Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Sheikh Hasina ગુમાવશે સત્તા... આ ભારતીય જ્યોતિષીએ પહેલેથી જ આપી હતી ચેતવણી

બાંગ્લાદેશમાં તખ્તાપલટની આ જ્યોતિષી આપી હતી જાણકારી ભારતીય જ્યોતિષીએ આપી શેખ હસીના વિશે ચેતવણી હાલમાં શેખ હસીના બાંગ્લાદેશ છોડી ભારત આવી બાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીના (Sheikh Hasina)ના પતન અંગે પ્રખ્યાત જ્યોતિષ પ્રશાંત કિનીની ભવિષ્યવાણી સોમવારે સાચી પડી. 15...
sheikh hasina ગુમાવશે સત્તા    આ ભારતીય જ્યોતિષીએ પહેલેથી જ આપી હતી ચેતવણી
  1. બાંગ્લાદેશમાં તખ્તાપલટની આ જ્યોતિષી આપી હતી જાણકારી
  2. ભારતીય જ્યોતિષીએ આપી શેખ હસીના વિશે ચેતવણી
  3. હાલમાં શેખ હસીના બાંગ્લાદેશ છોડી ભારત આવી

બાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીના (Sheikh Hasina)ના પતન અંગે પ્રખ્યાત જ્યોતિષ પ્રશાંત કિનીની ભવિષ્યવાણી સોમવારે સાચી પડી. 15 વર્ષ સુધી દેશ પર શાસન કર્યા બાદ શેખ હસીના (Sheikh Hasina)એ સોમવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ડિસેમ્બર 2023 માં, જ્યોતિષી કિનીએ શેખ હસીના (Sheikh Hasina)ને મે અને ઓગસ્ટ 2024 વચ્ચે "સાવધ" રહેવા ચેતવણી આપી હતી, જે સંભવિત "હત્યાના પ્રયાસો" સૂચવે છે. તેમની વાત સાચી પડી અને હસીના હવે સત્તામાં નથી અને દેશ છોડીને ભાગી ગઈ છે. સોમવારે બાંગ્લાદેશમાં હંગામો અને હિંસાના દ્રશ્યો વચ્ચે, જ્યોતિષ કિનીની ગયા વર્ષની ટ્વીટ ફરી સામે આવી છે. કિનીએ સોમવારે ટ્વિટર પર લખ્યું, "મેં પહેલેથી જ આગાહી કરી દીધી છે કે ઓગસ્ટ 2024 માં શેખ હસીના (Sheikh Hasina) મુશ્કેલીમાં આવશે."

Advertisement

કિનીનું ટ્વીટ...

રાજીનામું આપીને શેખ હસીના (Sheikh Hasina) ભારત ભાગી ગયા હતા. અહેવાલો કહે છે કે તે બ્રિટનમાં રાજકીય આશ્રય માંગી રહી છે. બાંગ્લાદેશના આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને જાહેરાત કરી છે કે સેના દેશમાં વચગાળાની સરકાર બનાવશે.

Advertisement

આ પણ વાંચો : Ghaziabad : શેખ હસીનાના સેફ હાઉસનો રસ્તો કોઇ ભુલભુલામણીથી...

બાંગ્લાદેશમાં લોકો કેમ ગુસ્સે થયા?

વિદ્યાર્થી નેતા નાહીદ ઇસ્લામની આગેવાની હેઠળની અશાંતિ, સરકારી નોકરીઓમાં ભેદભાવપૂર્ણ ક્વોટા સામેની ચળવળ તરીકે જુલાઈની શરૂઆતમાં શરૂ થઈ હતી પરંતુ આ ચળવળ ઝડપથી સરકાર વિરોધમાં પરિવર્તિત થઈ હતી. વિરોધીઓએ રાજકીય હેરાફેરીનો આક્ષેપ કર્યો હતો અને વિવાદાસ્પદ ક્વોટા સિસ્ટમનો અંત લાવવાની માગણી કરી હતી, જેમાં સ્વતંત્રતા સેનાનીઓના વંશજો માટે 30 ટકા સરકારી નોકરીઓ અનામત હતી. સોમવારે વિરોધીઓએ શેખ હસીના (Sheikh Hasina)ના સત્તાવાર નિવાસસ્થાનનો ગેટ તોડી નાખ્યો હતો.

Advertisement

આ પણ વાંચો : Mohammad Yunus બન્યા બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા

હસીના પાસે કોઈ વિકલ્પ નહોતો...

ઢાકામાં દેખાવકારો પણ હસીનાના રાજીનામાની માંગણી સાથે બખ્તરબંધ વાહન ઉપર બાંગ્લાદેશી ધ્વજ લહેરાવતા જોવા મળ્યા હતા. રાજધાની ઢાકામાં સૈનિકો અને પોલીસની ભારે તૈનાતી સાથે બાંગ્લાદેશમાં સ્થિતિ અસ્થિર હતી. કેટલાક અઠવાડિયાના ઉગ્ર દેખાવો પછી ભૂતપૂર્વ PM શેખ હસીના (Sheikh Hasina) પાસે રાજીનામું આપવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.

આ પણ વાંચો : Hindu સિંગર રાહુલનું 140 વર્ષ જૂનુ ઘર સળગાવી દેવાયું...

Tags :
Advertisement

.