Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Share Market:શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું,સેન્સેક્સમાં 200 પોઈન્ટનો ઉછાળો

ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ સેન્સેક્સમાં 200 પોઈન્ટનો ઉછાળો નિફ્ટી 90 પોઈન્ટ સાથે ખૂલ્યો  Share Market: ભારતીય શેરબજાર(Share Market)માં સોમવારે કારોબારના પહેલા દિવસે ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. શુક્રવારે માર્કેટ મસમોટા કડાકા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ(Sensex) 300થી વધુ પોઈન્ટના વધારા...
share market શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું સેન્સેક્સમાં 200 પોઈન્ટનો ઉછાળો
  • ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ
  • સેન્સેક્સમાં 200 પોઈન્ટનો ઉછાળો
  • નિફ્ટી 90 પોઈન્ટ સાથે ખૂલ્યો 

Share Market: ભારતીય શેરબજાર(Share Market)માં સોમવારે કારોબારના પહેલા દિવસે ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. શુક્રવારે માર્કેટ મસમોટા કડાકા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ(Sensex) 300થી વધુ પોઈન્ટના વધારા સાથે 82,000ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી (Nifty)પણ 90 પોઈન્ટ ઉછળીને 25,100ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.

Advertisement

સેન્સેક્સના શેરનું સ્ટેટસ

બીએસઈ સેન્સેક્સના શેરમાં 30માંથી 18 શેરમાં વેપારમાં વધારો જોવા મળી રહ્યો છે અને 12 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં ITC, કોટક મહિન્દ્રા બેંક, ICICI બેંક, HCL, ભારતી એરટેલ, બજાજ ફિનસર્વ અને ટાટા મોટર્સના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ઘટતા શેરોમાં ટાઇટન, અદાણી પોર્ટ્સ, NTPC, HDFC બેન્કના શેરનો સમાવેશ થાય છે.

શુક્રવારનું  બજાર

ટ્રેડિંગ સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર રેડ ઝોનમાં ભારે ઘટાડા સાથે બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 801 પોઈન્ટના ઘટાડા સાથે 81,688.45 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.93 ટકાના ઘટાડા સાથે 25,014.60 પર બંધ થયો. ટ્રેડિંગ દરમિયાન, M&M, બજાજ ફાઇનાન્સ, નેસ્લે ઇન્ડિયા, Hero MotoCorp, Asian Paintsના શેર NSE પર ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે ઈન્ફોસિસ, ONGC, TCS, ટેક મહિન્દ્રા, HDFC લાઈફના શેર ટોપ લુઝર્સની યાદીમાં સામેલ હતા. PSU બેન્ક અને IT સિવાય, અન્ય તમામ ક્ષેત્રના સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા હતા, જેમાં ઓટો, એફએમસીજી, રિયલ્ટી, પાવર, મીડિયા, ટેલિકોમ, તેલ અને ગેસ સૂચકાંકોમાં 1-2 ટકાનો ઘટાડો નોંધાયો હતો. BSE મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.5-0.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ગયા અઠવાડિયે દલાલ સ્ટ્રીટના રોકાણકારોને રૂ. 15 લાખ કરોડનું નુકસાન થયું હતું. માત્ર પાંચ ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ લગભગ 4,000 પોઈન્ટ તૂટ્યો હતો. ઈરાન-ઈઝરાયેલ યુદ્ધના બેવડા આંચકા અને ચીનના સ્ટિમ્યુલસ પેકેજના કારણે ભારતીય શેરબજારમાં મંદી જોવા મળી રહી છે.

Advertisement

Tags :
Advertisement

.