Sheikh Hasina ના પુત્રએ કરી આવી માંગ, ભારતીયને થશે ગર્વ, મોદી સરકારને આપ્યો ખાસ સંદેશ... Video
- સજીબ વાજેદે અમેરિકાના વોશિંગ્ટન ડીસીથી એક વીડિયો જાહેર કર્યો
- ભારતે વિશ્વમાં નેતૃત્વની ભૂમિકા ભજવવી જોઈએ - સજીબ વાજેદ
- શેખ હસીનાની સરકારે બાંગ્લાદેશમાં શાંતિ જાળવી - સજીબ વાજેદ
બાંગ્લાદેશમાં ઉથલપાથલ વચ્ચે પૂર્વ PM શેખ હસીના (Sheikh Hasina) ભારતમાં છે. અમેરિકામાં રહેતા શેખ હસીના (Sheikh Hasina)ના પુત્ર સજીબ વાજેદ જોયે ભારતનો વિશેષ આભાર વ્યક્ત કર્યો છે. અમેરિકાના વોશિંગ્ટન ડીસીથી એક વીડિયો (Video) જાહેર કરતા વાજેદ જોયે કહ્યું કે મારો ભારત સરકારને ખાસ સંદેશ છે.
ભારતે વિશ્વમાં નેતૃત્વની ભૂમિકા ભજવવી જોઈએ...
આ વીડિયો (Video) સંદેશમાં શેખ હસીના (Sheikh Hasina)ના પુત્ર સજીબ વાજેદ જોયે કહ્યું, 'મારી માતા (Sheikh Hasina)નો જીવ બચાવવા માટે PM નરેન્દ્ર મોદીની સરકારના તુરંત પગલાં બદલ હું અંગત રીતે આભાર માનું છું. હું હંમેશા તેમનો આભારી રહીશ. મારો બીજો સંદેશ એ છે કે ભારતે વિશ્વમાં નેતૃત્વની ભૂમિકા ભજવવી જોઈએ અને અન્ય વિદેશી શક્તિઓને પરિસ્થિતિને નિયંત્રિત કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં.
શેખ હસીનાની સરકારે બાંગ્લાદેશમાં શાંતિ જાળવી રાખી હતી...
આ સાથે જોયે કહ્યું, 'કારણ કે તે (બાંગ્લાદેશ) ભારતનો પાડોશી છે. આ ભારતનો પૂર્વ ભાગ છે. તે એક સાબિત ટ્રેક રેકોર્ડ છે કે શેખ હસીના (Sheikh Hasina)ની સરકારે બાંગ્લાદેશમાં શાંતિ જાળવી રાખી છે તેનો કોઈ ઇન્કાર કરી શકતું નથી. આર્થિક વિકાસ જાળવી રાખ્યો અને દેશમાં વધી રહેલા ઉગ્રવાદને પણ અટકાવ્યો.
આ પણ વાંચો : Sajib Wajed : :મારી માતાનો જીવ ભારતે બચાવ્યો...થેંક્યુ ભારત..."
અન્ય સરકારો સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ...
સજીબ વાજેદ જોયે કહ્યું કે, શેખ હસીના (Sheikh Hasina)ની સરકારે આપણા ઉપખંડના પૂર્વ ભાગને સ્થિર રાખ્યો છે. આ એકમાત્ર સરકાર હતી જેણે સાબિત કર્યું કે અમે તે કરી શકીએ છીએ. અન્ય સરકારોએ પ્રયાસ કર્યો છે અને સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે.
આ પણ વાંચો : Brazil માં 62 લોકોને લઈને જઈ રહેલા વિમાનને કાળ ભરખી ગયો
શેખ હસીનાની ભારત મુલાકાત પર BNP એ શું કહ્યું?
શેખ હસીના (Sheikh Hasina)ની અવામી લીગ પાર્ટીના કટ્ટર હરીફ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) એ શુક્રવારે કહ્યું કે ભારતમાં રહેવાનો ભૂતપૂર્વ PM નો નિર્ણય સંપૂર્ણપણે તેમનો અને ભારતીય અધિકારીઓનો છે. તેમણે ચેતવણી આપી હતી કે બાંગ્લાદેશના લોકો તેને સકારાત્મક દૃષ્ટિથી નહીં જોશે. આ સાથે BNP ના પ્રવક્તા અમીર ખસરુ મહમૂદ ચૌધરીએ કહ્યું કે, બાંગ્લાદેશના લોકો માને છે કે ભારતીય અધિકારીઓએ તેમની ભાવનાઓને ધ્યાનમાં લેવી જોઈએ.
આ પણ વાંચો : પુતિનના સૈનિકોની સામે યુક્રેને સૈનિકોને છોડી Roborts Dogs રણમેદાનમાં ઉતાર્યા