Share Market : શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ,સેન્સેક્સ-નિફ્ટીમાં તેજી
- ભારતીય શેરબજારમાં તેજી સાથે બંધ
- સેન્સેક્સમાં 97.84 પોઈન્ટનો ઉછાળો
- નિફ્ટીમાં પણ તેજી જોવા મળી
Share Market:સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે ભારતીય શેર(Share Market)લીલા રંગમાં બંધ થયા હતા. BSE સેન્સેક્સ(Sensex) 97.84 પોઈન્ટના ઉછાળા સાથે 82,988.78 પર બંધ રહ્યો હતો. એ જ રીતે NSE નિફ્ટી પણ 27.25 પોઈન્ટના ઉછાળા સાથે 25,383.75 પોઈન્ટ પર પહોંચ્યો હતો. આજે બજાજ હાઉસિંગ ફાઈનાન્સ આઈપીઓનું મજબૂત લિસ્ટિંગ થયું હતું. તમને જણાવી દઈએ કે બજાજ હાઉસિંગ ફાઈનાન્સ(Bajaj housing finance )ના શેરની કિંમતે આજે શેરબજારમાં શાનદાર શરૂઆત કરી હતી. બજાજ હાઉસિંગ ફાઇનાન્સના શેર NSE અને BSE પર શેર દીઠ ₹150ના ભાવે ખૂલ્યા હતા, જે ₹70 ની ઇશ્યૂ કિંમત કરતાં 114.29% વધુ છે. આ પછી શેરમાં વધુ ઉછાળો નોંધાયો અને અપર સર્કિટ પર પહોંચ્યો. શેર 135.71%ના ઉછાળા સાથે રૂ. 165 પર બંધ થયો હતો.
વિદેશી રોકાણકારોની ખરીદી અને અમેરિકન બજારોમાં તેજીથી ભારતીય બજારને ટેકો મળ્યો હતો. સેન્સેક્સ કંપનીઓમાં એનટીપીસી, એક્સિસ બેન્ક, ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, કોટક મહિન્દ્રા બેન્ક, લાર્સન એન્ડ ટુબ્રો અને આઈસીઆઈસીઆઈ બેન્ક સૌથી વધુ વધ્યા હતા. બીજી તરફ, હિન્દુસ્તાન યુનિલિવર, નેસ્લે, ICICI બેન્ક અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ લાલ નિશાનમાં બંધ થયા છે. શેરબજારના આંકડા અનુસાર, શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ રૂ. 2,364.82 કરોડના શેર ખરીદ્યા હતા. વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.07 ટકા વધીને 71.66 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે.
#MarketsWithMC | Closing Bell 🔔Nifty around 25,400, Sensex up; power gains,📈 FMCG drags.
Read more 👇https://t.co/bEXL1OxKC4 #StockMarket #Stocks #Trading pic.twitter.com/P8RgW3Q7Wj
— Moneycontrol (@moneycontrolcom) September 16, 2024
નિફ્ટીમાં પણ 27 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો
નિફ્ટીમાં પણ 27 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. 25,383ના સ્તરે બંધ રહ્યો હતો. આજે એનર્જી, ઓટો, મેટલ અને બેન્કિંગ શેર્સમાં વધુ ઉછાળો જોવા મળ્યો હતો. NTPC નિફ્ટીમાં ટોપ ગેનર હતો. જ્યારે એફએમસીજી, ફાઇનાન્શિયલ અને આઇટી શેર્સ ઘટ્યા હતા. બજાજ ફાઇનાન્સ ટોપ લૂઝર હતું.
આ પણ વાંચો -Gold Price Today: સોનુ ખરીદવા માંગતા લોકો માટે મોટા સમાચાર
આ ત્રણ શેરોમાં નિરાશા જનક રહ્યા
વિદેશી રોકાણકારોની ખરીદી અને અમેરિકન બજારોમાં તેજીથી ભારતીય બજારને ટેકો મળ્યો હતો. સેન્સેક્સ કંપનીઓમાં એનટીપીસી, એક્સિસ બેન્ક, ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, કોટક મહિન્દ્રા બેન્ક, લાર્સન એન્ડ ટુબ્રો અને આઈસીઆઈસીઆઈ બેન્ક સૌથી વધુ વધ્યા હતા. બીજી તરફ, હિન્દુસ્તાન યુનિલિવર, નેસ્લે, ICICI બેન્ક અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ લાલ નિશાનમાં બંધ થયા છે.
આ પણ વાંચો -Food Delivery: હવે ટ્રેનમાં તમારી સીટ સુધી જમવાનું પહોંચાડશે Zomato
શુક્રવારે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો
ગયા સપ્તાહની શરૂઆતમાં, 13 સપ્ટેમ્બર (શુક્રવાર) ના રોજ, સેન્સેક્સ 71 પોઈન્ટ ઘટીને 82,890 ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 32 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો, તે 25,356ના સ્તરે બંધ રહ્યો હતો.