ગિરિબાપુની સાથે ખાસ વાતચીત : મહેસાણાના તરભ વાળીનાથ મહાદેવ સ્થાનકે ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. જેમાં દરરોજ માનવ મહરામણ ઉમટી રહ્યું છે. તરભ વાળીનાથ મંદિર રબારી સમાજની ગુરુગાદી માનવામાં આવે છે. આ સ્થાનક હિન્દુ સમાજ માટે...
તરભધામ વાળીનાથ મહાદેવ સ્થાનકે શિવ કથાકાર ગિરિબાપુએ ગુજરાત ફર્સ્ટ સાથે કરી ખાસ વાતચીત

શિવ કથાકાર ગિરિબાપુની સાથે ખાસ વાતચીત : મહેસાણાના તરભ વાળીનાથ મહાદેવ સ્થાનકે ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. જેમાં દરરોજ માનવ મહરામણ ઉમટી રહ્યું છે. તરભ વાળીનાથ મંદિર રબારી સમાજની ગુરુગાદી માનવામાં આવે છે. આ સ્થાનક હિન્દુ સમાજ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. રબારી સમાજમાં કુરિવાજ, વ્યસન સમાજમાંથી દૂર કરવા સાથે સમાજમાં શિક્ષણનું પ્રમાણ દૂર કરવા બ્રહ્મલીન બળદેવગિરી બાપુ એ અથાગ પ્રયાસ કર્યા હતા.

Advertisement

તરભધામમાં શિવ મહાપુરાણ કથાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વવિખ્યાત શ્રી ગિરીબાપુની શિવ મહાપુરાણ કથાનું રસપાન દરરોજ હજારો ભક્તો કરી રહ્યા છે. ગિરીબાપુની શિવ કથા સાંભળી તરભધામ ખાતે દર્શનાર્થે આવેલ ભક્તો ધન્યતા અનુભવે છે. ત્યારે ગિરીબાપુએ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી. સૌ પ્રથમ ગિરીબાપુએ જયરામગિરિ બાપુનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, આવા સુંદર અવસરે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવા માટે અને તેમાં મારી પસંદગી કરવા બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું.

Advertisement

"સુંદર યજ્ઞ અને સંતોના આશીર્વાદની ભૂમિ"

ગિરિબાપુએ યજ્ઞ વિષેની મહત્વતા અંગે કહ્યું હતું કે, યજ્ઞમાં બ્રાહ્મણની ઉપસ્થિતિ હોય છે, યજ્ઞમાં યજમાનોની ઉપસ્થિતિ હોય છે. વાળીનાથ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે સુંદર કથાપથનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં ભક્તો શાંતિથી બેસીને ત્રણ કલાક કથા સાંભળે છે, બ્રાહ્મણના દર્શન કરે છે, સત્સંગ કરે છે. આ ખૂબ જ પાવન અને અનેરો અવસર છે અને અવસર છે. આવા અવસરો ફરીથી ક્યારેય પણ જીવનમાં પ્રાપ્ત થતાં નથી. આ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવમાં ભક્તોએ તન, મન અને ધનથી સેવા આપી છે, તેમનો આભાર પણ હું માનું છું.

Advertisement

"PM નરેન્દ્ર મોદી ભગવાન વાળીનાથના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે એ આપણા માટે ગૌરવની વાત"

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીના રોજ યોજાયેલ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહ્યા અને તેમના હસ્તે જ તેમણે રામલલાની મૂર્તિમાં પ્રાણ પૂર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભગવાન વાળીનાથની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવાના છે તે અંગે ગિરિબાપુએ કહ્યું હતું કે, PM નરેન્દ્ર મોદી ભગવાન વાળીનાથના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે એ આપણા માટે ગૌરવની વાત છે. ભારતમાં કઈક સારું થઈ રહ્યું છે, ભારતમાં આગળ જતાં પણ વધુ કઈક સારું થવાનું છે. હવે મેરા ભારત મહાન દેખાઈ દે રહા હૈ.

તરભધામ ભગવાન વાળીનાથ

તરભધામ ભગવાન વાળીનાથ

વધુમાં તેમણે કહ્યું હતું કે, દરેકને મારી વિનંતી છે કે ભારતના વિકાસ અને ઉન્નતિ માટે આપણે બીજું કઈ તો ન કરી શકીએ પણ જ્યાં ત્યાં કચરો ન નાખવો જોઈએ, જ્યાં ત્યાં થૂંકવું ન જોઈએ અને બને તો ધ્વનિ પ્રદૂષણ પણ રોકવું જોઈએ. વિદેશમાં જતાં અમે જોયું છે કે, 10 વાગ્યા બાદ ત્યાં ટાંકણીનો પણ અવાજ આવતો નથી. વધુ પડતી ધ્વનિ કાન માટે હાનિકારક નીવડી શકે છે. આપણો ભારત દેશ ઉજ્જવળ છે અને રહેશે આપણે તેમાં આપણું યોગદાન આપીએ.

"12 જયોર્તિલિંગ અને સર્વ તીર્થોની યાત્રાનું ફળ ભગવાન વાળીનાથના દર્શન માત્રથી મળે" 

ભગવાન વાળીનાથ

ભગવાન વાળીનાથ

ગિરિબાપુએ ભગવાન વાળીનાથના શિવલિંગના મહાત્મય વિષે વાત કરતાં કહ્યું હતું કે, જ્યારે પણ ભગવાન શિવના નિરાકાર સ્વરૂપ શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે ત્યારે 12 જ્યોતિર્લિંગની ભૂમિથી માટી લાવવામાં આવે છે. પરંતુ ભગવાન વાળીનાથના શિવલિંગને તો 12 જ્યોતિર્લિંગનો સ્પર્શ કરાવવામાં આવ્યો છે, આ શિવલિંગને જાતે તીર્થક્ષેત્રોની યાત્રા કરાવવામાં આવી છે. તે ખરેખર અદભૂત છે માટે 12 જયોર્તિલિંગ અને સર્વ તીર્થોની યાત્રાનું ફળ ભગવાન વાળીનાથના દર્શન માત્રથી મળે છે.

આ પણ વાંચો -- Rajkot Test : સ્ટેડિયમના પાર્કિંગમાં જુગાર રમતા 7 લોકોને પોલીસે ઝડપ્યા

Tags :
Advertisement

.