Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Share Market:શેરબજાર ખુલતા જ હાહાકાર, સેન્સેક્સ-નિફ્ટી આટલા પોઈન્ટ તૂટયો

Share Market:સેન્સેક્સમાં 26 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે અને માત્ર 4 શેર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. અમેરિકી ચૂંટણી પહેલા બજારમાં આ મોટો ઘટાડો છે.
share market શેરબજાર ખુલતા જ હાહાકાર  સેન્સેક્સ નિફ્ટી આટલા પોઈન્ટ તૂટયો
  • દિવાળી બાદ માર્કેટ ખૂલતા જ કડાકો
  • સેન્સેક્સમાં 700 પોઈન્ટ તૂટયો
  • નિફ્ટીમાં 228 પોઈન્ટ ઘટાડા સાથે ખૂલ્યો

Share Market:સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર(Share Market)ની શરૂઆત નબળી રહી છે. BSE સેન્સેક્સ 78,719 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. તે જ સમયે, NSE નિફ્ટી 169.80 પોઈન્ટ ઘટીને 24,134.55 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. જો આપણે ઘટતા શેરો પર નજર કરીએ તો SBI, KOTAKBANK,HINDUNILVR, POWERGRID, ITC, NESTLEIND, BAJAJFINSV,ICICIBANK, TATASTEEL, HDFCBANK વગેરેમાં ઘટાડો જોવા મળે છે. વધતા શેરો પર નજર કરીએ તો સેન્સેક્સમાં સમાવિષ્ટ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટેક મહિન્દ્રા, એચસીએલટેક અને ઈન્ડસઈન્ડ બેંક તેજીમાં છે. એટલે કે, સેન્સેક્સમાં 26 શેરો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે અને માત્ર 4 શેર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. અમેરિકી ચૂંટણી પહેલા બજારમાં આ મોટો ઘટાડો છે.

Advertisement

Advertisement

સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો

સોમવારે સવારે માર્કેટ (Share Marke)ખુલતાની સાથે સેન્સેક્સ 758.59 પોઈન્ટ્સ અથવા 0.95 ટકા ઘટીને 78,965.53ના સ્તરે આવી ગયો હતો. જ્યારે નિફ્ટી 230.75 પોઈન્ટ અથવા 0.95 ટકાના જંગી ઘટાડા સાથે 24,073ના લેવલ પર કારોબાર કરતો જોવા મળ્યો

Advertisement

કયા સેકટમાં  કેટલો  ઘટાડો

સેક્ટરની વાત કરીએ તો તમામ સેક્ટરમાં ઘટાડો ચાલુ છે. મીડિયા સેક્ટરમાં 2.66 ટકા અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં 2.47 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ પછી ફાઇનાન્સ, ઓટો, બેંક અને કન્ઝ્યુમર સેક્ટરમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. આ તમામ ક્ષેત્રોમાં ઘટાડા સાથે રોકાણકારોને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.

 મુહૂર્ત ટ્રેડિંગમાં સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો નોંધાયો હતો

દિવાળીના તહેવારે 1 નવેમ્બરના રોજ શેરબજાર(Share Marke)માં એક કલાકનું સ્પેશિયલ મુહૂર્તનું ટ્રેડિંગ થયું હતું. જેમાં સેન્સેક્સ 335 પોઈન્ટના વધારા સાથે 79,724 પર બંધ રહ્યો હતો. આ સમયે, નિફ્ટીમાં 99 પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો અને તે 24,304 પર બંધ રહ્યો હતો.ટ્રેડિંગ પછી, સેન્સેક્સના તમામ 30 શેરોમાંથી, 26 ઉપર હતા, જ્યારે 4 ડાઉન હતા. તે જ સમયે, નિફ્ટીના 50માંથી 42 શેરોમાં વધારો જોવા મળ્યો હતો અને માત્ર 8 શેરોમાં વધારો જોવા મળ્યો હતો.

સેન્સેક્સના શેર્સમાં ભારે ઘટાડો

આજે સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 5માં જ વધારો જોવા મળી રહ્યો છે અને તેના 25 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઘટતા શેરોમાં સન ફાર્મા 3 ટકાથી વધુ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આશરે 3 ટકા નીચે છે.

Tags :
Advertisement

.