ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Share Market: શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું, સેન્સેક્સ-નિફ્ટીમાં આટલા પોઈન્ટ તૂટયો

શરબજારમાં મંદીનો માહોલ સેન્સેક્સમાં 100 પોઈન્ટ તૂટયો નિફ્ટીમાં 50 પોઈન્ટ તૂટયો Share Market: શેરબજારમાં સતત બીજા (Share Market)કારોબારી દિવસે ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ(Sensex) અને નિફ્ટી (Nifty) શરૂઆતના કારોબારમાં ઘટાડા સાથે શરૂઆત થઈ છે . સેન્સેક્સ ગઈકાલના બંધની સરખામણીમાં...
10:07 AM Nov 08, 2024 IST | Hiren Dave

Share Market: શેરબજારમાં સતત બીજા (Share Market)કારોબારી દિવસે ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ(Sensex) અને નિફ્ટી (Nifty) શરૂઆતના કારોબારમાં ઘટાડા સાથે શરૂઆત થઈ છે . સેન્સેક્સ ગઈકાલના બંધની સરખામણીમાં આજે વધારા સાથે 79,611.90 પર ખૂલ્યો હતો. પરંતુ તે ખુલતાની સાથે જ માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. 30-સંવેદનશીલ સૂચકાંક સેન્સેક્સ 0.50 ટકા અથવા 396.51 પોઇન્ટ ઘટીને 79,145.28 પર ટ્રેડ કરી રહ્યો હતો. સેન્સેક્સમાં આજે 400થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 0.55 ટકાના ઘટાડા સાથે 24,067.45 પર ટ્રેડ કરી રહ્યો હતો.

11 કંપનીઓના શેરમાં લોઅર સર્કિટ પર

આજે સવારે સેન્સેક્સમાં 25 કંપનીઓના શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. સૌથી વધુ ઘટાડો રિલાયન્સ અને ટાટા મોટર્સના શેરમાં જોવા મળ્યો હતો. મારુતિના શેરમાં પણ સવારે 1 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. તમને જણાવી દઈએ કે, નિફ્ટી 11 કંપનીઓના શેરમાં લોઅર સર્કિટ છે. જ્યારે 5 કંપનીઓ 52 સપ્તાહના નીચલા સ્તરે ટ્રેડ થઈ રહી છે.

આ પણ  વાંચો -US Election: ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ રૂપિયો ગગડ્યો!

અમેરિકાથી મોટા સમાચાર

સ્થાનિક શેરબજાર ખુલતા પહેલા અમેરિકાથી મોટા સમાચાર આવ્યા છે. યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. આ વખતે અમેરિકન સેન્ટ્રલ બેંક દ્વારા 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. અગાઉ સપ્ટેમ્બરમાં યુએસ ફેડએ 4 વર્ષ બાદ વ્યાજ દરમાં 0.50 ટકાનો ઘટાડો કર્યો હતો.

આ પણ  વાંચો -Share Market: તેજી બાદ શેર બજારમાં કડકો, સેન્સેક્સ-નિફ્ટી આટલા પોઈન્ટ તૂટયો

ગઈ કાલે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો

BSEનો 30 શેર પર આધારિત બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 836.34 પોઈન્ટ અથવા 1.04 ટકા ઘટીને 79,541.79 પોઈન્ટ પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન એક તબક્કે સેન્સેક્સ 958.79 પોઈન્ટ ઘટીને 79,419.34 પોઈન્ટ પર પહોંચી ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સ નિફ્ટી પણ 284.70 પોઈન્ટ્સ અથવા 1.16 ટકાના ઘટાડા સાથે 24,199.35 પોઈન્ટ પર બંધ થયો હતો.સેન્સેક્સ કંપનીઓમાં ટાટા મોટર્સ, ટેક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, જેએસડબલ્યુ સ્ટીલ, સન ફાર્મા, એશિયન પેઈન્ટ્સ, ઈન્ડસઈન્ડ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક સૌથી વધુ ઘટ્યા હતા.

Tags :
share market updatesShare-BazarStock Market Newsstock market updates
Next Article